કચ્છના દેશદેવી તરીકે ઓળખાતાં મા આશાપુરા પ્રત્યે દરેક કચ્છી ભારે આસ્થા ધરાવે છે. નવરાત્રિના દિવસો દરમિયાન, તે પહેલાં કે તે પછી માતાનાં દર્શન કરવા બધા ઇચ્છુક હોય છે. આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માતાનાં બેસણાં જ્યાં છે, તે માતાના મઢે પહોંચે છે. પદયાત્રીઓ પણ દિવસ-રાત જોયા વગર દૂર દૂરથી અનેક મુશ્કેલીઓ સહન કરીને માતાના મઢે આવે છે. પદયાત્રીઓની મુશ્કેલીઓ હળવી બને તે હેતુથી અનેક સેવા કેમ્પોમાં સેવા થાય છે. માતાના મઢ જાગીર ખાતે પણ પદયાત્રી સહિત આવનારા લાખો ભાવિકોની વ્યવસ્થા જળવાય તે હેતુથી તડામાર તૈયારીઓ થાય છે. કોરોનાના કપરા સમય પછી આ વર્ષે પૂર્ણ સ્વરૂપે પદયાત્રા અને નવરાત્રિ યોજાઈ રહી છે. ત્યારે લોકોમાં પણ તે માટેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, પડધરી, મોરબી સહિતના સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએથી પદયાત્રીઓ આવે છે. મુંબઈથી સાઇકલ સવારોનું ગ્રૂપ પણ માતાના મઢે નિયમિત આવે છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી માતાના મઢ સુધીના ૧૯૦૧૯૫ કિ.મી.ના રસ્તામાં અંદાજે ૪૫૦ જેટલા સેવા-કેમ્પમાં પદયાત્રીઓની સેવા થશે. ઉપરાંત સેંકડોની સંખ્યામાં હરતાં-ફરતાં સેવા-કેમ્પ પણ પદયાત્રીઓની સુવિધાઓનો ખ્યાલ રાખે છે.
આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં પદયાત્રામાં મોટી સંખ્યામાં મોટી ઉંમરના લોકો દેખાતા હતા, પરંતુ હવે ૧૮થી ૩૦ વર્ષના યુવાનો અને યુવતીઓ વધુ જોવા મળે છે. સાથે-સાથે નાનાં બાળકોને આંગળીએ વળગાડીને નિકળેલા, સાવ નાના બાળકને બાબાગાડીમાં બેસાડીને આવતાં કે નવજાત શિશુઓને ખભે તેડીને આવતાં અનેક માતા-પિતા પણ પદયાત્રામાં જોડાયેલાં જોવા મળે છે. વૃદ્ધો, દિવ્યાંગજનો પણ આસ્થાભેર આ પદયાત્રાનો ભાગ બને છે. અમુક ભાવિકો નાળિયેર ગબડાવતાં તો અમુક માથા પર બેડું રાખીને કે અમુક દંડવત્ કરતાં કરતાં માતાજીના દરબારમાં જતાં જોવા મળે છે.
Bu hikaye ABHIYAAN dergisinin October 08, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin October 08, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!