જીવતું, જગાડતું, જાગતું, ધબકતું, ઊંઘતું અને જરૂર પડ્યે અચ્છા અચ્છાને ઊંધાડી દેતું.. અચ્છા અચ્છાની ઊંઘ પણ ઉડાડી દેતું મારું અમદાવાદ.
ગાંધીનગર હોય કે દિલ્હી, રાજનીતિને દિશા નિર્દેશન સાબરમતીના કાંઠેથી જ થયા છે અને આજે પણ થાય..!
મોહનબાપાને રાણી વિક્ટોરિયાના વારસોને તગેડી મૂકવા માટે ધૂણી ધખાવવા તો મહર્ષિ દધીચિની લાઇનમાં જ આવવું પડ્યું.
પહેલો આવે કોચરબ આશ્રમ, પછી દધીચિનો આરો અને એના પછી આવે સાબરમતી આશ્રમ..!! છેક મહર્ષિ દધીચિથી લઈને આજ સુધીનો ઇતિહાસ સાક્ષી છે કે એ જમાનાની ‘સાભ્રમતી’ અને આજની ‘સાબરમતી’ના પાણી જે પીવે એ થાય તો વજ્ર જેવા જ મજબૂત..
આજની અમદાવાદી ભાષામાં કહું તો ‘વજ્જર જેવા અમદાવાદી’..!!
૧૦૫ મિલોના ભૂંગળા, સાક્ષાત્ મહાદેવ દ્વારા રચાયેલા રાગ ભૈરવના ગાવા વગાડવાના સમયે દિવસના પ્રથમ પ્રહરે ગુંજતી સાયરનો.., જેના લીધે એક જમાનામાં માન્ચેસ્ટરની ઉપમા મળી હતી તે આ શહેરને, એ ભૂંગળાં શાંત થઈ ગયાં, કાળની ગર્તામાં ખોવાયાં..
પણ આ સાબરમતીનું પાણી જેનું નામ અને વજ્જર જેવો અમદાવાદી, નરોડા જીઆઇડીસીએ ધીરજલાલ હીરાચંદ અંબાણી પેદા કરીને દેશને સોંપી દીધો, એમની સાથે સાથે એ જ સમયગાળામાં જેમ રાક્ષસના લોહીના એક ટીપામાંથી અનેક રાક્ષસો પેદા થાય તેમ બંધ મિલોના કમ્પાઉન્ડમાંથી પીરાણા ચોકડીથી લઈને વાયા નારોલ-જશોદા-સીટીએમ-મેમ્કો-નરોડા પાટિયા-નાના ચિલોડાના પચ્ચીસ કિલોમીટરના ડાબે બે કિલોમીટર અને જમણે પાંચ કિલોમીટર એમ કુલ મળીને આશરે પોણા બસ્સો-બસ્સો સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં નાનેથી લઈને મોટા અનેક ઉદ્યોગો અમદાવાદીઓએ ઊભા કરી મૂક્યા.
નામ લેતાં થાકો.. ટોરેન્ટ, કેડિલા (બંને), નિરમા, વાડીલાલ, અદાણી, મેઘમણી.. એક પછી એક.. એમ લિસ્ટ ઘણું લાંબું જાય. આ સાબરમતીના ‘વજ્જર’ જેવા પાણીનું..!!!
મરવું એ અમદાવાદનો સ્વભાવ નથી, અમદાવાદ પાસે એનો મિજાજ છે..
કયો છે ત્યા? હેંડ તો..?
કેમ? ધંધો વાંઝિયો હોય? એણે કર્યું તો આપણે કેમ ના થાય? હેંડ હેંડ ઊઠ..
પડેલા અમદાવાદીને લડી લેતા આવડે છે,
સાબરમતીની માટીમાંથી ઊભા થાય છે,
મોટા મોટા બિઝનેસ એમ્પાયરો,
‘મહાન રાષ્ટ્રોના નિર્માણ મહાન કંપનીઓની પીઠ ઉપર જ થાય છે..!’
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 01, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.
ફૂડ સ્પેશિયલ
મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક
ફૂડ સ્પેશિયલ
ગુણોનો ગુણાકાર ગોળ
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય