‘અરે, નશાનું તો બહાનું છે. એ લંપટ એવા બહાને મારી પત્નીને જોવા અમારી ડોરબેલ વગાડે છે.’ સંદીપ અત્યંત કડવાશ સાથે બોલ્યો.
સંદીપ સૂરી એક શૉપિંગ મૉલમાં સિનિયર એકાઉન્ટન્ટ છે. એને હિસાબ-કિતાબ પતાવી ઘરે પહોંચતાં રાતના સાડા બાર-એક થઈ જાય છે. એના પડોશમાં રહેતો મોહિત સાયગલ દર બીજી-ત્રીજી રાતે સાડા અગિયારથી બારના ગાળામાં સંદીપના ઘરની ડોરબેલ વગાડતો. સંદીપ હશે એમ વિચારી એની પત્ની શિવાલી દરવાજો ઉઘાડે ત્યારે એને જોઈ મોહિત ખસિયાણું હસીને કહેતો ઉપ્સ.. સૉરી સૉરી અને નશામાં ઝૂમતાં પોતાના ઘરની ડોરબેલ વગાડતો.
બીજા દિવસે એને પૂછતાં એ કશું યાદ ન હોવાનું કહી ઉમેરતોઃ ‘પતા નહી, શાયદ નશેમેં આપકે ઘરકી બેલ બજા દી હોગી. સૉરી, જી..'
અને આવું વારંવાર થતું. સંદીપે સોસાયટીમાં ફરિયાદ કરી, પણ સોસાયટીના સેક્રેટરીએ ઉડાઉ જવાબ આપ્યો કે માત્ર ડોરબેલ વગાડે છેને! આ કોઈ ગંભીર અપરાધ નથી કે કોઈ પગલાં લેવાય.
‘તો મારે શું એ મોહિત કોઈ ગંભીર ગુનો કરે એની રાહ જોવાની?’ અમારી ઑફિસે આવીને સંદીપ એની હૈયાવરાળ કાઢી રહ્યો હતો. એ મૂંઝાયો હતો કે હવે શું કરવું? પોલીસમાં ફરિયાદ કરવી કે નહીં એની એને અવઢવ હતી.
‘પણ તમારી પત્ની દરવાજો ખોલતાં પહેલાં દરવાજાના આય હોલમાંથી ચકાસી લે કે કોણ છે, તો?’
‘મારી પત્ની શિવાલીને ઍક્શન ફિલ્મોનો શોખ છે એમાં આ લોચો થયો છે.’
અમને એનો અર્થ સમજાયો નહીં. મારા બૉસ મોતીવાલા અને હું સંદીપ સામે જોઈ રહ્યા, પણ સંદીપે કોઈ ચોખવટ ન કરતાં પૂછ્યું: ‘બોલો, શું થઈ શકે આમાં?’
‘મિસ્ટર સંદીપ, તમારા ઘરના દરવાજામાં આય હોલ છે? જેનાથી જોઈ શકાય કે બહાર કોણ છે?' પોતાની અકળામણ છુપાવી મોતીવાલાએ પૂછ્યું.
‘આય હોલનો અર્થ નથી માટે કઢાવી નાખ્યું.’ સંદીપે કહ્યું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 08, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 08, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap