શંકા આગ બને એ પહેલાં એને ઠારી દો...
Chitralekha Gujarati|September 05, 2022
સાડા ત્રણ દાયકા અગાઉની વિધાનસભા ચૂંટણીમાં થયેલી ગોબાચારીને કારણે જ જમ્મુ-કશ્મીરમાં પાકિસ્તાનતરફી વિભાજનવાદીઓને પગદંડો જમાવવાનો મોકો મળી ગયો હતો. કોમી અને એથીય વિશેષ તો દેશની સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ એવા આ સરહદી પ્રાંતમાં વિધાનસભાની આગામી ચૂંટણી ફરી અશાંતિનો માહોલ પેદા ન કરે એ જોવાનું છે.
હીરેન મહેતા
શંકા આગ બને એ પહેલાં એને ઠારી દો...

કશ્મીરમાં મતદારોનાં ખોટાં નામ ઉમેરાઈ રહ્યાં હોવાના આક્ષેપ છે, પણ હિંદુઓની હત્યા વણથંભી ચાલુ છે ત્યાં ‘બહારના’ લોકો જાય ખરા?

વરસના અંતે ગુજરાત અને હિમાચલ સહિતનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી થવાની છે. જો કે અત્યારે વધારે ગાજવીજ જેની તારીખ હજી નિર્ધારિત નથી એવી જમ્મુ-કશ્મીર વિધાનસભા ચૂંટણીના મામલે ચાલી રહી છે.

આ સરહદી પ્રાંતનો રાજ્ય તરીકેનો દરજ્જો નાબૂદ કર્યા પછી અને લડાખનો વિસ્તાર અલગ કર્યા પછી જમ્મુ-કશ્મીરની પ્રજાને વિધાનસભા માટે એના નવા પ્રતિનિધિ ચૂંટવાનો મોકો મળવાનો છે, પણ એ પહેલાં મતદારયાદીના નામે વિવાદ શરૂ થઈ ગયો છે. વિધાનસભા ચૂંટણી થવા સાથે જમ્મુ-કશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ફરી રાજ્ય ઘોષિત કરવામાં આવશે કે નહીં એ વિશે કેન્દ્ર સરકારે હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી. કેન્દ્રની દરમિયાનગીરી શક્ય એટલી ઓછી થાય એ માટે અહીંના રાજકારણીઓને સૌથી પહેલાં તો જમ્મુ-કશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો પુનઃ સ્થાપિત થાય એમાં વધુ રસ છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin September 05, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin September 05, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.