ઘણીવાર એવું બને કે ગમે એટલું પ્લાનિંગ કરીએ, પણ નસીબમાં લખાયું હોય એમ જ થાય. બાળપણમાં અમુક-તમુક બનવાનાં કે ક્ષેત્રે કારકિર્દી ઘડવાનાં સપનાં જોયા બાદ પણ ધારેલી મંજિલ પર પહોંચાતું નથી.
બીજી બાજુ એવુંય બને કે કોઈ પ્લાનિંગ જ ન કર્યું હોય, કોઈ આકાંક્ષા સેવી ન હોય અને જીવનની દિશા આપોઆપ મળી જાય. બસ, આવું જ કંઈ બન્યું અમદાવાદની નિર્જરી શાહ સાથે. માત્ર કળા ક્ષેત્રમાં રુચિ હોવાને કારણે એને જીવનનું ધ્યેય સાંપડી ગયું. નિર્જરી જ્વેલરી ડિઝાઈનર છે. જો કે એના દાગીના જરા નોખા છે. એ ફેબ્રિક જ્વેલરી એટલે કે ટેક્સ્ટાઈલ-ફેબ્રિકમાંથી સસ્ટેનેબલ જ્વેલરી બનાવે છે. પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે કુદરતી સાધન-સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કરીને કોઈ ચીજ બને એને સસ્ટેનેબલ કહેવાય છે. બાય નિર્જરીની બ્રાન્ડ હેઠળ એની જ્વેલરી પહેરતા ચાહકોની સંખ્યા જોતજોતાંમાં બહુ વધી ગઈ છે. હમણાં રિલીઝ થયેલી અનિલ કપૂર પ્રોડક્શન્સની થેન્ક યુ ફૉર કમિંગ ફિલ્મમાં અભિનેત્રી ભૂમિ પેડણેકરે અમુક દશ્યોમાં નિર્જરીની જ્વેલરી પહેરી છે.
માત્ર નવ વર્ષમાં જ્વેલરી ડિઝાઈનર તરીકે સફળતા મેળવનારી નિર્જરી પ્રિયદર્શિનીને કહે છેઃ ‘અમદાવાદ મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે. મમ્મી ફૅશન ડિઝાઈનર અને પપ્પા ઈન્ટિરિયર ડિઝાઈનર. ટૂંકમાં, ઘરના વાતાવરણમાં જ કળા. હું સ્કૂલમાં હતી ત્યારે ભણવા કરતાં મને ડ્રોઈંગ ને ક્રાફ્ટમાં વધુ રસ પડે. ગણિત તો જરાય ન ગમે. ભણતાં ભણતાં ઘણા ક્લાસ ભરતી, એ પણ કોઈ ને કોઈ આર્ટ સંબંધિત. દસમા ધોરણ પછી કારકિર્દી નક્કી કરવાની વાત આવી ત્યારે કંઈ સૂઝ ન પડે. ઝાઝું કંઈ વિચાર્યા વિના મેં કૉમર્સ લઈ લીધું. કૉલેજમાં પણ ભણવાનું ઓછું ને ઈતર પ્રવૃત્તિમાં વધુ રસ. કૉલેજ ફેસ્ટિવલમાં મોડેલિંગ પણ કર્યું અને ડાન્સ શો પણ. કૉલેજકાળથી મમ્મીની મદદથી મારાં કપડાં હું જ ડિઝાઈન કરતી. જો કે ક્યારેય એવો વિચાર ન આવ્યો કે ફેશન ડિઝાઈનિંગ કરીશ.’
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 20-27, 2023 - Diwali sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin November 20-27, 2023 - Diwali sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.