ભારત સરકાર ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી કાયદામાં ફેરબદલ કરવાનું વિચારી રહી છે. કારણ એ કે મોટી ટેક કંપનીઓની ડિજિટલ માર્કેટિંગ શક્તિ એટલી વ્યાપક બની છે, જે આપણી મિડિયા કંપનીઓને ગેરલાભના સ્થાને મૂકે છે. આ મુદ્દાને અમે કાયદાની દૃષ્ટિથી તપાસી રહ્યા છીએ...
આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરનું આ નિવેદન ભારતમાં ફેસબુક, ગૂગલ, યુટ્યૂબ જેવી કંપનીઓને ખાસ ગમ્યું નહીં હોય, કારણ કે જો કાયદામાં ફેરફાર થયા તો એમણે પોતાની અબજોની આવકમાંથી ભારતની મિડિયા કંપનીઓને ભાગ આપવો પડશે.
આ મુદ્દો સમજીએ તો કોઈ એક અખબાર કે સામયિક અનેક પત્રકાર, ઉપસંપાદક, ફોટોગ્રાફર, વિડિયોગ્રાફર, એડિટર, ઑફિસ સ્ટાફ, વગેરેનો કાફલો ગંજાવર ખર્ચે નિભાવીને પોતાના વાચકો-દર્શકોને ન્યૂઝ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, પણ ટેક જાયન્ટ્સ કંપનીઓ એ કન્ટેન્ટ પોતાના પ્લૅટફૉર્મ પર મૂકીને જાહેરખબરના માધ્યમથી સૂંડલામોઢે પૈસા રળે છે અર્થાત્ મહેનત કોઈ કરે અને લાડવો કોઈ ખાય.
આ અન્યાય દૂર કરવા માટે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાની સરકારે ગૂગલ, ફેસબુક (એફબી) તથા યુટ્યૂબનો ઊધડો લીધો હતો. સરકારે કહ્યું કે જે લાડવો ખાવ છો એમાંથી અમારી મિડિયા કંપનીઓને પ્રસાદ આપવો પડશે. એ માટે ઑસ્ટ્રેલિયન સરકારે ન્યૂઝ મિડિયા બાર્ગેનિંગ કોડ નામનું બિલ રજૂ કર્યું ત્યારે ગૂગલે ફિશિયારી મારેલી કે જો આ કાયદો લાવ્યા તો અમે ઑસ્ટ્રેલિયા માટે ફૂગલ સર્ચ એન્જિન જે બંધ કરી દઈશું.
ફેસબુકે એથીય આગળ વધીને ઑસ્ટ્રેલિયાની અનેક મિડિયા કંપનીનાં ફેસબુક પેજિસ કોરાં કરી નાખેલાં. પરિણામે ફેસબુક લિન્ક પરથી ન્યૂઝ વેબસાઈટ પર જનારા લોકોનો ૧૩ ટકા ટ્રાફિક ઘટી ગયો. જો કે સરકારે ધરાર નમતું ન જોખ્યું. સરકારે એક જ વાત રહ્યે રાખી કે ઑસ્ટ્રેલિયાની ન્યૂઝ ઈન્ડસ્ટ્રી ગૂગલ અને ફેસબુક્ને ઘણો ટ્રાફિક મેળવી આપે છે તો એનું વળતર મળવું જોઈએ. ઑસ્ટ્રેલિયન વપરાશકર્તાઓએ પણ તેલ પીવા જાવ કહીને એફબીનો બૉયકોટ કરવા માંડ્યો. છેવટે એફબીએ પણ ઘૂંટણ ટેકવા પડ્યા, પ્રતિબંધ હટાવી લીધો અને રેવન્યુ ફૅરિંગ મોડેલ પણ તૈયાર કર્યું.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 15, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 15, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap