યુક્રેન પારકા પૈસે રશિયા પર દે ઠોક ગોળીબાર કરે જાય
ભલે પારકા પોતાના પેટ ’ને પૉકેટ કાપીને કર ભરે જાય
શું થયું રશિયા ’ને યુક્રેનની લડાઈમાં શું થયું રશિયા ’ને યુક્રેનની લડાઈ વડે? શું થયું રશિયા ’ને યુક્રેનની લડાઈ પછી? પ્રશ્નોના શોખીનો માટે હેડલાઇન પૂરતાં બેચાર પ્રશ્ન પૂછીને છૂપાઈ જવાનો બાલિશ રોમાંચ આપણે નથી માણવો. યુદ્ધથી, યુદ્ધ માટે 'ને યુદ્ધનું બીજું જે થયું હોય તે, મુખ્ય એક અસ૨ જેમણે જાગૃત મન કામમાં લેવું હોય એમને દેખાઈ શકે છે. રશિયા ’ને યુક્રેન સિવાયના દેશોની પ્રજાની થોડી કે વધારે પ્રત્યક્ષ કે પરોક્ષ અવગણના. એમાં જે દેશોએ આ યુદ્ધમાં તરફેણ કે વિરોધમાં સક્રિય ભાગ લીધો છે એમની પ્રજાની તો ઘણા અંશે સીધી અવહેલના થઈ છે. પોતાના દેશમાં ઘણી સમસ્યા હોય ’ને પારકા યુદ્ધને પોતાનું કરીને પોતાના દેશની તાકાત પારકા યુદ્ધમાં વાપરવાથી જે નવી સમસ્યાઓ સર્જાઈ તેની વધુ અવગણના કે અવહેલના હવે કરવા જેવી નથી. તમામ દેશોમાં મોંઘવારીનો રેલો ચારે બાજુથી ધસી આવ્યો છે. પશ્ચિમના દેશોમાં તો ના બોયાય કે ના ચયાય એવી સ્થિતિ થઈ છે. માનવતા, વૈશ્વિકતા ’ને સત્ય જેવી બૂમાબૂમ ઇન્દ્રિયગમ્ય જમા ’ને ઉધાર સામે મીંદડી મિયાઉં થઈ જાય.
ઘણા વ્હાઇટ વેસ્ટર્ન ઇન્ટેલેક્ચ્યુઅલ્સને હવે એક્ચ્યુઅલ આંકડા પંચાઈ રહ્યા છે. અમેરિકા ’ને યુરોપ વર્ષોથી દેવા પર દેવા કરીને એમની પૉલિસી 'ને સ્ટ્રેટેજી અમલમાં મૂકતાં રહ્યા છે. રશિયાને હરાવવા કરોડો ફટાફટ ખર્ચાઈ ચૂક્યા છે, પણ હવે ત્યાંના અક્કલખાનોને લાગે છે કે એલાઇડ દેશો ’ને યુક્રેનની નેતાગીરી વચ્ચે મોટો કંકાસ શરૂ થશે. કેમ કે યુદ્ધને કારણે પેદા થયેલી આર્થિક વેદના હવે બહુ છૂપાવાય કે સહેવાય એવી નથી. સિરિયન વિસ્તારમાં એક સમયે રશિયા એક્ટિવ હતું ત્યારે અમેરિકા ’ને સાથી દેશોએ રશિયા સાથે સીધું સંઘર્ષમાં ઊતરવાનું ટાળ્યું હતું. ત્યારે ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળે તો? એવી બીક લોકોને બતાવવામાં આવેલી. જ્યારે તાજેતરમાં યુક્રેન તરફથી રશિયાની સામે પડવામાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ડર કોઈને ના લાગ્યો. પોતાના દેશ ’ને વિશ્વના અર્થતંત્રના બાર વાગી જશે એવું પણ ખાસ કોઈએ ના કહ્યું, પરંતુ આવક ’ને જાવક જ્યારે ચીસો પાડે ત્યારે બહેરાનું ચેતાતંત્ર પણ ધણધણી ઊઠે.
Bu hikaye ABHIYAAN dergisinin November 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin November 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!