એક તો દેશમાં ધાર્મિકતા બાબતે સંવેદનશીલ, જ્વલનશીલ વાતાવરણ છે અને તેમાં ગુજરાતમાં ચૂંટણીઓ છે. નેતાઓ ભલે જૂનું વલણ બદલીને કહે કે આતંકનો કોઈ ધર્મ હોતો નથી, પણ ગુજરાતની ચૂંટણીના અંડરકરન્ટમાં ધાર્મિકતા પણ છે. જે અન્ય મુદ્દાઓની ચર્ચા થાય છે તે ધાર્મિકતાના પોત પર ભરતગૂંથણની સજાવટ છે. સોશિયલ મીડિયાની ચર્ચાઓ અને ઓનલાઇન સમાચારો વાંચીને વાચકો જે પ્રતિભાવો આપે તેના પરથી તે સ્પષ્ટપણે સમજી શકાય. આ માહોલમાં ઉપરાઉપરી બે સમાચાર આવ્યા જેનાથી દેશની પ્રજા પૂર્ણપણે હલબલી ગઈ. અનેક લોકો અનેક પ્રકારના ગુનાઓ આચરતા હોય છે અને લોકો કાળક્રમે ભૂલી જતાં હોય છે, પણ તાજેતરની ઘટના. જેમાં પર્ણના આફતાબ અમીન પૂનાવાલાએ વસઈની શ્રદ્ધા વાલકરની હત્યા કરી, તે લોકોની સ્મૃતિપટમાંથી ભૂંસાય તેને માટે દાયકાઓ લાગી જશે. શ્રદ્ધાની હત્યામાં એક રાક્ષસ પિશાચને છાજે તેવાં તમામ તત્ત્વો છે.
અમુક બેરહમ હત્યાઓની યાદ આવે ત્યારે દિલ્હીનો તંદૂરકાંડ યાદ આવે. દિલ્હી કોંગ્રેસના વડા સુશીલ શર્માએ પત્ની નૈના સાહનીની હત્યા કરી, શરીરના ટુકડા કરી એક તંદૂરમાં સળગાવી દેવાની કોશિશ કરી હતી. નૈના સાહની એના કોઈ પુરુષ મિત્રને, સુશીલ શર્માને પસંદ ન હોવા છતાં ફોન કરતી હતી. એક વખતે ઘરે આવીને જૂના ઢબનો લેન્ડલાઇન ફોન સુશીલ શર્માએ રિડાયલ કર્યો તો નૈનાના પુરુષ મિત્રને જ એ ફોન ગયો. આવેશમાં સુશીલે નૈનાને મારી નાખી. પોલીસની ભાષામાં આવા ગુનાઓને ‘ક્રાઇમ ઓફ પૅશન' કહે છે, પણ તેનો અર્થ એ નથી કે પૅશન અથવા લાગણીભંગના આવેશમાં આવીને કોઈનું ખૂન પ્રકારનાં કરવાની છૂટ છે. નૈના ખૂનો અસંખ્ય થાય છે, પણ સુશીલનું કૃત્ય અધમ પ્રકારનું એ માટે ગણાવ્યું કે એણે પત્નીને તંદૂરી રોટી, નાન વગેરે પકાવવાના ચૂલામાં ટુકડે ટુકડે સળગાવી દેવાની કોશશ કરી. સળગતા માંસની આસપાસ વાસ ફેલાઈ તેના કારણે એ પકડાઈ ગયો.
Bu hikaye ABHIYAAN dergisinin December 03, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin December 03, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!