દિલ્લી જેવાં શહેરોના પ્રદૂષણથી બચવા માટે રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ કોર્પોરેશન માથા ફરેલા ઉપાય શોધે છે. તેમાં ડીઝલ સેટાંને બંધ કરવું, ગાડીઓને ઓડઈવન ચલાવવી, પાર્કિંગની જગ્યાએ ચાર્જ હેવી કરવો, શહેરોમાં વાહનોના પ્રવેશવા પર ટેક્સ લેવો સામેલ છે. આ બધા ઉપાય એ છે જેના લીધે હવાનું પ્રદૂષણ દુર્ગંધયુક્ત પણ થઈ જાય છે.
શહેરોમાં પ્રદૂષણ અનેક કારણોથી થાય છે અને કમ સે કમ દુર્ગંધ અને ટ્રાફિક જામ માત્ર અને માત્ર સરકારી બાબુઓના લીધે છે. દરેક શહેરમાં સરકારી બાબુ શહેરોની ગંદકી સાફ કરવા પર લાખો કરોડોના બજેટ પાસ કરાવે છે પણ અડધા તેમના ખિસ્સામાં જાય છે. દરેક શહેર કસબો હકીકતમાં સડતા દેખાય છે. જેના લીધે હવાનું પ્રદૂષણ દુર્ગંધવાળું થાય છે.
ડીઝલ જનરેટરમાંથી એટલો ધુમાડો નથી નીકળતો જેટલો તે સરકારી વાહનોમાંથી નીકળે છે જે કારણ વિના ફરતા રહે છે. દરેક જગ્યાએ મુખ્યમંત્રી, મંત્રી જાય છે તો ગાડીઓનો લાંબો કાફલો ચાલે છે, રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે. મુખ્યમંત્રી અને મંત્રીના કાફલા પ્રદૂષણ ફેલાવે છે અને રસ્તાઓ બંધ કરવાથી ટ્રાફિક જામ થાય છે જે પ્રદૂષણ ફેલાવે છે.
શહેરોમાં પાર્કિંગ ફી વધારવાથી ગાડીઓ ઓછી થઈ જશે એ ભ્રમ છે. લોકો વધારે દૂર જઈને વાહન ઊભા કરી દેશે. પેટ્રોલ, ડીઝલ વધારે થશે. લોકો પોતાની ગાડીઓ તે જગ્યાએ પાર્ક કરવાનું શરૂ કરી દેશે જ્યાં ફી નથી થતી અને પછી ઘર, દુકાનદાર, ઓફિસ અને પોલીસ સાથે દરરોજ મારામારી થવા લાગશે.
શહેરનાં ધુમાડાનું પ્રદૂષણ ઓછું કરવાનું હોય તો પહેલી જરૂર છે કે પ્રોપર ટ્રાફિક મેનેજમેંટ થાય પણ તેને કરાવવા માટે કોઈ તૈયાર નથી કારણ કે તેમાં કામ સરકારી અધિકારીઓ અને ઈન્સ્પેક્ટરોએ કરવું પડશે જે ઉપરની કમાણીમાં ઇંટરેસ્ટેડ હોય છે, શહેરોને ચલાવવામાં નહીં. જો રસ્તાઓ પર દુકાનો, ખૂમચા, ફળવાળા, ભોજન વેચનારા ન હોય તો અડધો ટ્રાફિક આપમેળે ઠીક થઈ જશે. ટ્રાફિક જામ થવાથી જે નકામો ધુમાડો ફેલાય છે તે જીવલેણ છે.
સરકારો, નગર નિગમ, પોલીસ ક્યાંય પણ જરૂરી પ્રમાણમાં ટેક્સી, ઓટો, ઈ-રિક્ષાને ચાલવા દેવા નથી ઈચ્છતી કારણ કે અછત સર્જાય તો જ ઈચ્છા પ્રમાણે પૈસા વસૂલી શકાય છે. જોકે આ બધાની પરમિટ લેવામાં ભારે લાંચ લેવામાં આપવામાં આવે છે અને આ ભાર પ્રજા પર પડે છે. પાર્કિંગ ફી વધારતા પહેલાં વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરવાનું સરકાર વિચારી જ નથી શકતી.
This story is from the October 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો