સોશિયલ મીડિયાને લીધે તરુણાવસ્થામાં કથળતું માનસિક સ્વાસ્થ્ય
ABHIYAAN|March 04, 2023
સોશિયલ મીડિયાની લોકો પર થતી સારી અને ખરાબ અસરો વિશે વારંવાર ચર્ચાઓ થતી રહે છે, પરંતુ એ વાત સર્વવિદિત છે કે હવે લગભગ કોઈ તેની અસરોથી બાકાત રહ્યું નથી. બાળકો અને તરુણો પર પણ સોશિયલ મીડિયાએ સૌથી વધુ માઠી અસર જન્માવી છે. સમયાંતરે તેના વિવેકપૂર્ણ ઉપયોગની ચર્ચાઓ થતી રહે છે, પરંતુ બાળકો પર થતી તેની ગંભીર અસરો અંગે અપેક્ષિત જાગૃતિ આવી નથી. એક વૈશ્વિક સંસ્થાએ કરેલા સંશોધનમાં એવું પ્રતિપાદિત થયું છે કે મેદાનમાં રમવાની ઉંમરે બાળકો માનસિક તાણનો ભોગ બની રહ્યાં છે.
આર્જવ પારેખ
સોશિયલ મીડિયાને લીધે તરુણાવસ્થામાં કથળતું માનસિક સ્વાસ્થ્ય

તમારી આસપાસ બની રહેલી ઘટનાઓનું અવલોકન કરતાં હશો તો તમે નોંધ્યું હશે કે ક્યાંક એવી ઘટના બને છે કે માતાએ તેના પુત્રને ફોનમાં ગેમ રમતા રોક્યો અને પછી પુત્રએ ગુસ્સામાં આવીને ઘરમાં તોડફોડ કરી. ક્યાંક એવા સમાચાર પણ મળે છે કે પરીક્ષામાં સારા માર્ક ન આવતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો. તો વળી એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે સોશિયલ મીડિયા પર અમુક પ્રકારના વીડિયો જોઈ બાળકે માતાપિતા પાસે કોઈ મોંઘી ચીજો લઈ આપવાની માગણી કરી હોય અને તેનો સ્વીકાર ન થતાં પોતાનાં માતાપિતા સાથે જ મારામારી કરી હોય. આ પ્રકારની બધી જ ઘટના કોઈ એક કારણથી થઈ હોય એવું કહી શકાય નહીં, પરંતુ આ તમામ ઘટનાઓમાં ઊડીને આંખે વળગે એવી એક વાત છે તરુણોનું માનસિક સ્વાસ્થ્ય. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા એક સંશોધનમાં એવું પુરવાર થયું છે કે તેમનું માનસિક સ્વાસ્થ્ય બગાડવામાં કોઈ એક કારણ સૌથી વધુ જવાબદાર હોય તો એ છે સોશિયલ મીડિયા.

વિશ્વવિખ્યાત સ્પિંજર-નેચર જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધને ટીનેજર્સ અને સોશિયલ મીડિયા વચ્ચેના સંબંધો તથા તેનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો પર એક નવો જ દૃષ્ટિકોણ આપણી સમક્ષ મૂક્યો છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ વચ્ચે દર વર્ષે નિશ્ચિત સમયે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. દર વર્ષે કુમળી વયના અને તરુણાવસ્થામાં પ્રવેશી ચૂકેલાં બાળકોની સોશિયલ મીડિયા વાપરવાની આદતો પર અને તે સમયગાળા દરમિયાન જીવનમાં મળતા સંતોષ, પ્રગતિ પર પ્રશ્નો પૂછવામાં આવતા હતા. દરેક વર્ષે તેમને જીવનથી કેટલો સંતોષ મળી રહ્યો છે તેનો પણ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. આ સંશોધનમાં ઉંમર ૧૦થી ૨૧ વર્ષની વચ્ચે હોય તેવા ૧૭ હજારથી વધુ કિશોર, તરુણ અને યુવાનોને સામેલ કરવામાં આવ્યાં હતાં.

આ સંશોધનમાં એક મુખ્ય તારણ એવું જોવા મળે છે કે જ્યારે બાળકો તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે એ સમયગાળો – એટલે કે છોકરીઓ માટે ૧૧થી ૧૩ વર્ષ અને છોકરાઓ માટે ૧૪ કે ૧૫ વર્ષની ઉંમરમાં સોશિયલ મીડિયાનો પ્રમાણમાં વધારે ઉપયોગ કરે છે અને એ દરમિયાન તેમનામાં અતિ ચીડિયાપણું તથા જીવન પ્રત્યેનો અસંતોષ પણ જોવા મળે છે. આવો જ બીજો તબક્કો એટલે કે ૧૯ વર્ષની ઉંમર જ્યાં આ તરુણો પુખ્ત અવસ્થા તરફ ડગલું માંડે છે. આ એવો સમયગાળો છે કે જેમાં મોટા ભાગના લોકો પોતાના ઘરથી દૂર જાય છે, વધુ સ્વતંત્ર બને છે, પરંતુ સાથે-સાથે સામાજિક દબાણ વધે છે.

Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025