Cocktail Zindagi - July 2018
Cocktail Zindagi - July 2018
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Cocktail Zindagi ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99
$8/ay
Sadece abone ol Cocktail Zindagi
Bu konuda
આ ઇશ્યુ વિશે થોડી વાત...
આ ઇશ્યુ માટે વિખ્યાત ફિલ્મ સ્ટાર રણબીર કપૂરે ખાસ મુલાકાત આપી છે. બીના સરૈયા-કાપડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રણબીર કપૂરે મોકળા મને વાતો કરી છે. તેણે તેની નવી ફિલ્મ ‘સંજુ’ વિશે વાતો કરી છે તો પોતાની જિંદગીની કેટલીક અંગત માહિતી પણ ‘કૉકટેલ ઝિંદગી’ના વાચકો સાથે શૅર કરી છે. એ ઉપરાંત કપૂર ફૅમિલી રાજ કપૂર પર ફિલ્મ બનાવવાનું શા માટે ટાળી રહ્યું છે એની નિખાલસ કબૂલાત પણ તેણે કરી છે. તેણે એવું પણ સ્વીકાર્યું છે કે કૉલેજના સમય દરમિયાન તેને નશીલા પદાર્થોની લત લાગી ગઈ હતી. જોકે તે કહે છે કે મેં સંજય દત્તની જેમ ડ્રગ્સ જેવા હેવી નશીલા પદાર્થોનું સેવન નથી કર્યું.
આ ઇશ્યુ માટે વીતેલા દાયકાઓની ખ્યાતનામ સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના આણંદજીભાઈએ ગીતા માણેકને ખાસ મુલાકાત આપી છે, જેમાં તેમણે તેમના જીવનની ઘણી અજાણી વાતો શૅર કરી છે. આ સિવાય પ્રખ્યાત પ્રોડ્યુસર-ઍક્ટર જે.ડી. મજેઠિયાએ કૃપા જાની-શાહને આપેલી મુલાકાતમાં તેમની જીવનકિતાબ ખુલ્લી મૂકી છે. તો પલ્લવી આચાર્ય આ વખતે કેટલીક નામાંકિત વ્યક્તિઓને મળીને જાણી લાવ્યાં છે કે તેમને શાનાથી ડર લાગે છે.
જાણીતા પત્રકાર રાજ ગોસ્વામીએ જીવનભર વિવાદના પર્યાયસમા બની રહેલા લેખક સઆદત હસન મંટોના જીવનની વાતો આ ઇશ્યુ માટે લખી છે. જ્યારે રાજીવ પંડિતે દુનિયાના સૌથી મોંઘાં અને સેલિબ્રિટીઝનાં પ્લેન્સ વિશે મજેદાર અને માહિતીસભર લેખ લખ્યો છે. ભાર્ગવ પરીખ આ વખતે સોશિયલ મીડિયા તથા મોબાઇલ ફોનની ખતરનાક અસરો વિશે ચોંકાવનારો સ્પેશિયલ રિપોર્ટ લાવ્યા છે. તો અભિમન્યુ મોદીએ રાજકોટના જુદા-જુદા ક્ષેત્રોની વ્યક્તિઓને મળીને એ સવાલનો જવાબ જાણવાની કોશિશ કરી છે કે 2025માં રાજકોટ કેવું હશે.
આ ઉપરાંત આ ઇશ્યુમાં ઘણાં આકર્ષણો છે. અને હા, કાન્તિ ભટ્ટ, અશોક દવે, જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય, વિક્રમ વકીલ, દીપક સોલિયા, નરેશ શાહ જેવા લોકપ્રિય લેખકોની કૉલમ્સ તો ખરી જ.
આશા રાખું છું કે દરેક ઇશ્યુની જેમ આ ઇશ્યુ પણ વાચકોને પસંદ પડશે જ.
- આશુ પટેલ
Cocktail Zindagi Magazine Description:
Yayıncı: Wolffberry Pvt. LTD.
kategori: Lifestyle
Dil: Gujarati
Sıklık: Monthly
A Premium Life Style Magazine in Gujarati Language with rich and niche content on Monthly periodically.
Real life based stories from Jay Vasavda, Kanti Bhatt, Sanjay Chhel, Jyoti Unadkat, Shishir Ramavat and many more.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital