જાન્યુઆરીનો સુંદર તાપનો દિવસ, સાહેબજી પોતાના રૂમના ચારેય ખૂણામાં હીટર ઓન કરેલું રાખીને ઓફિસની બાજુમાં બેસીને સૂરજમાંથી વિટામિન ડી ચોરવામાં મગ્ન હતા, ખુરશી પર ફેલાઈને ચાની ચૂસકી લેતા. તેમની સામે હાથમાં ડાયરી લઈને તેમનો પીએ ઊભો હતો. શું ખબર ક્યારે શું બકી નાખે.
આમ તો સાહેબ પોતાની ખુરશી પરથી જરા પણ હલતા નહોતા અને આ જ કારણસર દર ૨ મહિના પછી તેમની ઘસાઈ ગયેલી ખુરશીને બદલવી પડતી હતી, પરંતુ હાલના દિવસોમાં તેઓ છેલ્લા મહિનાથી રેગ્યુલર તડકામાં પોતાની ગોરી ચામડીને કાળી કરવા એટલા માટે આવતા હતા, કારણ કે ડોક્ટર પાસે પોતાને ચેક કરાવ્યા પછી તેમને સલાહ આપવામાં આવી હતી કે તેમની પાચનશક્તિ ઠીક છે, પરંતુ તેમના હાડકાં દર મહિને નબળા પડી રહ્યા છે અને જો હાડકાં મજબૂત રાખવા હોય તો તેમણે સરકારીની સાથેસાથે કુદરતી રીતે પણ વિટામિન ડી લેવું પડશે અને તે પણ દરરોજ ઓછામાં ઓછા ૩ કલાક પોતાની ઓફિસની બહાર તાપમાં બેસીને.
બસ, આ જ કારણસર તેઓ સવારે ૧૦ વાગે ઓફિસ આવતા બહાર તાપમાં ખુરશી પર ફેલાઈ જતા હતા, મોડા આવનારને નજરઅંદાજ કરીને પોતાની અડધી આંખ બંધ કરીને પોતાના દરેક અંગના પડખા ફેરવીફેરવીને સૂરજને બતાવતા.
ઘણી વાર તેમને આ રીતે ખુરશી પર ફેલાયેલા જોઈને સૂરજને પણ શરમ આવી જાય છે, પરંતુ તેમને નથી આવતી. તેઓ જાણે છે કે હાડકામાં દમ છે તો જિંદગી છમાછમ છે.
તે સમયે તડકામાં આરામથી ખુરશી પર પોતાના અંગઅંગને શેકતા ઓફિસને ભૂલી ગયા હતા, ત્યારે અચાનક તેમને શું સૂઝ્યું કે પોતાની સામે ઊભેલા પીએને હુકમ કર્યો, ‘‘પીએ..”
“બોલો સાહેબ..’’
“જનતાના લાભ માટે એક મીટિંગ રાખો.”
“પરંતુ સાહેબ, હજી તમને વિટામિન ડી લેતા અડધો કલાક થયો છે અને ડોક્ટરે સલાહ આપી છે કે ઓછામાં ઓછા ૨ કલાક સુધી તમારે તમારી આગળપાછળના ભાગને કોઈ પણ સ્થિતિમાં સૂરજને બતાવવાનો છે.”
“કોઈ વાત નહીં, ૨ કલાક પછી મીટિંગ રાખો."
“જનતાના કયા લાભ બાબતે સર?"
“આપણે આપણી જનતાને ગરમીથી બચાવવા માટે કાલથી કટોકટીની તૈયારી યુદ્ધના ધોરણે શરૂ કરવાની છે. જનતા માટે ગરમી માટેનો ટોલ ફ્રી નંબર જાહેર કરવાનો છે અને.. અને..’
‘પરંતુ સોરી સર.. માફ કરજો..
Bu hikaye Saras Salil - Gujarati dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Saras Salil - Gujarati dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે