પંચોતેર પૂરાં થયાં.. હવે શું?
Chitralekha Gujarati|August 29, 2022
આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે લાલ કિલ્લા પરથી આપેલા પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામેનાં જુદાં જુદાં સંકટની અને એને નિવારવા માટેના વિવિધ ઉપાયની વાત કરી. પ્રશ્ન જો કે માત્ર સમસ્યા ‘શોધવાનો’ નથી, એ દૂર કરવાની સ્પષ્ટ નીતિનો પણ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિની શતાબ્દી રંગેચંગે ઊજવવી હોય તો એ દિશામાં અત્યારથી કામ કરવું પડશે.
હીરેન મહેતા
પંચોતેર પૂરાં થયાં.. હવે શું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રજા સમક્ષ વ્યક્ત કરેલા પંચ પ્રણ (પાંચ વચન) સાથે પંચોતેર સપ્તાહથી ચાલી રહેલા આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે.

પોણો સો વર્ષ પહેલાં અંગ્રેજ શાસનની નાગચૂડમાંથી છૂટેલા ભારત દેશે આ સમયગાળામાં સારો વિકાસ કર્યો છે, પણ હજી ઘણાં ક્ષેત્ર એવાં છે, જેમાં ધાર્યાં કામ થયાં નથી. જર્મની અને જપાન જેવા બીજા વિશ્વયુદ્ધમાં સાવ તારાજ થઈ ગયેલા દેશ બહુ ટૂંકા ગાળામાં અતિ વિકસિત રાષ્ટ્રોની યાદીમાં ફરી સ્થાન પામ્યા. લગભગ એ જ અરસામાં સ્વતંત્ર થયેલું ભારત એ સ્તરે પહોંચી શક્યું નથી. કબૂલ કે આપણો દેશ વિશાળ છે અને એની સમસ્યા પણ વિરાટ છે. અમુક સમસ્યા એવી છે, જે ૭૫ વર્ષે પણ યથાવત્ રહી છે. અન્નના અભાવને કારણે હવે દેશમાં કોઈ મૃત્યુ ચતું નહીં હોય તો પણ ગરીબી હજી પૂરેપૂરી મટી નથી. વધતી વસતિ પર આપણે ઈઠ્યું હોય એ પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકાયું નથી અને એને કારણે નિરક્ષરતા અને બેરોજગારીને ભૂતકાળ બનાવવાનું શક્ય બન્યું નથી. ખાયકી તથા ભ્રષ્ટાચાર આપણામાંથી અનેકને જાણે ગળથૂથીમાં મળ્યાં છે અને એ નાબૂદ કરવાની ઘણાની દાનત જ નથી.

Bu hikaye Chitralekha Gujarati dergisinin August 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin August 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.