CATEGORIES
Kategoriler
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.
અહીંના ગણેશોત્સવની તો વાત જ નિરાળી
ઝાકઝમાળથી ભરેલી નવરાત્રિ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતના કલ્ચરલ કૅપિટલ વડોદરાના ગણેશોત્સવની પરંપરા તો નોરતાં કરતાં પણ પ્રાચીન છે. ૧૩૨ વર્ષ અગાઉ લોકોને સંગઠિત કરવા લોકમાન્ય ટિળકે મુંબઈ-પુણેમાં સાર્વજનિક ગણેશોત્સવનો આરંભ કરાવ્યો એ વખતથી વડોદરામાં પણ હર્ષોલ્લાસ અને ભક્તિભાવથી આ ઉત્સવ ઊજવાય છે.
કીડી જેવું ધૈર્ય અને રોજ સવારે ઊઠવાની ઈકિંગાઈ
માણસ તરીકે આપણે સૌથી ઉદ્યમી પ્રાણી છીએ. અન્ય પ્રાણીઓ માત્ર જીવે છે. આપણે કામ કરીને જીવીએ છીએ. કામ વગર આપણું જીવન નિરર્થક છે. આપણી પ્રગતિ, સફળતા અને સુખની ચાવી આપણા કામમાં છે. આમાં માત્ર કામ કરવાની જ વાત નથી, પણ કામનું એવી રીતે સમ્માન કરવાનો પણ ભાવ છે જેવી રીતે આપણે ઈશ્વરની પ્રાર્થના કરીએ છીએ. એ અર્થમાં કામ ભક્તિ છે.
આ તો હાથ ધોઈ નાખવાની ગંદી રમત છે...
કોલકાતાની એક મહિલા ડૉક્ટરના કમોત પર ગંદું રાજકારણ રમાઈ રહ્યું છે. રેપ ઍન્ડ મર્ડર કેસમાં કડક સજાની જોગવાઈ ધરાવતો કાનૂન અસ્તિત્વમાં હોવા છતાં બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પોતાની ફરજ ચાતરી જવાના દેખીતા ઈરાદે નવો કાયદો લાવવાની ચાલ ખેલી છે.
જસ્ટ, એક મિનિટ...
સાચી દિશામાં કરેલી મહેનત આગળ જતાં સુખદ સ્થિતિનું નિર્માણ કરે છે.
અસમાનતાનું આકાશ
કોઈને બે ગજ જમીન દુર્લભ કોઈને તાજમહાલ મળે છે, ઈતિહાસો સરખી ટૂંક નોંધે કિંગ અને કંગાલ મળે છે.
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.