થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા કે સૌરાષ્ટ્રના કોઈ એક ગામડામાં એલિયન દેખાયો. પરગ્રહવાસીના ફોટાઓ પણ વાયરલ થયા, પરંતુ અંતે તે અફવા જ સાબિત થઈ. પરગ્રહવાસી કે યુ.એફ.ઓ.ની વાત આવે ત્યારે દરેકના મનમાં ઉત્સુકતા જાગે છે. આપણે વારંવાર વિચારતા હોઈએ છીએ કે આપણી પૃથ્વી જેવી જીવ સૃષ્ટિ કોઈ અન્ય ગ્રહો પર છે કે નહીં? તેની ભાળ મેળવવા માટે વૈજ્ઞાનિકોએ જુદા-જુદા નુસખા અપનાવ્યા છે. હજી સુધી એમાં કોઈ સફળતા મળી નથી.
આધુનિક ખગોળશાસ્ત્રમાં પૃથ્વી જેવા ગ્રહ શોધવા માટે જુદી-જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે આપણા સૌરમંડળમાં તમામ ગ્રહો સૂર્ય સહિત દળના એક સામાન્ય કેન્દ્રની પરિક્રમા કરે છે, પરંતુ ગ્રહોની તુલનામાં સૂર્ય એટલો મોટો છે કે દળનું કેન્દ્ર સૂર્યની અંદર જ જોવા મળે છે. આમ, થવાથી સૂર્યની આસપાસ બધા ગ્રહો આગળ-પાછળ ફરતા હોય ત્યારે દળનું કેન્દ્ર બદલવાથી સૂર્ય આગળ પાછળ ફરતો હોય તેવું લાગે છે. સૂર્યનું વર્ણપટ પણ આગળ-પાછળ ફરતું રહે છે. સૂર્યની જેમ અન્ય તારાની પરિક્રમા કરતા એક કરતાં વધુ ગ્રહો છે કે નહીં, તે શોધવા માટે આ સ્પેક્ટ્રલ શિફ્ટની શોધ થઈ. જ્યારે તારો આપણી તરફ આગળ વધે છે ત્યારે ઉત્સર્જિત થતી પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હોય છે. તેથી તેનું વર્ણપટ વાદળી રંગનું જોવા મળે છે. જ્યારે તે આપણાથી દૂર જાય છે ત્યારે તેની પ્રકાશની તરંગ લંબાઈ લાંબી હોવાથી તેનું વર્ણપટ આપણને લાલ રંગનું જોવા મળે છે. આપણી સૂર્ય માળાની જેમ અન્ય સૂર્યમાળા એટલે કે સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહોને શોધવા માટે ડોપ્લર ટૅક્નિકનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ ટૅનિક તારાની આજુબાજુ પરિક્રમા કરતા વિશાળ ગ્રહો જોવા માટે સૌથી યોગ્ય છે, કારણ કે તારાની આજુબાજુ વિશાળ ગ્રહ હોય તો તેની હલનચલનની પ્રક્રિયા વધુ થાય છે. હલનચલન વધુ થવાથી નોંધ લેવાય એટલી ખૂબ જ મોટી સ્પેક્ટ્રલ શિફટ બને છે. આમ, આ પદ્ધતિથી શોધાયેલી અન્ય સૂર્યમાળામાં જે-તે તારાની આજુબાજુ ખૂબ જ મોટા ગ્રહો ફરતા જોવા મળ્યા છે.
Bu hikaye ABHIYAAN dergisinin September 09, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 09, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!