પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડ સમીપે, મા ભીમાકાલીની શક્તિપીઠ
રક્ષા ભટ્ટ
પ્રવાસન

કિન્નોરનું પ્રવેશદ્વાર ગણાતું સરહન હિમાચલ પ્રદેશનું નાનું એવું ગામ છે, જે તેના ભીમાકાલીના વુડન ટેમ્પલ માટે જાણીતું છે. પ્રાચીન ઇન્ડો-તિબેટન રોડની નજીક રહેલું આ રૂપકડું હિમાચલી ગામ સરહન બુશહર તરીકે પણ ઓળખાય છે, કારણ કે એક જમાનામાં તે બુશહર રાજ્યનું સમર કૅપિટલ પણ હતું.

૭,૫૮૯ ફૂટની ઊંચાઈ ધરાવતા આ સરહનમાં નવેમ્બરથી માર્ચમાં થોડા-થોડા વરસાદ સાથેની હળવીથી ભારે બરફ વર્ષા થયા કરે છે અને એપ્રિલથી જુલાઈના ઉનાળામાં અહીં દસથી અઠ્યાવીસ સેલ્સિયસનું તાપમાન પ્રવાસીઓને આવકારે છે. ઑગસ્ટથી ઑક્ટોબરમાં આ હિમાચલી પ્રદેશ સાધારણ વરસાદમાં નીતરતો હોય છે અને આપણને કહેતો પણ હોય છે કે વૅલકમ ઇન ધ વાઇબ્રન્ટ લૅન્ડ ઑફ મા ભીમાદેવી.

ન્યુ દિલ્હીથી ૫૬૪ અને શિમલાથી ૧૭૨ કિલોમીટર દૂર રહેલું આ સરહન સતલજ રિવર વેલીથી ખૂબ નજીક હોવા ઉપરાંત સફરજનનાબગીચાઓ, પાઇન અને દેવદારનાં ગાઢ જંગલો, પુરજોશમાં વહેતાં ઝરણાંઓ, ટૅરેસ ફાર્મિંગ, સલેટિયા પથ્થરના રુડિંગવાળા ચિત્રમયી ઘરો, જંગલી ફૂલોથી સભર મેદાનો અને હિમાચલી ગામડાંની પરફેક્ટ ફીલ આપતું ગામ છે.

સ૨હન અપ્રતિમ દૃશ્યફલકોનું પણ માલિક છે. અહીં ગામની એક તરફ કરાડો ધરાવતા પર્વતો છે અને બીજી તરફ લીલીછમ ખીણ છે. પ્રકૃતિના બેવડા આશીર્વાદ પામેલા આ હિમાલયન ગામમાંથી ૧૭,૧૫૦ ફૂટ ઊંચા શ્રીખંડ મહાદેવ શિખરનાં દર્શન થતાં હોવાથી સરહનમાં હોવું એટલે જાણે શિવ સમીપે હોવાની પવિત્ર ફીલ હોય છે.

મૂળ તો બુશહર રાજ્યનાં કુળદેવી ગણાતાં ભીમાકાલીના વુડન ટૅમ્પલથી વધુ જાણીતાં આ સરહનમાં ભીમાકાલીનું મંદિર પ્રવાસીઓનું સેન્ટર ઑફ એટ્રેક્શન છે. બાવન શક્તિપીઠમાંની એક ગણાતી આ શક્તિપીઠ ૮૦૦ વર્ષ પ્રાચીન છે. પૌરાણિક કથાઓ અને દંતકથાઓથી શ્રદ્ધેય ભીમાકાલીના પાંચ માળ ધરાવતા કાઠમંદિરના ઉપલા માળે મા કાલી બિરાજે છે. જ્યારે નીચેના ફ્લોર પર મા પાર્વતીની પ્રતિમા પૂજાય છે. ભીમાકાલીના આ ટૅમ્પલ કોમ્પ્લેક્ષના આંગણે પાતાળ ભૈરવજી, નરસિંહજી અને ભગવાન રઘુનાથજીનાં મંદિરો પણ છે જે હિન્દુઇઝમની ધારાનો દીવો પ્રજ્વલિત રાખી રહ્યા છે.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 11/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 11/05/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 dak  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 dak  |
Abhiyaan Magazine 08/02/2025
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
ABHIYAAN

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે

કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

time-read
6 dak  |
Abhiyaan Magazine 08/02/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ગોમતીના કિનારે, જૌનપુર

time-read
5 dak  |
Abhiyaan Magazine 08/02/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

time-read
9 dak  |
Abhiyaan Magazine 08/02/2025
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
ABHIYAAN

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે

નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 08/02/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

time-read
4 dak  |
Abhiyaan Magazine 08/02/2025