
એ ક આનંદની વાત...
દસ વર્ષના એક બાળકના પપ્પા એના બિઝનેસમાં ખૂબ વ્યસ્ત રહેતા. દીકરો ઊઠે એ પહેલાં ઘરેથી નીકળે અને ઊંઘી જાય ત્યારે પરત આવે. એક દિવસ એ વહેલા આવ્યા. દીકરોખુશ થઈ ગયોઃ
ડૅડી, આજે તો તમે બહુ વહેલા આવ્યા.કેવું સરસ!
'હા, બેટા, આજે મારે બહારગામ જવાનું છે.’
‘ઓહ! પાછા ક્યારે આવશો?’
‘પરમદિવસે, બેટા. બહુ કામ રહે છે.’
દીકરાએ થોડી વાર વિચાર કર્યો અને પૂછ્યું: ડૅડી, તમે એક કલાકના કેટલા પૈસા કમાઓ છો?'
પપ્પા આવા સવાલથી આશ્ચર્યમાં પડી ગયા, પછી કહ્યું: ‘૩૦૦ રૂપિયા... પણ કેમ આવું પૂછે છે?’
દીકરો અચાનક એના રૂમમાં દોડ્યો અને પોતાની પિગી બૅન્કમાંથી ૬૦૦ રૂપિયા લઈને આવ્યોઃ
‘ડૅડી, લો, આ ૬૦૦ રૂપિયા. પાછા આવો ત્યારે મારા માટે બે કલાક ફાળવી શકશો?'
દસ વર્ષના એ દીકરાનું નામ આનંદ હતું.
આ સપ્તાહે, ૨૦ માર્ચે, ઈન્ટરનૅશનલ હેપ્પિનેસ ડે છે. ૨૦૧૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘે હપ્પિટાલિઝમ નામના એક ઉપક્રમ અંતર્ગત આ દિવસને સુખ માટે સમર્પિત કર્યો હતો. હૅપ્પિટાલિઝમ એટલે માનસિક સુખ અને આર્થિક સુખનું મિશ્રણ, હૅપ્પી-કૅપિટાલિઝમ.
વિશ્વને બહેતર અને સુખી બનાવવાની દિશામાં કામ કરતા, અમેરિકાના ફ્લોરિડાસ્થિત બિન-સરકારી સંગઠન વર્લ્ડ હૅપ્લિનેસ ફાઉન્ડેશનના અધ્યક્ષ જાયમે ઈલેને આ હૅપ્પિટાલિઝમ શબ્દની રચના કરી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દર વર્ષે ૨૦ માર્ચના દિવસે વિભિન્ન થીમ પર વિશ્વમાં હૅપ્લિનેસ ડે મનાવે છે. આ વર્ષનો થીમ હૅપ્પિનેસ ટુગેધર છે–અન્ય લોકો સાથે લગાવનું અને કોઈ મોટી બાબતનો હિસ્સો બનવાનું સુખ. તમે જ્યારે તમારા સ્વાર્થના સંકુચિત દાયરામાંથી બહાર નીકળીને બીજા લોકોનાં સુખની ફિકર કરો છો ત્યારે એ તમારામાં સુખની ભાવનાને મજબૂત કરે છે.
હૅપ્પિટાલિઝમ એટલે જેમાં વ્યક્તિ ભાવનાત્મક અને આર્થિક બન્ને રીતે સમૃદ્ધ હોય. કૅપિટાલિઝમમાં આપણે માત્ર પૈસાને જ પરમેશ્વર માનીએ છીએ, પરંતુ વિકસિત દેશોનો અનુભવ કહે છે કે આર્થિક પ્રગતિથી માણસો બાહ્ય રીતે તો અમીર થાય છે, પરંતુ વૈચારિક, ભાવનાત્મક રીતે ગરીબ બને છે.
કૅપિટાલિઝમ એટલે આનંદ-માત્ર મારું સુખ. હૅપ્પિટાલિઝમ એટલે પરમાનંદ-બીજાનું સુખ.
કબીર દાસે આ મશહૂર દોહામાં અજાણતાં જ હૅપ્પિટાલિઝમની વ્યાખ્યા કરી છેઃ
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.