સિક્કિમના એક ગામડાના ખેડૂતની દીકરી ઈશા કેરુંગ હાલના દિવસમાં ફિલ્મ ‘લક્કડબગ્ધા' માં એક્ટિંગ કરવાને લઈને ખૂબ ચર્ચામાં છે, પરંતુ માત્ર ૨૧ વર્ષની નાની ઉંમરમાં તેમણે જે કામ કર્યું છે તે માત્ર કોઈ વિરલ વ્યક્તિ કરી શકે છે.
‘મિસ સિક્કિમ’ પસંદ થયા પછી ઈશા કેરુંગ ૧૯ વર્ષની ઉંમરમાં ‘એન્ટિ રોયટ ફોર્સ ઓફ સિક્કિમ પોલીસ’ ની ઓફિસર બની ગઈ હતી. તે પહેલા તે નેશનલ લેવલની બોક્સર હતી. તેઓ એક બાઈક રાઈડર પણ છે અને એમટીવીના રિયાલિટી શો ‘સુપર મોડલ’ નો એક ભાગ પણ રહ્યા છે.
ઈક્શા કેરુંગનું સાચું નામ ઈશા ટાઈમા સુબ્બા છે, પરંતુ તેઓ પોતાનું નામ ઈક્શા કેરુંગ લખે છે અને આ નામથી તેમનું ઈસ્ટાગ્રામ હેંડલ પણ છે.
અહીં રજૂ કરીએ છીએ, સિક્કિમના આ ઈશા કેરુંગ સાથે થયેલ વાતચીતના ખાસ અંશ:
ખેડૂતની દીકરી હોવા છતાં તમે બોક્સર કેવી રીતે બન્યા? મોડલિંગ સાથે કેવી રીતે જોડાયા? ત્યાર પછી સિક્કિમ પોલીસની નોકરી.. આ બધું કેવી રીતે થયું?
હું સિક્કિમના એક ગામડાની રહેવાસી છું. મારી મા એક ઘરેલુ મહિલા અને પિતા ખેડૂત છે. મને બાળપણથી દોડવાનો શોખ રહ્યો છે. તે દિવસોમાં મારા પિતાને જાણકારી મળી કે અમારા ગામમાં ‘એસવાઈબીસી’ બોક્સિંગના ક્લાસિસ ચાલી રહ્યા છે.
મારા પિતાએ મને શારીરિક ફિટનેસ નામે માટે બોક્સિંગ શીખવા કહ્યું અને મેં તેમની વાત માનીને બોક્સિંગ ક્લાસમાં એડમિશન લઈ લીધું. મને લાગ્યું કે તેનાથી મારું શરીર સ્વસ્થ બનશે.
પછી હું ખુશીખુશી ટ્રેનિંગ અને ઘણા લેતી રહી મહિનાઓની ટ્રેનિંગ પછી મેં અનુભવ્યું કે હું એક સારી બોક્સર બની ગઈ છું અને હું ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર થઈ ગઈ છું.
આ બધામાં મારા બોક્સિંગ કોચ સુમન લિચ્ચાનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. અમે સુમન સરને ‘સુમન દાદા’ કહેતા હતા. તેમણે પોતાના પરિવારને નજરઅંદાજ કરીને પણ અમને બોક્સિંગ શીખવવામાં પોતાનો વધારે સમય આપ્યો હતો. તેઓ પોતાનું ગામ છોડીને અમારા ગામમાં બોક્સિંગ શીખવવા આવતા હતા. આ વાત જાણીને હું મારા કોચ સાથે ઈમોશનલી જોડાઈ ગઈ હતી.
મેં નેશનલ બોક્સિંગ ઈવેન્ટમાં ભાગ લીધો, ત્યારપછી મેં નેશનલ લેવલ પર ૨૩ વાર પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું.
Bu hikaye Saras Salil - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Saras Salil - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે