કારગિલ, સિયાચીન બેઝ કૅમ્પ, ઉરી, પૂંચ, રાજૌરી, કૂપવારા, નથુ લા – સિક્કિમ) સહિત ત્રીસ જેટલા સરહદી વિસ્તારોની એણે ચારેક વર્ષમાં મુલાકાત લીધી છે. ના, એ સેનાનો ઉચ્ચ અધિકારી, રાજકીય મહાનુભાવ કે સેલિબ્રિટી નથી... અને સૈનિક સુદ્ધાં નથી. છતાંય સરહદ પર ગૌરવભેર જઈને જવાનો સાથે મુલાકાત કરીને એણે પ્રેમભર્યો આવકાર મેળવ્યો છે.
એનું નામ છે અથર્વ તિવારી. દિલ્હીનો બાર વર્ષનો અથર્વ અતૂટ દેશપ્રેમ અને સૈનિકો પ્રત્યે અદમ્ય આદરભાવથી છલોછલ છે. સાથે સહનશીલતા, સાહસ, સજ્જતા અને સંકલ્પ જેવા ગુણો એની ઉંમરથી અધિક ચડિયાતા છે.
તબીબદંપતી ક્લિનિકલ ચાઈલ્ડ સાઈકોલૉજિસ્ટ ડૉ. નિશા અને ડેન્ટલ સર્જન ડૉ. મનીષ તિવારીના પુત્ર અથર્વને બાળવયથી સૈનિક બનવાની ઈચ્છા. એ રમકડાની ગનથી રમે. સાથે ગોદડાં, ઓશીકાનું બંકર બનાવી એમાં છુપાઈને સૈનિક બનીને ટૉય ગનથી ફાયરિંગની મોજ લે.
અત્યારે હજી કિશોરવયનો હોવાથી સૈનિક બનવાનો શોખ એ ભવિષ્યમાં કદાચ પૂરો કરી શકે, પરંતુ એનામાં ભારોભાર દેશપ્રેમ વિકસ્યો ઘરને બદલે હૉસ્પિટલના બિછાને. વર્ષ ૨૦૧૭માં પાંચ વર્ષનો અથર્વ માર્શલ આર્ટ ટેક્વાન્ડોમાં ફર્સ્ટ બેલ્ટ મેળવવા પ્રેક્ટિસ કરતો હતો. એ અરસામાં અચાનક ડાબા પગમાં દુખાવો થયો. છેક ઑર્થોપેડિક સર્જનની સારવાર લીધી, પણ પીડા યથાવત્. એમઆરઆઈમાં નિદાન થયું ઓસ્ટિયોસાર્કોમા તરીકે ઓળખાતું બોન (હાડકાનું) કૅન્સર.
એ દિવસોમાં અથર્વનાં મમ્મી ડૉ. નિશા ગર્ભવતી હતાં. એમાં દીકરાને આ ગંભીર રોગ આવ્યો. જો કે પછીના દિવસોમાં અથર્વની દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં બે સર્જરી અને બાયોપ્સી થઈ. એઈમ્સ હૉસ્પિટલમાં આઠેક મહિના કિમોથેરાપી પણ ખરી. એને દવા ચડાવવા હાથમાં ટ્યૂબ લગાવી હતી. એમાં દર પંદર દિવસે ટાંકા લે ત્યારે ખૂબ દુખાવો થતો. એ આખું વર્ષ અથર્વ હૉસ્પિટલમાં રહ્યો. એ વખતે ડૉ. નિશા નવજાત દીકરી અથીરા અને બીમાર અથર્વની સંભાળ લેતાં.
છેવટે અથર્વ કૅન્સરમાંથી મહામહેનતે સાજો થયો, પરંતુ પગનો દુખાવો મટતો નહોતો. વધુ ચકાસણીમાં ડૉક્ટરનો મત થયો કે અથર્વનો ડાબો પગ કાપવો પડશે! માતા-પિતાએ હા પાડ્યા વિના છૂટકો નહોતો. આખરે ફેબ્રુઆરી, ૨૦૧૮માં એનો ડાબો પગ કાપવો પડ્યો. એ માટેની રોટેશન પ્લાસ્ટિ સર્જરી ચાલી પૂરા તેર કલાક!
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.