![લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની... લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1729225831/articles/2eIY_VHOk1729950106767/1729950821030.jpg)
આ વાત ફક્ત પ્રેમની નથી, પ્રેમ પછીનાં સમર્પણ અને સંઘર્ષની છે. આ વાત એક સ્ત્રીએ લીધેલા કપરા નિર્ણયની અને સ્વમાનની છે.
આ વાત આશરે દોઢ દાયકા પહેલાંની છે, પરંતુ હમણાં બહાર આવી રહી છે... અને એનું કારણ પણ છે આ સ્ત્રીની હિમ્મત.
એ સ્ત્રીનું નામ લતા કારિયા. વ્યવસાયે એ એક એડવોકેટ પછી કાયદાશાસ્ત્રમાં જ માસ્ટર્સ અને પીએચ.ડી.ની ઉપાધિ પણ મેળવી અને થોડાં વર્ષ અગાઉ જૂનાગઢની લૉ કૉલેજનાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયાં છે. અત્યારે એમના ચહેરા પર સંઘર્ષની સફળતાનો આનંદ છે. જો કે એમની સાથે વાત કરો તો આનંદ પામવા પાછળ એમણે વેઠેલી વેદનાનો અણસાર આવ્યા વગર રહે નહીં. વેદના પતિને ગુમાવવાની, વેદના બે સંતાન જન્મે એ પહેલાં એમને ખોઈ બેસવાની, વેદના ચારિત્ર્ય હનનની...
બે દિલના ઉત્કૃષ્ટ પ્રેમથી વાતનો આરંભ થાય છે. જો કે લગ્નના થોડા જ સમયમાં એ જોડીદારી ખંડિત થાય છે. યુવાન પતિની હત્યા પછી પત્ની કૃત્રિમ ગર્ભાધાન પદ્ધતિથી પતિનું બાળક તો મેળવે છે, પણ પતિના ખૂનના આરોપીઓને સજા કરાવવા એણે લાંબી કાનૂની લડત લડવી પડે છે અને એ દરમિયાન એક સ્ત્રીને હંફાવવા પુરુષજાત કેટલી નીચે ઊતરે છે એનું એક વરવું પ્રકરણ પણ એની વાતમાં ઉમેરાય છે.
વાત માંડીને કરીએ...
જૂનાગઢની યુવતી લતા કારિયા તાજી-તાજી વકીલ બની આ નગરના જાણીતા ધારાશાસ્ત્રી દિવ્યકાંત નાણાવટીના માર્ગદર્શન હેઠળ વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરે છે. અમરેલી જિલ્લાના ધારીનો વતની એવો ત્વરિત જોષીપુરા નામનો યુવાન પણ દિવ્યકાંત નાણાવટીની ઑફિસમાં જુનિયરશિપ માટે જોડાય છે. લતા બી.એસસી. અને એલએલબી સુધી ભણ્યા પછી કાયદાશાસ્ત્રમાં જ માસ્ટર્સ અને પીએચ.ડી. પણ કરે છે. દિવ્યકાંતભાઈ નાણાવટીની ઑફિસમાં કામ કરતી વખતે એક કેસ સંદર્ભે એણે સાથી ઍડ્વોકેટ ત્વરિત સાથે દીવ જવાનું થાય છે. પરિચય દોસ્તીમાં પરિણમે છે, લતા અને ત્વરિત સારાં મિત્રો બની જાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin October 28, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![ભાંગી મારી જન્મોજનમની ખામી ભાંગી મારી જન્મોજનમની ખામી](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/GdWaHDa9r1739796157301/1739796409908.jpg)
ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/4hsh5Ho4F1739796450419/1739796725280.jpg)
જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.