૨વિની ઉંમર ૪૦ વર્ષની છે. એ મલ્ટિનૅશનલ કંપનીમાં સારા પગારે કામ કરે છે. એણે અત્યારથી જ પોતાનું વસિયતનામું બનાવી રાખ્યું છે. મેઘના હજી હમણાં ૩૭ની થઈ. એ પણ પોતાનું વિલ તૈયાર કરી રહી છે તો ૪૫ વર્ષના રોહિતે એ માટે પોતાના ફાઈનાન્સિયલ પ્લાનરની સલાહ લેવા માંડી છે.
બીજી બાજુ,બિઝનેસમૅન મહેશભાઈ ૬૫ના થયા છે, પણ એમણે હજી વસિયતનામું બનાવવાનો વિચાર કર્યો નથી. હિનાબહેન બે વરસ પહેલાં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયાં છે. એમની પાસે સારીએવી બચત-મિલકત છે, પરંતુ એમને અત્યારે વિલ બનાવવાની જરૂર લાગતી નથી. આમ જૂની પેઢી ઉંમરના ઢળતા પડાવ પર હોવા છતાં વિલ બનાવવા ઉત્સુક નથી કે વિચારતી નથી, જ્યારે હજી ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેની વિલનો વિચાર જ નહીં, એ બનાવવાનો અમલ પણ કરવા લાગી છે. અલબત્ત, એ ચાહે ત્યારે વિલમાં ફેરફાર કરી શકે છે, પણ એણે એક વિલ તો બનાવ્યું જ છે. આજની પેઢી માને છે કે જીવનમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે વિલ બનાવી રાખવું પણ આવશ્યક છે. ૨૦૨૦-૨૦૨૧ના કોવિડના કપરા કાળે યુવાપેઢીમાં બચત-રોકાણ સાથે વિલનાં મહત્ત્વનાં બીજ રોપી દીધાં હતાં, જે હવે ધીમે ધીમે નવી જનરેશનમાં ટ્રેન્ડ બનતો જાય છે. કમનસીબે, જૂની પેઢી હજી પણ આ બાબતે હોવી જોઈએ એટલી જાગ્રત થઈ નથી.
વિલ બનાવવાનું મહત્ત્વ
કોવિડ કાળમાં અનેક લોકોનાં અણધાર્યાં મોત જોયા બાદ અને હવેના સમયમાં તબીબી વિજ્ઞાનના વિકાસ વચ્ચે પણ યુવાવયમાં હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીસ, કૅન્સરના વધતા કિસ્સા, વગેરેએ યુવાપેઢીને વિલ બનાવવાની નક્કર શીખ આપી છે. ઊંચા પગાર સાથે કામ કરતા યુવા અધિકારીઓ અને વિવિધ વ્યવસાયમાં સફળ કારકિર્દી ધરાવતા યુવાનોમાં પોતાના પરિવારનાંહિતમાં વિલ બનાવી રાખવાનું મહત્ત્વ વધતું રહ્યું છે. આ લોકો જીવનની વાસ્તવિકતા અને અનિશ્ચિતતાનો સ્વીકાર કરતાં થઈ ગયા છે. પોતાના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારજનો-સ્વજનોને મિલકત મેળવવામાં મુશ્કેલી ન પડે અને આ કામ સરળતાથી પાર પડે એ ઉદ્દેશ સાથે આજની યુવાપેઢી જીવનના મધ્ય પડાવમાં જ વિલ બનાવી લેવાનું મુનાસિબ માનવા લાગી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.