કમઠાણ કોશાની કવિતાનું..કોઈ માણસ બીજાની પત્નીનાં આટલાં બધાં વખાણ કરે શા માટે?
Chitralekha Gujarati|August 29, 2022
તુક્કો નિશાના પર લાગ્યો છે. રૂપેશ સાવ ઢીલો પડી ગયો છે. કદાચ એની અક્કલ ઠેકાણે આવી જશે હવે..
રાજુ પટેલ
કમઠાણ કોશાની કવિતાનું..કોઈ માણસ બીજાની પત્નીનાં આટલાં બધાં વખાણ કરે શા માટે?

‘મને ભલે કવિતામાં સમજ ન પડતી હોય, પણ માણસમાં તો સમજ પડે છે.’ ગૌતમભાઈએ કહ્યું.

ગૌતમભાઈ બિઝનેસમૅન છે અને એમની પત્ની કોશા ગૃહિણી. કોશાને કવિતા લખવાનો શોખ. ગૌતમભાઈને સાહિત્ય લખવા કે વાંચવામાં કોઈ રસ નહીં. કોઈક વાર કોશા પોતે લખેલી કવિતા ફેસબુક કે વ્હૉટ્સઍપ જેવાં સોશિયલ મિડિયામાં મૂકી દેતી.

આવાં સોશિયલ મિડિયાના સાહિત્યિક ગ્રુપવાળા ક્યારેક બેઠકો કરતા અને એકબીજાને પોતાની રચના સંભળાવી નાસ્તા-પાણી કરી પડતા. આવી એક બેઠકમાં કોશાને રૂપેશ રંગવાલા ભટકાઈ ગયો હતો.

રૂપેશ ખૂબ મીઠાબોલો. કોઈની પણ રચના હોય, એ એટલાં બધાં વખાણ કરતો કે ટૂંક સમયમાં એ બધાનો લાડકો થઈ પડ્યો હતો. દરેક કવિમાં રૂપેશને એક અદ્ભુત સર્જનાં દર્શન થતાં. કોશા સાથે ઓળખાણ થતાં રૂપેશ આ બાજુ આવ્યો હતો તો મને થયું મળતો જાઉં.. જેવા ઘસાઈ ગયેલા બહાને એના ઘરે આવવા માંડ્યો. આવીને એ કવિતાની ચર્ચા કરતો. સાંજે ગોતમભાઈ ઘરે આવે ત્યારે કોશા જણાવતી કે રૂપેશભાઈ આવ્યા હતા.

આટલે સુધી ઠીક, પણ પછી રૂપેશનો લગભગ દર અઠવાડિયે આંટો થવા માંડ્યો ત્યારે ગૌતમભાઈ અકળાયા. આ રૂપેશ જરા વધારે પડતો કાવ્યરસિક લાગે છે, મળવું પડશે વિચારીને એક વાર ગૌતમભાઈ રૂપેશને મળ્યા. થોડી જ વારમાં એ રૂપેશથી કંટાળી ગયા, કેમ કે રૂપેશ ખૂબ ચાપલૂસીભર્યું બોલતો.

કિચનમાં ચા બનાવતી પત્ની કોશા પાસે જઈ ગૌતમભાઈએ પૂછ્યું: ‘આ માણસ કેટલો બોરિંગ છે! તું સહન કઈ રીતે કરે છે?’ ત્યારે કોશાએ હસીને કહ્યું: ‘હા, ક્યારેક મને પણ કંટાળો આવે છે, પણ કવિતા વિશે બહુ સમજે છે એટલે સહન કરી લઉં છું.’

હવે ગૌતમભાઈ આ રૂપેશને મારા ઘરે આવતો અટકાવો એવી માગ લઈ અમારી ઑફિસે આવ્યા હતા.

‘પણ તમને રૂપેશ સામે ચોક્કસ વાંધો શું છે?’ મારા બૉસ મોતીવાલાએ પૂછ્યું.

ગૌતમભાઈ ચૂપ રહ્યા. મેં પૂછ્યું: ‘તમને તમારી પત્નીની કવિતાઓ સમજાતી નથી અને રૂપેશને સમજાય છે માટે તમને એની ઈર્ષા થાય છે એવું તો નથી ને?’

‘ના, ના.. વાત કવિતાની છે જ નહીં.’ તરત ગૌતમભાઈએ કહ્યું: ‘મારી પત્નીની કવિતાઓથી મને શું કામ ઈર્ષા થાય? પણ કોશાની કવિતાઓ એ રૂપેશ સિવાય કોઈને અદ્ભુત નથી લાગતી એ કેવું?’

‘પણ કવિતા તમારો વિષય નથી.’ મોતીવાલાએ કહ્યું.

Bu hikaye Chitralekha Gujarati dergisinin August 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin August 29, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.