મા આદ્યશક્તિ અંબાજીની ભક્તિનો અનોખો ઉત્સવ નવરાત્રિ ઠેર ઠેર ઉલ્લાસભેર ઊજવાય છે. જો કે એમાં ગરબાની રચના, રજૂઆત, સ્ટેજ સજાવટથી માંડીને ખેલૈયાના વેશ અને ગરબે રમવાની સ્ટાઈલમાં સમયાંતરે પરિવર્તન આવ્યાં છે. પાંચેક દાયકા પહેલાં ગામડાંમાં શેરી કે ચોકમાં તો અમદાવાદ જેવાં શહેરોમાં પોળ, સોસાયટીમાં જગતજનની મા અંબાજીના પારંપરિક કે શેરી ગરબા ગવાતા. એ ગવડાવનારા ભગત તરીકે ઓળખાતા.
શહેરોમાં ખેલૈયાની સંખ્યા વધવાથી શેરી ગરબો પાર્ટી પ્લૉટ, ફાર્મ હાઉસ અને ક્યાંક ઍરકન્ડિશન્ડ હૉલ સુધી પહોંચ્યો. પછી રજૂઆતનું સ્વરૂપ પણ બદલાયું. આકર્ષક સ્ટેજ પર રંગબેરંગી લાઈટોની ઝાકમઝોળ હોય, અદ્યતન સંગીતવાદ્યો અને સાઉન્ડ સિસ્ટમ સંગે ગાયક ગરબા રજૂ કરે. એમાં પારંપરિક અને ગુજરાતી ફિલ્મનાં લોકપ્રિય ગરબા કે ગીત ઉપરાંત મૌલિક ગરબા રજૂ થાય. સાથે ગરબી, દાંડિયારાસ, હીંચ, હૂડો, ટિપ્પણી, વગેરે ગવાય. બાદમાં હિંદી ફિલ્મનાં ડિસ્કો ગીતના ઢાળમાં ડિસ્કો ગરબા અને પછી આવ્યો સનેડો.
ખેલૈયા પણ ભરતકામ અને આભલાં મઢેલાં ભપકાદાર ગામઠી વસ્ત્રો પહેરીને અવનવી સ્ટાઈલથી ગરબા રમતા-ઘૂમતા દેખાય. સાતેક વર્ષથી નવરાત્રિમાં ડાકલાંનું ઉમેરણ થયું છે. એ લોકપ્રિય પણ થયાં.
સમજી લો કે ડાકલાં એ ગરબા કે ભક્તિગીતનો કોઈ પ્રકાર નથી, પરંતુ ડાક કે ડાકલાં નામના દેશી ચર્મવાદ્યના તાલે ગવાતું દેવી ઉપાસનાનું ગાન છે. હવે ગુજરાતથી માંડીને મુંબઈ અને વિદેશમાં પણ નવરાત્રિમાં ઘણા ગાયક એક-બે ડાકલાંગીત રજૂ કરે છે. તો ઘણી વાર ખેલૈયા સુદ્ધાં ડાકલાંની ફરમાઈશ કરે. ગરબા સ્ટેજ શોમાં વાઘકાર સનેડા કે ડાકલાંની ચૂન વગાડે. બીજી પળે ખેલૈયાની રમવાની સ્ટાઈલ બદલાય. એમાંય ડાકલાં વખતે તો અમુક ખેલૈયા ભૂવાની જેમ ધૂણવા માંડે.
પહેલાં મેળવીએ ડાકલાંની ઓળખ. ડાક કે ડાકલું પૃથ્વી પરનું આદ્યવાદ્ય ગણાય છે. ચામડાંમાંથી બનેલું ડાક અને ડમરું જુદાં વાઘ છે. ડમરું ભગવાન શિવનું પ્રિય વાદ્ય છે. ડાકલાને અમુક લોકો બગલબચ્ચું પણ કહે છે. ગુજરાતી ભાષાના સમૃદ્ધ શબ્દકોશ ભગવદ્ગોમંડળ મુજબ ડાક એટલે એક જાતનું ચામડાનું વાજું, ડુગડુગિયું કે ડાકલું. જ્યારે ગુજરાતી લેક્સિકોન મુજબ ડાકલું એટલે અમુક દેવ-દેવીઓને પ્રસન્ન કરવા ભૂવા ધૂણતા હોય ત્યારે વગાડાતું નાનું વાઘ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 14, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 14, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.