ડો. બાબાસાહેબ આંબેડકરનું હૃદય દેશભક્તિથી છલોછલ હતું. ફરી આ દેશ ગુલામ ન થાય એની એમને ચિંતા હતી. આપણે માત્ર ૧૫૦ વર્ષ જ ગુલામ રહ્યા એવી પંડિત નહેરુની માન્યતા ડૉ. બાબાસાહેબને સ્વીકાર્ય નહોતી. બાબાસાહેબ માનતા હતા કે સાતમી સદીમાં મોહમ્મદ બિન કાસીમે ભારત પર પહેલું આક્રમણ કર્યું ત્યારથી આ દેશ ગુલામી તરફ ધકેલાયો. બાબાસાહેબે બંધારણસભામાં આપેલું પ્રવચન દેશભક્તિની પરાકાષ્ઠા જેવું છે. બંધારણસમિતિ સમક્ષ એમણે પોતાનું અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપતાં ૨૫ નવેમ્બર, ૧૯૪૭ના રોજ કહ્યું, ‘મારું મન આપણા દેશના ભાવિથી એટલું બધું ભરેલું છે કે આના પર કેટલાક વિચારો આ પ્રસંગે વ્યક્ત કરવા માંગું છું. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારત સ્વતંત્ર દેશ હશે. એની સ્વતંત્રતાને શું થશે? શું તે પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે કે ફરી ગુમાવશે? મારા મનમાં આવતો આ પ્રથમ વિચાર છે. ભારત કદી સ્વતંત્ર દેશ હતો નહીં એવું નથી. મુદ્દો એ છે કે એણે એકવાર પોતાની સ્વતંત્રતા ગુમાવી છે. શું તે બીજીવાર ગુમાવશે? આ જ વિચાર મને ભવિષ્ય માટે અત્યંત ચિંતાતુર બનાવે છે. ભારતે પહેલાં એકવાર પોતાની સ્વતંત્રતા ગુમાવી છે. એટલું જ નહીં, પરંતુ એના પોતાનાં કેટલાંક લોકોની ગદ્દારી અને વિશ્વાસઘાતને લીધે એણે સ્વતંત્રતા ગુમાવી એ હકીકત મને ખૂબ અસ્વસ્થ બનાવે છે. મોહમ્મદ બિન કાસીમે સિંધ પર ચઢાઈ કરી ત્યારે રાજા દાહિરના લશ્કરી સેનાપતિઓએ મોહમ્મદ બિન કાસીમના એજન્ટો પાસેથી લાંચ લીધી અને રાજાના પક્ષે લડવાની ના પાડી. ભારત પર ચઢાઈ કરવા અને પૃથ્વીરાજ સામે લડવા જયચંદે મહંમદ ઘોરીને આમંત્રણ આપ્યું હતું અને એને મદદ કરવા વચન આપ્યું હતું. જ્યારે શિવાજી હિન્દુઓની મુક્તિ માટે લડતા હતા ત્યારે બીજા મરાઠા સરદારો અને રજપૂત રાજાઓ મોગલ શહેનશાહને પક્ષે લડાઈ લડતા હતા. બ્રિટિશરો શીખ શાસકોનો નાશ કરવા પ્રયાસ કરતા હતા ત્યારે એમનો મુખ્ય સેનાપતિ ગુલાબસિંહ શાંત બેસી રહ્યો અને આ લોકોએ રાજ્યને બચાવવા મદદ ન કરી. ૧૮૫૭માં જ્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોએ બ્રિટિશરો સામે સ્વતંત્રતા માટે યુદ્ધ જાહેર કર્યું, ત્યારે શીખોએ શાંત પ્રેક્ષકોની જેમ ઊભા રહી તમાશો જોયો.'
Bu hikaye ABHIYAAN dergisinin April 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin April 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!