આધુનિકતાની આંધી વચ્ચે જીવે છે પરંપરા
Chitralekha Gujarati|July 25, 2022
અષાઢ માસ એટલે વિવિધ પ્રકારના તહેવારોનો આરંભ. છેક દિવાળી સુધી ઉત્સવોની હારમાળા. આ મહિનામાં વિવિધ વ્રત આવે, સારો પતિ મળે અને પતિનું આયુષ્ય વધે એવા વિવિધ ઉદ્દેશ સાથે જાગરણ-ઉપવાસ થાય. સદીઓથી ચાલતી આવેલી આ પરંપરા આજે પણ જીવે છે. જો કે એમાં પણ કેટલાંક પરિવર્તન આવ્યાં છે. પહેલાં સામસામે બેસીને અંતકડી રમતી યુવતીઓ હવે આમ પણ મોડી રાત સુધી સોશિયલ મિડિયા પર ઑનલાઈન હોય છે. જીવનશૈલી બદલાઈ છે છતાં જાગરણની આ પરંપરા આજેય જીવે છે.
જ્વલંત છાયા (રાજકોટ) । અરવિંદ ગોંડલિયા (સુરત)
આધુનિકતાની આંધી વચ્ચે જીવે છે પરંપરા

જાગરણ હોય એ આખો દિવસ ઉપવાસ કરવાનો હોય. એની આગલી જી સારું ભાર ખાવાનું એટલે બીજા દિવસે સ્ટેમિના જળવાય, ભૂખ ન લાગે. એને ‘ડાટો’ કહેવાય. સાંજે બાસુંદી, લાડુ કે ખીર સાથે પૂરી, ભજિયાં કે ફૂલવડાં બન્યાં હોય. એવું ભારે ભોજન હોય કે બે દિવસની કૅલરી મળી જાય. પછી થોડું પરિવર્તન આવ્યું એટલે ક્યારેક કોઈના ઘરે પાંઉભાજી બને તો કોઈના ઘરે છોલેપૂરી.. રાત્રે અમે જમી લઈએ પછી બીજા દિવસે કંઈ જમવાનું ન હોય..

લગ્નજીવનનાં ૩૧ વર્ષ પછી પોતાના સમયનું જાગરણ યાદ કરતાં મીનાબહેન વૈષ્ણવ આવી વાત કરે છે તો એમની પુત્રી વ્યોમા કહે છે કે અમે તો જાગરણના આગલા દિવસે પિઝા ખાઈએ. પંજાબી પણ ખાઈએ. હોટેલમાં પણ જમવા ગયાં છીએ અને હવે તો હોમ ડિલિવરી સર્વિસનો ઉપયોગ પણ કરીએ છીએ!

જાગરણ, વ્રત.. યુગોથી એમ કહેવાય કે સતી પાર્વતીના સમયથી ચાલી આવતી પરંપરાની વાત છે. મોળાવ્રત (મોળાકત), એવ્રત-જીવ્રત, તાપી સાતમ (અષાઢ સુદ સાતમ) કે દિવાસો અને જયા પાર્વતીનાં વ્રત વર્ષોથી કોડભરી કન્યાઓ કે નવપરિણીતાઓ કરે છે. કુંવારકા જે વ્રત કરે એનો હેતુ એવો છે કે ગોરમાને પૂજવાથી સુપાત્ર પતિ મળે અને પરિણીતાઓ વ્રત એટલા માટે કરે કે એમના પતિ દીર્ઘાયુ થાય. તર્ક, દલીલ સતત રજૂ થતાં રહે છે, એમ છતાં આ વ્રતનો રિવાજ અકબંધ છે. ઈંગ્લિશ મિડિયમમાં ભણતી યુવતીઓ, આધુનિક ઉચ્ચ શિક્ષણ લેનારી છોકરીઓ પણ વ્રત કરતી હોય એવાં અનેક ઉદાહરણ છે. પહેરવેશ, વિચારસરણી કે જીવનશૈલી બદલાયાં હોવા છતાં આ વ્રત પરની શ્રદ્ધા બદલાઈ નથી.

રાજકોટનાં ગૃહિણી મીનાબહેન વૈષ્ણવ ચિત્રલેખાને કહે છે:

મોળાકત માટે અગાઉ વિધિવત્ પૂજા કરી છોકરીઓ જુવારા ઘરમાં જ વાવી દેતી.. હવે તો એ તૈયાર પણ મળે છે!

‘મારાં લગ્નને ૩૧ વર્ષ થયાં. લગ્ન પહેલાંનાં અને પછીનાં વ્રત મેં પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી કર્યાં છે. અમે ક્યારેય આગલા દિવસે હોટેલમાં જમવા નથી ગયાં. ઘરે મારાં માતા અને લગ્ન પછી સાસુ પરંપરાગત ઘરની રસોઈ બનાવે. ભારે વાનગીઓ હોય. અમે એ ખાઈએ. વ્રતના દિવસે વહેલાં ઊઠી મંદિરે જઈએ. હાથે-પગે મહેંદી મૂકી હોય, ખાસ વેણી એ દિવસ માટે લાવ્યાં હોઈએ. માથું કોરું રાખીને ઓળ્યું હોય. જમવાનું આવે એટલે સગાં-સંબંધીઓને ત્યાં બેસવા જવાનું. અમારા જૂનાગઢમાં એને ભમવા જવું એમ કહે. આમ કરીને સાંજ પાડીએ.

Bu hikaye Chitralekha Gujarati dergisinin July 25, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin July 25, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.