મનુષ્ય સંબંધોથી લઈને શક્તિશાળી સંગઠન, દેશ કે સમુદાયો વચ્ચેની સમજૂતીઓ અમુક કિસ્સામાં એવા અતિ બારીક તાંતણાને સહારે ટકી હોય, જેને જરા પણ છંછેડતા સંતુલન ડગમગે. છેડછાડ ગંભીર હોય તો સંબંધો અને સમજૂતીઓ સાવ ધરાશાયી થઈ જાય. અનેકવાર આ બારીક તાંતણાને શોધીને શત્રુ બે પાર્ટીઓ વચ્ચેનો વિશ્વાસનો સેતુ તોડવાનું કામ કરતો હોય છે. શેક્સપિઅરની ‘થેલો’માં રૂપવાન ડેસ્ડમોનાને નાયક થેલો પરણે છે, પણ વિશ્વાસુ મિત્ર ઇએગો ઑથેલોના કાનમાં ઝેર ભરે છે. થેલો અને ડેસ્ડમોના વચ્ચેના પ્રેમ, લગ્નજીવનને ધ્વંસ કરવા ઇએગો ઈર્ષા અને શંકા જેવી સામગ્રી વાપરે છે. બે વ્યક્તિઓના સંબંધ સિવાયની વાત હોય તો સામગ્રી કે સાધન બદલવા પડે. આ પ્રકારની ભાંગફોડ માટે ઇંગ્લિશમાં શબ્દ છે, ‘સબૉટેજ' યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિઓ, નુકસાન કે નાશ કરવાના હેતુથી રચાતાં કાવતરાંઓ. સબૉટેજ સંબંધોનું પણ થાય અને સિસ્ટમનું પણ.
મહાન સાહિત્યકારો ક્યારેક ભવિષ્ય-દર્શન પણ કરાવતા હોય છે. મૂળ બ્રિટિશ નહીં, પણ પૉલિશ એવા જોસેફ કોન્રાડ ઇંગ્લિશ ભાષાના વીસમી સદીના શ્રેષ્ઠ નવલકથાકારોમાં ગણના પામે છે. ૧૯૦૭માં પ્રકાશિત એમની ‘ધી સિક્રેટ એજન્ટ’ નવલકથાથી પ્રેરાઈને આલ્ફ્રેડ હિચકોકે ૧૯૩૬ની ‘સબૉટેજ’ ફિલ્મ બનાવેલી. કથાની પ્રેરણા હતી ૧૮૯૪ની એક ઘટના. લંડનના ગ્રીનિચમાં આવેલી રૉયલ ઑબ્ઝર્વેટરી પાસે એક ફ્રેન્ચ નાગરિક પોતાનો જ બૉમ્બ સમય પહેલાં ફાટવાથી ગંભીર રીતે ઘાયલ થઈ મૃત્યુ પામેલો. વાસ્તવિક ઘટનામાં એ શું ખરેખર રૉયલ ઑબ્ઝર્વેટરીમાં બ્લાસ્ટ કરવા આવેલો, એ અસ્પષ્ટ હતું. મકસદ જણાવ્યા વગર જ એ મૃત્યુ પામેલો, પરંતુ જોસેફ કોન્રાડે ‘ધી સિક્રેટ એજન્ટ’માં નીચે જણાવ્યા પ્રમાણેનો કાલ્પનિક મકસદ સ્પષ્ટ કરેલો.
‘ધી સિક્રેટ એજન્ટ’માં લોકોને આતંકિત કરવા શું કરવું એની ચર્ચા વખતે એમ્બેસી, ચર્ચ, રેસ્ટોરન્ટ પર હુમલા કે કોઈ સત્તાધીશની હત્યા જેવા વિકલ્પને નકારી દેવામાં આવે છે. કેમ? એક પાત્ર સમજાવે છે કે આ પ્રકારની ઘટનાઓથી લોકો ટેવાઈ ગયા છે, એ પદ્ધતિ ઘસાઈ ગઈ છે, અખબારો પાસે પણ એનું વર્ણન કરવાના રેડી-મૅઇડ વાક્યો પડ્યાં છે. તો શેના પર નિશાનો સાધવું? વિજ્ઞાન ૫૨. કેમ કે ત્યારનો બ્રિટિશ સમાજ ઘણે અંશે માનતો હતો કે વિજ્ઞાને એમને ભૌતિક સમૃદ્ધિ આપેલી. એટલે હુમલા માટે પ્રતીક તરીકે રૉયલ ઑબ્ઝર્વેટરી પસંદ કરાઈ.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 14/09/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!