ટેલિવિઝન એટલે વીસમી સદીની એવી શોધ કે જે હજુ એકવીસમી સદીમાં પણ લોકોના દિલોદિમાગ પર એ જ રોફથી રાજ કરે છે. જોકે ૧૯૨૭માં જ્હોન લોગી બેયર્ડે વિશ્વને બતાવેલ ટેલિવિઝન ભારતમાં તો છેક ૧૯૫૯માં પહોંચ્યું. ભારતમાં ટેલિવિઝન કઈ રીતે આવ્યું તેની પાછળ પણ એક કહાની છે. ૧૯૫૯માં જ એક યુરોપિયન કંપનીએ closed circuit television equipment નું ભારતમાં પ્રદર્શન કર્યું હતું. એ પ્રદર્શન થયા પછી તેણે ભારતના લોકોને આ સાધન ભેટમાં આપવાનું નક્કી કર્યું અને સરકારે તેને શૈક્ષણિક ઉપયોગ માટે વાપરવાનું નક્કી કર્યું અને ત્યાંથી શરૂ થઈ ભારતમાં ટેલિવિઝનની ભવ્ય યાત્રા.
આ ટેલિવિઝનના શરૂઆતના ચાર-પાંચ દાયકા એટલે ‘દૂરદર્શન’. ૮૦ના દાયકા પછી ભારતમાં ધીરે ધીરે પ્રાઇવેટ ન્યૂઝ ચેનલો આવવા લાગી ત્યાં સુધી તો આ સરકારી ચેનલ દૂરદર્શને જ લોકોના દિલોદિમાગ પર રાજ કર્યું હતું. એ પછી વિવિધ કાર્યક્રમો હોય કે પછી ન્યૂઝ બુલેટિન, સળંગ ચાર દાયકા સુધી ભારતના લોકોએ એ અવિરતપણે જોયું છે. દૂરદર્શનની સ્થાપના થઈ હતી ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯ના રોજ જ્યારે તેનું નામ ટેલિવિઝન ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. યુનેસ્કોએ ભારતને ટેલિવિઝન ક્રાંતિ શરૂ કરવા ૨૦ હજાર ડૉલર અને ૧૮૦ ફિલિપ્સના ટીવી સેટ્સ આપ્યા હતા, એ વાત પણ આપણે આ તબક્કે ભૂલવી ન જોઈએ.૧૯૬૫થી દૂરદર્શને રોજિંદા પ્રસારણની સેવાઓ શરૂ કરી હતી. જેમાં સવારે અને સાંજે વિવિધ કાર્યક્રમો તો આવતા જ સાથેસાથે ૫ મિનિટનું ન્યૂઝ બુલેટિન પણ આવતું. શરૂઆતમાં દિલ્હી, કલકત્તા અને હૈદરાબાદ એમ ત્રણ સેટેલાઈટ સ્ટેશનો હતાં. આજે દૂરદર્શન ૧૪ હજારથી વધુ ટ્રાન્સમીટર અને ૪૬ સ્ટુડિયો સાથે દેશનું સૌથી મોટું પ્રસારણકર્તા છે. આજે દૂરદર્શન તમામ અત્યાધુનિક કેમેરા, નવાં ઉપકરણો અને સ્ટુડિયોની સુવિધા ધરાવે છે. આજે દૂરદર્શનની ૧ આંતરરાષ્ટ્રીય ચેનલ, ૮ રાષ્ટ્રીય ચેનલ, ૨૮ રાજ્યોની પ્રાદેશિક ચેનલ અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોની અલગથી ચેનલ છે. જેમાં જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની આગવી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
Bu hikaye ABHIYAAN dergisinin September 17, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 17, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!