નટુભાઈ પરમાર
એમ ભલે કહેવાયું હોય કે ‘Political power grows out of the barrel of a gun', વિશ્વમાં અનેક ઠેકાણે તખ્તાપલટ માટેની લોહિયાળ ક્રાંતિ ભલે થઈ હોય, પરતંત્ર એવા ભારતને એની પ્રજાના નૈતિક બળને સહારે અહિંસક પ્રતિકાર દ્વારા સ્વતંત્ર કરવાને થયેલી ક્રાંતિ આજે પણ મુક્તિ-આઝાદી ઝંખતા દુનિયાના કોઈ પણ ખૂણાના માનવ કે માનવસમૂહ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.
ભારતમાં મુઘલ સુલ્તાન જહાંગીરની પરવાનગી મેળવી પોતાનો વેપાર વધારવાને બ્રિટન શાસનના એજન્ટરૂપે આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે, ખ્રિસ્તી ધર્મના પ્રચારકો એવા પાદરીઓમિશનરીઝ પણ આવ્યા. કંપનીએ સૌ પ્રથમ સુરત અને તે પછી મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં થાણા સ્થાપ્યાં. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી સ્થિતિ મજબૂત બનતાં કંપનીએ ભારતના અન્ય વિસ્તારોમાં પણ તેનો પગદંડો જમાવ્યો.
પાદરીઓ એમના ધર્મપ્રચારના કામે અને કંપની આ દેશમાંથી અઢળક નફો રળવાના કામે પૂરી તાકાતથી લાગી પડેલા. કંપનીનો વહીવટ અંગ્રેજીમાં એટલે એણે પોતાની ગરજે, પોતાના કાર્યક્ષેત્રના વિસ્તારોમાં શાળામહાશાળાઓ, પોસ્ટ ઓફ્સિ, રેલવે, તારટપાલ જેવી અનેક સુવિધાઓ વિકસાવી. તાબાના વિસ્તારોમાં કંપની દ્વારા થતાં આદેશો, તવાઓ, જાહેરખબરો, જાહેરજનતા જોગ જાણકારી જેવા હેતુઓ પાર પડે તે માટે કંપનીએ સામેથી નાણાકીય મદદ, વિનામૂલ્યે વિતરણ જેવી સુવિધાઓ આપી, કંપની શાસન તરફી કેટલીક વ્યક્તિઓ (મોટે ભાગે પોતાના જ બ્રિટિશ નાગરિકો) પાસે વર્તમાનપત્ર શરૂ કરાવ્યા. એમાં કેટલાક ભારતીયો પણ જોડાયેલા.
કહેવું જોઈએ કે જે કંપની શાસન/ બ્રિટિશ ઇન્ડિયા શાસનને ભારતમાં પત્રકારત્વના આરંભકર્તાનો યશ મળ્યો તેણે જ પત્રકારત્વનું ગળું ઘોંટવાના આરોપને પણ ઝેલવો પડ્યો! જેમણે જેમણે આ સુવિધા લઈ ચોપાનિયા - પત્ર શરૂ કર્યા 'ને કંપની શાસનના કહ્યામાં રહ્યા તેમને તો કોઈ તકલીફ ન પડી, પણ જેઓએ એના એકહથ્થુ-આપખુદ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો એ બધા ખોવાઈ ગયા!
Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!