હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati|May 06, 2024
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
મહેશ શાહ
હું અમદાવાદની રિક્ષાવાળી...

વાત અમદાવાદની છે. ઉનાળાની બપોરે જાણે અગનલૂ વરસે છે. બસ-સ્ટૅન્ડ પર બસની રાહ જોઈને થાકેલા એક વડીલે દૂરથી ખાલી આવતી રિક્ષા જોઈ એને ઊભી રાખવા પોતાનો એક હાથ ઊંચો કર્યો. રિક્ષા પાસે આવીને ઊભી રહી. રિક્ષાચાલકને જોઈને વડીલ ચમક્યા અને મોઢું મચકોડશું. પછી ચાલક સામે જોઈને બોલ્યાઃ તારી રિક્ષામાં બેસવાનું જોખમ ના લેવાય. રિક્ષાચાલકે પ્રતિભાવ ના આપ્યો. બાદમાં એક યુવતી આવીને રિક્ષામાં બેઠી. વડીલ જોતા રહી ગયા.

આ રિક્ષાચાલકે હવે ટીકા, ટકોર કે ટોણા સાંભળી લેવાનું મન બનાવી લીધું છે, કારણ કે એને પોતાનું અને બે દીકરાનું જીવન બહેતર અને સુખી બનાવવું છે. ખુદનો જીવનપથ સંઘર્ષભર્યો રહ્યો. વધારામાં, રિક્ષાચાલક તરીકે એથીય વધુ સંઘર્ષ વેઠે છે એકલપંડે, કારણ કે એ રિક્ષાચાલક યુવતી છે. અમદાવાદમાં સેંકડો રિક્ષાચાલકો છે, એમાં હાલમાં સંભવતઃ આ એકમાત્ર લેડી રિક્ષાડ્રાઈવર હશે.

અમદાવાદના રિક્ષાચાલકો વિશે વર્ષોથી સમાજમાં અવનવી વાતો થતી રહે. વર્ષો પહેલાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ મા-બાપના એક ગીતના કેન્દ્રમાં પણ રિક્ષાચાલક. ફિલ્મમાં રિક્ષાવાળાની ભૂમિકા ભજવતા અસરાની પર ફિલ્માંકન થયેલા ગીતના શબ્દો હતાઃ હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવ્વાણું નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો...

આજે તમને ઓળખ કરાવીશું અમદાવાદની રિક્ષાવાળી સાથે... જી હા, લેડી રિક્ષાચાલક ઊર્મિલા ગોહિલ સાથે. ૩૩ વર્ષનાં ઊર્મિલાબહેન પોતાની કારકુનીથી રિક્ષાચાલક સુધીની સંઘર્ષપૂર્ણ સફર અંગે પ્રિયદર્શિનીને માંડીને વાત કરે છે.

મારો જન્મ અમદાવાદમાં. પિતા મિલકામદાર અને માતા ગૃહિણી. હું હાઈ સ્કૂલમાં ભણતી ત્યારે પરિવારને મદદરૂપ થવા કાપડ બનાવતી ફૅક્ટરીમાં કારકુન તરીકે નોકરી કરતી. ત્યાં અમારા સમાજનો કમલેશ ગોહિલ ટેલર તરીકે કામ કરે. એની સાથેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો.’

જો કે રૂઢિચુસ્ત પરિવાર બાર ધોરણ ભણેલી ઊર્મિલા સોલંકીને પાંચ ધોરણ ભણેલા કમલેશ ગોહિલ સાથે લવ મૅરેજની મંજૂરી આપે એમ નહોતો. સામે કમલેશનો પરિવાર પણ બહુ રાજી નહોતો એટલે બન્નેએ પોતાના પરિવારની નારાજગી વેઠીને વર્ષ ૨૦૦૬માં કોર્ટ મૅરેજ કર્યાં.

પછી ભાડાની ઓરડીમાં સ્નેહ-સંસાર શરૂ કર્યો. થોડા મહિના પછી બન્નેએ નોકરી બદલી. સમય જતાં બે પુત્ર જન્મ્યા, દિગ્ધાંત અને જેનિલ.

Bu hikaye Chitralekha Gujarati dergisinin May 06, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin May 06, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
Chitralekha Gujarati

લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...

સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?

time-read
3 dak  |
January 06, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.

time-read
1 min  |
January 06, 2025
સંતાન હોવાં જોઈએ કે નહીં?
Chitralekha Gujarati

સંતાન હોવાં જોઈએ કે નહીં?

દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.

time-read
2 dak  |
January 06, 2025
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...

time-read
2 dak  |
December 30, 2024
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
Chitralekha Gujarati

કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...

ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?

time-read
3 dak  |
December 30, 2024
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
Chitralekha Gujarati

બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!

મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.

time-read
3 dak  |
December 30, 2024
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
Chitralekha Gujarati

સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.

આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.

time-read
1 min  |
December 30, 2024
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
Chitralekha Gujarati

મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક

આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.

time-read
4 dak  |
December 30, 2024
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
Chitralekha Gujarati

શેતરંજની દુનિયાનો નવો સિતારો...

ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.

time-read
2 dak  |
December 30, 2024
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
Chitralekha Gujarati

સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...

પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.

time-read
2 dak  |
December 30, 2024