અમૃત તો ઉત્તમ હતું, પરંતુ એ મળ્યા પછી દેવો-અસુરો વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ ભયાનક હતું. સમુદ્રમાંથી નીકળેલું અમૃત પહેલાં અસુરોના હાથમાં ગયું. પછી મોહિનીના રૂપમાં આવેલા વિષ્ણુ અસુરોને ભોળવીને એમની પાસેથી અમૃત લઈ ગયા. આ વાતે છેડાયેલા અસુરોએ તત્કાળ યુદ્ધ છેડી દીધું. અમૃત લઈને વિષ્ણુ દેવછાવણીમાં પાછા ફર્યા કે તરત દેવોએ અમૃત પીવાનું શરૂ કર્યું. અમૃત પીવાની ઉતાવળ કોને ન હોય? વળી, અમૃત માટે યુદ્ધે ચડેલા અસુરો સામે લડવા જતાં પહેલાં અમૃત પી લીધેલું સારું એ ગણતરીથી પણ દેવો અમૃત પીવા ઉતાવળા બન્યા.
અમૃતપાન માટેની ભીડ વચ્ચે રાહુ નામનો એક અસુર દેવનું રૂપ ધરીને ઘૂસી ગયો. એની ચાલાકી સૂર્ય અને ચંદ્રએ પકડી પાડી. સૂર્ય-ચંદ્ર ચિલ્લાયાઃ આ દેવ નથી. આ અસુર છે. આને ન આપો.. પણ ત્યાં સુધીમાં રાહુને અમૃત અપાઈ ચૂક્યું હતું. જો કે અમૃત રાહુના ગળાથી નીચે ઊતરે એ પહેલાં જ ચક્રધારી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઝડપથી છોડીને એનું ગળું કાપી નાખ્યું. અમૃત રાહુના પેટ સુધી ન પહોંચ્યું. રાહુનું મસ્તક અત્યંત મોટું હતું. પર્વતના શિખર જેવું એ મસ્તક ચક્ર દ્વારા કપાઈને ધરતી પર પડ્યું ત્યારે ધરતી ધ્રૂજી ઊઠી.
એ તો એક મસ્તક હતું. બીજી તરફ, દરિયાકાંઠે દેવો-અસુરો વચ્ચે શરૂ થઈ ચૂકેલા યુદ્ધમાં અનેક અસુરોનાં મસ્તકો કપાઈને ધડ્ ધડ્ એવા મોટા અવાજો સાથે જમીન પર પડી રહ્યાં હતાં. શુદ્ધ સોનાનાં આભૂષણોથી લદાયેલાં એ મસ્તકો એક તરફ દરિયાકાંઠાના એ રણમેદાનને સુવર્ણરંગી બનાવી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ લોહી એટલું બધું વહી રહ્યું હતું કે દરિયાકાંઠાનું સમગ્ર રણમેદાન લાલ લાલ દેખાઈ રહ્યું હતું. એવામાં સૂર્યનો પ્રકાશ પણ રક્તરંગી બન્યો. યુદ્ધની સાથે સમગ્ર વાતાવરણ વધુ ને વધુ લાલ બનતું ચાલ્યું. તલવારો, તીરો, પ્રાસો (હાથભાલા), તોમરો (લાંબા દાંડાવાળા અણિદાર ભાલા), ગદા, શક્તિ (જાડા માથાવાળા લોહદંડ), પટ્ટિશો (અત્યંત ધારદાર બેધારી તલવારો), પરિઘો (કાંટાળા લોહદંડ), વગેરે હથિયારોથી લડાઈ રહેલા એ યુદ્ધમાં અવાજોનું પ્રમાણ પણ અત્યંત ઊંચું હતું. ચારે તરફ મારો, કાપો, દોડો, પાડી દો, છોડતા નહીં.. એવા શબ્દો એટલા ઊંચા સાદે બોલાઈ રહ્યા હતા કે એ સામૂહિક હાહાકાર આભમાં અત્યંત ઊંચે પણ સાંભળી શકાતો હતો.
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 12, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 12, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.