છેલ્લા બે દાયકા પહેલાં કચ્છ એક દુકાળિયો પ્રદેશ હતો. અત્યારે વાતાવરણમાં આવી રહેલા વૈશ્વિક ફેરફારની અસર કચ્છ ૫ર પણ વરતાઈ રહી છે. ૨૦૦૧ પછી દુકાળનાં વર્ષો ઓછાં નોંધાયાં છે, તેમ જ વરસાદ પડ્યો હોય ત્યારે પણ સામાન્ય રીતે પડતા વરસાદ કરતાં વધુ હોય છે. અવકાશી મહેર વધવાનું પ્રમાણ તો હજુ વધી જ રહ્યું છે. બિપરોય વાવાઝોડું હોય કે અન્ય કોઈ કારણ, પણ આ વર્ષે તો ચોમાસાની શરૂઆત પહેલાં જ પોણા ભાગનું પાણી તો કચ્છમાં વરસી ગયું છે. વરસાદનું પ્રમાણ વધ્યું હોવા છતાં કચ્છીઓનાં મનમાં વરસાદનું આકર્ષણ પહેલાં જેટલું જ રહ્યું છે. થોડો પણ વરસાદ પડે ’ને તનની સાથે લોકોનાં મન પણ ભીંજાય છે. વરસાદના આગમનથી લોકો પુકિત તો થાય જ છે, સાથે-સાથે છલકાઈ ગયેલાં તળાવો પણ પહેલાં જેટલી જ આસ્થાથી વધાવે છે. સામાન્ય કચ્છીમાડુઓનાં મનમાં રહેલા વરસાદના મહત્ત્વને કચ્છી સાહિત્યકારોએ પણ પોતાની રચનાઓમાં સ્થાન આપ્યું છે. સાહિત્યકારો તો વરસાદને ધરતીનો લાડો (પતિ, વર) કહે છે. વરસાદ આવ્યાનો આનંદ લોકો ‘મીં આયો, માંધો આયો, ધરતી તોજો લાડો આયો..’ કહીને વ્યક્ત કરે છે.
કચ્છીમાં વિપુલ સાહિત્ય રચના કરનારા કવિ રવિ પેથાણી ‘તિમિર’ કચ્છી સાહિત્યમાં વરસાદના મહત્ત્વ વિશે જણાવે છે કે, “રણ અને સમુદ્ર વચ્ચે આવેલા આ પ્રદેશના માનવીને મીં કે મેહુલિયાની પ્રતીક્ષા ન હોય તો જ નવાઈ. કચ્છનો વરસાદ કેવો હોય છે - ખાસ કરીને ભાદરવાનો? તો ‘ભરેજા મીં, હિકડે સેડે ડીં ને ધ્યે સેડે મીં.’ ખેતરના એક સેઢા ઉપર વરસાદ હોય અને બીજા ઉપર સૂર્યપ્રકાશ, એટલે કે દિવસ હોય. અત્યાર સુધી અનેક વખત આખું ચોમાસું વાદળો કચ્છના આકાશમાં સંતાકૂકડી રમતાં રહીને વરસ્યા વગર જ ચાલ્યાં જાય છે. આવા કિસ્સાઓ હવે જોકે ઘટી રહ્યા છે, પરંતુ કચ્છને હાથતાળી આપીને જતાં વાદળાં દુકાળની ભેટ દેતા રહેતા હતા. આથી જ કચ્છના લોકજીવન અને સાહિત્યમાં મીંનું મહત્ત્વ અદકેરું છે. લોકસાહિત્ય, બાળગીતો, ઉખાણાં, કહેવતો, અવસર ગીતો, લગ્ન ગીતો અને મરસિયામાં પણ સાહિત્યકારોએ વરસાદને ઝીલ્યો છે.’’
Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!