‘સાંજે તૈયાર રહેજે, હું આજે ઑફિસેથી વહેલી ઘરે આવવાની છું,’ તૈયાર થતાં થતાં હેતવીએ ગર્વીને કહ્યું, ગર્વીની આંખોમાં ચમક આવી ગઈ અને બોલી, ‘કેમ, તું પણ વૅલેન્ટાઇન ડેની પાર્ટી આપવાની છું? અને સાચું કહેજે, કોણ છે તારો વૅલેન્ટાઇન અને મને સાથે લઈ જઈને તારે કબાબમાં હડ્ડી બનાવવી છે?’ ગર્વીની વાત સાંભળી હેતવી હસી પડી અને કહ્યું, ‘અહીં આવ,’ ગર્વીને પોતાની નજીક બોલાવી ગાલ પર મીઠી કિસ કરતાં બોલી, ‘તને ખબર છે, આ આખાય વિશ્વમાં મારું કોઈ વૅલેન્ટાઇન હોય તો તે તું છું. તારાથી પહેલાં પણ કોઈ નહીં અને પછીય કોઈ નહીં.’ ગર્લી હેતવીને ભેટી પડી. હેતવી એટલે ગર્વીની ફિયા (ફોઈ). ગર્લી હેતવીના મોટાભાઈની દીકરી હતી. ભાઈ-ભાભી બંને જોબ કરતાં અને હેતવી પછી ઘરમાં પ્રથમ બાળક ગર્વી હતી. માટે જ તે ઘરની ધડકન પણ હતી. જોકે ગર્વી બાળપણથી જ પોતાની ફિયાની ખૂબ નજીક હતી અને હેતવી માટે તો તેની દુનિયા જ ગર્વી હતી. ‘અભિયાન’ સાથે વાત કરતાં હેતવી કહે છે, ‘આજે તો ગર્વીનાં લગ્નને પણ બે વર્ષ થઈ ગયાં છે અને મારાં લગ્નને ૧૪ વર્ષ. અમારે બંનેને ખૂબ ઓછું મળવાનું થાય છે. ખાસ કરીને ફોન પર જ હાય, હેલો અને મેસેજની આપ-લે થતી હોય છે, કારણ કે ગર્વી હવે તેના બેટર હાફ સાથે ન્યૂઝીલેન્ડમાં રહે છે, પરંતુ આજે પણ અમારા વચ્ચે પ્રેમ અકબંધ છે.’
Bu hikaye ABHIYAAN dergisinin February 18, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 18, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!