સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલા શાપુર ગામના ખેડૂતપરિવારની આ છોકરી નાનપણથી જ શરમાળ. એક સમયે એને એકલી ઘરની બહાર નીકળવા પર પરિવારની કેટલીક મર્યાદા હતી. રૂઢિચુસ્ત વાતાવરણમાં ઊછરેલી આ દીકરીનાં ૨૧ વર્ષે લગ્ન થયાં અને જાણે એને પાંખ આવી. લગ્નના વીસમે દિવસે એ થાઈલૅન્ડ જઈને વસી.
જોતજોતાંમાં સમય બદલાયો. આજે એ મહિલા ઈન્ટરનૅશનલ બિઝનેસ કોચ તરીકેની ઓળખ સાથે દેશ-વિદેશમાં ઘૂમી રહી છે. ૩૭ દેશોની સફર એના પાસપોર્ટ પર બોલે છે. આજે એના નામની આગળ ઈન્ટરનૅશનલ બિઝનેસ વુમન કોચ, મોટિવેશનલ સ્પીકર, યુટ્યૂબર, વુમન આન્ત્રપ્રેન્યાર, સોશિયલ મિડિયા ઍન્કર... જેવાં અનેક વિશેષણ લાગી રહ્યાં છે અને એ મહિલા સશક્તિકરણનું એક પ્રેરણારૂપ ઉદાહરણ બની છે.
નામ છે એનું નિશા બુટાણી. સૌરાષ્ટ્રના કડવા પટેલ સમાજની આ મહિલાને આજે દેશ-વિદેશના લોકો ઓળખે છે. ખાસ તો ઈન્ટરનૅશનલ બિઝનેસ કમ્યુનિટીમાં આ નામ જાણીતું છે.
એનો પરિચય મેળવવા સમયના કાંટા ૩૦ વર્ષ પાછળ લઈ જઈએ. હા, વાત છે ત્રણ દાયકા પહેલાંની. થાઈલૅન્ડની રાજધાની બેંગકોકના એક શૉપિંગ મૉલમાં સૌરાષ્ટ્રની આ દીકરી કોઈ ભારતીય સામે મળે તો ઔચિત્ય ખાતર પણ એની સાથે વાત ન કરવી પડે એટલે કોઈ આડશની પાછળ ઊભી રહી જતી. હજી નવી નવી પરણીને અહીં આવેલી એ યુવતી અગાઉ ક્યારેય જૂનાગઢથી એકલી મુંબઈ પણ ગઈ નહોતી. સ્વાભાવિક છે કે ૨૧ વર્ષની આ યુવતીને થાઈલૅન્ડ જેવા દેશમાં કોની સાથે કેવી રીતે અને કઈ ભાષામાં વાત કરવી એની ખબર નહોતી.
નિશાના પિતા ગોકળભાઈ ફળદુ અગાઉ જૂનાગઢ નજીક શાપુર ગામમાં ખેતીકામ કરતા હતા. પછી જૂનાગઢમાં કાપડની દુકાન શરૂ કરી હતી. એક મિડલ ક્લાસ પરિવારમાં ઊછરેલી આ યુવતી ક્યાંક ઘરની બહાર જાય તો પણ પરિવારની મહિલાઓ સાથે જતી હતી. સૌરાષ્ટ્રના મોટા ભાગના પરિવારોમાં ત્રણ દાયકા પહેલાં આવી મર્યાદા હોવી એ સ્વાભાવિક હતું. જો કે નિશા ફળદુમાંથી નિશા બુટાણી બન્યા બાદ એના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. જે નવી સ્થિતિ નિર્માણ થઈ એમાં નિરાશ થવાને બદલે હિમ્મતથી સંઘર્ષ કર્યો તો સફળતા મળતી ગઈ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 08, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.