એક ચોરની આચારસંહિતા
ABHIYAAN|July 22, 2023
‘ચોર છીએ તો શું થયું, ભિખારી થોડા છીએ? અમારો પણ કોઈ સિદ્ધાંત હોય કે નહીં? હું ચોરી કરી શકું, પણ દાનમાં કે ભીખમાં મળતી વસ્તુને તો અડકી પણ ન શકું!'
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
એક ચોરની આચારસંહિતા

સહેજ ખડખડાટ થતાં હું સમજી ગયો કે ઘરમાં કોઈ ચોર મહાશય પધાર્યા લાગે છે. ચોર જેવા ચોરને ‘મહાશય’ તરીકે સંબોધું છું, તો તમને કદાચ નવાઈ તો લાગવાની જ, પણ જે માણસ કોઈ મોટા આશય સાથે આપણને મળતો હોય એને ‘મહાશય’ કહેવામાં વાંધો શો હોઈ શકે?

ઊંઘ ઊડી જવા છતાં હું ચૂપચાપ પડ્યો રહ્યો, સૂતાં સૂતાં જ હું ચોરભાઈનાં દિવ્ય સ્વરૂપનું દર્શન કરી રહ્યો હતો. એ મહાશય તો પૂરો પરિશ્રમ કરી રહ્યા હતા કે એમની પ્રતિષ્ઠા પ્રમાણે આ ઘરમાંથી કંઈક ને કંઈક મળી જાય. ખૂબ જ ઝીણવટપૂર્વક સંશોધનકાર્ય ચાલુ હતું, પણ ઘરમાં કંઈ હોય તો એને મળે ને? જે ઘરમાં કપડાં-વાસણ-ફર્નિચર બધું વેચાઈને ભૂખના યજ્ઞમાં સ્વાહા થઈ ગયું હોય એ ઘરમાંથી ચોરભાઈને બીજું શું મળવાનું હતું? શરૂ શરૂમાં તો હું એમના સંશોધનઉત્સાહને જોઈને મનોમન ખુશ થઈ રહ્યો હતો, પરંતુ જ્યારે મેં જોયું કે મહાશય તો સાવ નિરાશ થઈ ગયા છે ત્યારે મને ચિંતા થાય એ સ્વાભાવિક છે. આમેય સ્વભાવે હું થોડો ‘વિક’ છું, કવિ છું ને એટલે!

હું વિચારવા લાગ્યો કે જિંદગીમાં પહેલી વાર કોઈ માણસ કોઈ અરમાન કે અપેક્ષા લઈને આ ઘરમાં આવ્યો છે. મારા હોવા છતાં એ મારા જ ઘરમાંથી નિરાશ થઈને જાય એ તો બની જ કેમ શકે? મોંઘવારી આવી, મેં એને વૅલકમ કરી. બેકારી આવી મેં એને પણ આશ્રય આપ્યો. આજે ફરી એક વાર મારા ઉપર નૈતિક જવાબદારી આવી પડી. ચોર મહાશયનો દુઃખી ચહેરો મારાથી જોવાતો ન હતો. અત્યારે આ ચોરભાઈ મને મારો કશુંક લાગતો હતો.

હું પથારીમાંથી બેઠો થઈ ગયો. આમ તો હું જ્યાં સૂઈ ગયો હતો ત્યાં પથારી નામની કોઈ ચીજ નહોતી, પણ આપણી એક વ્યાવહારિક બોલી કે ભાષામાં બોલવાની આપણી એક ટેવ છે કે જ્યાં આપણે સૂઈ ગયા હોઈએ એ સ્થળને કે એટલા પ્લોટને પથારી જ કહેતાં હોઈએ છીએ. જેવો હું પથારીમાંથી બેઠો થયો કે ચોરભાઈ ગભરાઈ ગયા.

મેં તરત જ કહ્યું, ‘નહીં.. નહીં.. ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે થાકી ગયા હશો. શારીરિક શ્રમ કરતાંય તમને માનસિક થાક વધારે લાગ્યો હોય તેમ જણાય છે. થોડો આરામ કરો. પાણી પીશો? માફ કરજો, ચા-કૉફીની કોઈ શક્યતા નથી. નહીંતર ચા-પાણી પીવાનું કહેત.’

Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin July 22, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 dak  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 dak  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 dak  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 dak  |
Abhiyaan Magazine 11/01/2025