રોગાન કલાને દેવોનાં ચિત્રો થકી જીવંત રાખવાનો પ્રયાસ
ABHIYAAN|May 06, 2023
કચ્છની માત્ર બે-ચાર કુટુંબો પૂરતી જ મર્યાદિત રહેલી રોગાન કલાના માધ્યમથી પૂરતી આજીવિકા મળતી નથી. આથી આ કલા આજે મૃતપ્રાય બની રહી છે. ત્યારે ભુજ નજીકના માધાપર ગામના એક યુગલે દેવદેવીઓનાં ચિત્રો રોગાન પદ્ધતિથી દોરીને આ કલાના નમૂના સામાન્ય લોકો સુધી પહોંચે અને કારીગરને પણ પૂરતી રોજી મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યાં છે.
સુચિતા બોઘાણી કનર
રોગાન કલાને દેવોનાં ચિત્રો થકી જીવંત રાખવાનો પ્રયાસ

કચ્છમાં વસતી વિવિધ જાતિનાં લોકો વર્ષોથી વિવિધ કળા પ્રત્યે સમર્પિત છે. આહીર, રબારી, મહેશ્વરી, મારવાડા, સોઢા, જાડેજા, જત, મુતવા, હાલેપોત્રા, નોડે વગેરે જાતિનાં લોકો ભરતકામ, વણાટકામ જેવી કલાઓને જીવંત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાં છે. પહેલાંના જમાનામાં જ્યારે સામાન્ય લોકો જાડું કપડું જ પહેરતાં ત્યારે તેના પર તેઓ ભરતકામ કે ચિત્રકામથી વિશેષ સુશોભન પણ કરતાં. આ કપડાં વખત જતાં અન્ય લોકો માટે ફૅશનના સિમ્બોલ બન્યાં પણ ખરાં, પરંતુ આજે માત્ર વિવિધ કલાઓને સહારે જ કોઈ પરિવાર ગુજરાન ચલાવી શકવા સક્ષમ બની શકતો નથી. નવાં પ્રકારનાં કપડાં, નવી ડિઝાઇનનાં કપડાં પરંપરાગત રીતે હાથેથી બનતાં કપડાં કે ડિઝાઇન કરતાં વધુ સસ્તા પડતાં હોવાથી પરંપરાગત કપડાંનો ખરીદદાર વર્ગ ઘટી ગયો છે અને તેના કારણે અનેક કલાઓ આજે એકાદ-બે પરિવારો પૂરતી જ મર્યાદિત રહી છે. આવી જ એક કપડાં પર વિવિધ રંગોથી ડિઝાઇન બનાવવાની કલા છે રોગાન. રોગાન મૂળ પર્શિયન શબ્દ છે. તેનો અર્થ થાય છે તૈલીય. પર્શિયાથી પાકિસ્તાનના સિંધ પ્રાંત થઈને આ કલા કચ્છ અને ગુજરાતમાં આવી હોવાનું મનાય છે. એક જમાનામાં બનાસકાંઠા, પાટણ, વીસનગર, ડીસા, મહેસાણા, અમદાવાદ આસપાસના વિસ્તારમાં પણ આ કલા પાંગરી હતી. બનાસકાંઠાનું ભાભોર ગામ તો રોગાનના માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાતું હતું. તે સમયે રબારી, ભરવાડ, આયર મહિલાઓ રોગાન કામ કરેલા ચણિયા અને ૪ મીટરની સાડી (પછેડી) પહેરવાનું પસંદ કરતી. અત્યારે તો માત્ર લગ્નપ્રસંગે અમુક મહિલાઓ જ આવા ચણિયા અને પછેડી પહેરે છે. આજે આ વસ્ત્રોની કિંમતમાં ધરખમ વધારો થયો હોવાના કારણે તે પહેરનાર વર્ગ ઘટી ગયો છે. તેના કારણે પેઢીઓથી આ કામ કરનારા કારીગરોએ પણ અન્ય કામમાં હાથ અજમાવવાનું શરૂ કરી દેતાં આજે આ રોગાન કામ કરનારા માત્ર બે- ચાર પરિવારો જ બચ્યા છે. નિરોણામાં ખત્રી પરિવાર ઉપરાંત માધાપરનો એક પરિવાર આ કલાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે. પૂરતી આજીવિકા મેળવવાના હેતુથી ભુજ નજીકના માધાપર ગામનાં એક દંપતીએ રોગાન કલાથી દેવીદેવતાઓનાં ચિત્ર બનાવવાની પહેલ કરી છે. આ ચિત્રોએ અહીં આવનારા પ્રવાસીઓને તથા અન્ય લોકોને આકર્ષ્યા છે. તેઓ પોતાની કલા યુવક યુવતીઓને શીખવવામાં પણ રસ ધરાવે છે.

Bu hikaye ABHIYAAN dergisinin May 06, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin May 06, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 dak  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/01/2025