આશીના પિયરપક્ષે એના દૂરના એક કાકાની દીકરી રશ્મિનાં લગ્ન હતાં. રશ્મિ સાથે આશીને સારું ફાવતું એટલે ખાસ આગ્રહથી એ વડોદરા લગ્નદિવસના ત્રણ-ચાર દહાડા પહેલાં પહોંચી ગઈ. અમિતે લગ્નના આગલા દિવસે પહોંચવું એવું નક્કી થયું. જીજાજીનું સ્વાગત કરવા રશ્મિનો ભાઈ જય ઍરપોર્ટ ગયો. આમ તો એ બન્ને એકબીજાને પહેલાં એકાદ વાર મળેલા, પણ અમિતને એની ખાસ ઓળખાણ નહીં.
‘તને કોઈક ને કોઈક ઍરપોર્ટ પર લેવા આવશે.’ આશીએ કહેલું, પણ કોણ એ નક્કી નહોતું. અમિત એનું લગેજ લઈ બહાર નીકળ્યો અને બધી બાજુ નજર કરી. કોઈ જાણીતો ચહેરો દેખાયો નહીં. બીજી તરફ, જય ઍરપોર્ટ પહોંચ્યો. જય બબૂચકની માફક કેટલીય વાર ઊભો રહ્યો. બધા પેસેન્જર્સ બહાર નીકળી ગયા, પણ એને અમિત દેખાયો નહીં. જયે જ્યારથી કરમચંદ જાસૂસ સિરિયલ જોયેલી ત્યારથી એના મનોમસ્તિષ્ક પર જાસૂસ બનવાનું ભૂત સવાર થયેલું. એની અસર હેઠળ એ એક હાથમાં બિલોરી કાચ યાને મૅગ્નિફાઇંગ ગ્લાસ અને બીજા હાથમાં ગાજર લઈ ફર્યા કરતો. એનું મગજ વિચારોમાં અટવાય ત્યારે એ ગાજર ગટકતો, જેથી વિચારોને આગળ વધવા ધક્કો લાગે. ખરી રીતે તો દાઢી વધારેલા અમિતને ચશ્માંના જાડા કાચ પાછળ ડોકાતી જયની આંખોએ ઓળખ્યો નહીં. અલપઝલપ મળેલા જયનેય અમિતે ન ઓળખ્યો. અમિત જેવા જ દેખાતા એક યુવાનને ગાજર ખાતાં ખાતાં જયે ધારીધારીને જોયા પછી પૂછ્યું: ‘અલા, તમે જ અમિતભઈ, હું ને?’
‘સૉરી?’ પેલાએ જય સામે દાંત કચકચાવ્યા. ગાજર ચાવ્યા બાદ ઝંખવાણા પડેલા જયે અમિત જેવા દેખાતા બીજા એક યુવકના હાથમાંથી બેંગ લઈ લેતાં કહ્યું: ‘આવો પધારો, અમિત જીજુ.’ પણ એ તો કોઈ બીજું જ હતું. પેલો પોતાની બૅગ જય પાસેથી ખૂંચવી લઈ ગાજર ચાવી રહેલા આ વિચિત્ર માણસ સામે ડોળા કાઢી તાડૂક્યોઃ ‘નૉનસેન્સ..' જયે બિલોરી કાચ આમ-તેમ ફેરવી આજુબાજુ જોયું, પરંતુ એને નિરાશા સાંપડી. સૌના કહેવા પ્રમાણે જય માણસ ઓળખવામાં હંમેશાં થાપ ખાઈ જતો.
‘બે યાર, અમિત જીજુ નથી આયા. અલા ભઈ, એમની ફ્લાઈટ તો મિસ થઈ ગઈ લાગે છે. મેં મોબાઈલ કરી જોયો, પણ સ્વિચ ઑફ આવે છે.' કલાક પછી એણે પરત ફરીને ઘરનાને જાણકારી આપી.
‘હૈં? નથી આવ્યા એટલે?’ આશીને નવાઈ લાગીઃ ‘તે બરાબર જોયું?'
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 31, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 31, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.