કૌન બનેગા કરોડપતિ એ શો તમે ટીવી પર જોતા હશો તો તમને ખયાલ હશે કે કોઈ સ્પર્ધક એક કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપે ત્યારે એક કરોઓઓઓડ... આવો ઉત્સાહપૂર્વકનો બુલંદ અવાજ અમિતાભ બચ્ચનના મોઢેથી સાંભળવા મળે છે અને શ્રોતાગણ પણ તાળીઓના ગડગડાટથી એને વધાવે છે. જો કે આપણે અહીં વાત કેબીસી શો અથવા તો અમિતાભ બચ્ચનની કરવી નથી, પણ દેશના શૅરબજારમાં સોદા કરવા માટે સતત વધતાં જતાં ડિમેટ એકાઉન્ટ્સની કરવી છે. હમણાં આ આંકડો દસ કરોડ ઉપર પહોંચી ગયો છે ત્યારે શૅરબજારમાં રિટેલ ઈન્વેસ્ટર્સની વધતી જતી સહભાગીદારી અને રસ તેમ જ ઉત્સાહ જોવા મળે છે.
શૅરબજાર ઉપરાંત દેશના અર્થતંત્ર માટે પણ આ સારા સમાચાર હોવાથી આ ઘટના પર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ ખુશી વ્યક્ત કરી છે. માનો કે ન માનો, પણ આ ઘટના માટે શૅરબજારો, નિયમનતંત્ર સેબી અને નાણાં મંત્રાલય પણ જોશપૂર્વક કહેતું હશે કે દસ કરોઓઓઓડ...
ભલે મલ્ટિપલ એકાઉન્ટ્સ હશે, પણ ડિમેટ એકાઉન્ટ્સનો આંક દસ કરોડ પર પહોંચવાની ઘટના નવીનવાઈની છે અને એમાં પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે નાના-મધ્યમ સ્તરનાં શહેરો (ટુ-ટાયર કે થ્રી-ટાયર સિટીઝ)માંથી ડિમેટ એકાઉન્ટ્સ વધી રહ્યાં છે. અગ્રણી ડિપોઝિટરી સીડીએસએલે (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ) ૩૧ ઓગસ્ટના રોજ સાત કરોડ ડિમેટ એકાઉન્ટ્સનો આંકડો વટાવી દીધો હતો, જ્યારે બીજા ક્રમની ડિપોઝિટરી એનએસડીએલમાં ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા ૨.૮૮ કરોડ (એની વેબસાઈટની માહિતીના આધારે) જેટલી થઈ છે. એકલા ઓગસ્ટમાં જ બાવીસ લાખ નવાં ડિમેટ ખાતાં ખૂલ્યાં હતાં. ખાસ કરીને કોવિડની ઘટના બાદ લોકોમાં બચત અને રોકાણનું મહત્વ વિશેષ વધ્યું છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap