સાત અબજ ડૉલરની સંપત્તિના માલિક એવા ૯૪ વર્ષના અમેરિકન યહૂદી બિઝનેસમૅન જ્યોર્જ સોરોસનું નામ ભારતમાં બહુ ગાજ્યું છે. સોરોસે કરોળિયાના જાળાની જેમ ફેલાવેલાં કહેવાતાં સેવાભાવી સંગઠનો (એનજીઓ) કે અન્ય સંસ્થા મોદી સરકારને બદનામ કરવા, સરકાર ઊથલાવી પાડવા જાત-ભાતનાં કાવતરાં કરે છે એવી વાત છેલ્લા કેટલાક સમયથી ઊડે છે.
આ ધનકુબેરે ચાર વર્ષ પહેલાં સ્વિત્ઝરલૅન્ડના દાવોસમાં ભરાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો ખુલ્લેઆમ આક્ષેપ મૂક્યો હતો. કશ્મીરનો ઉલ્લેખ એણે અર્ધ સ્વાયત્ત મુસ્લિમ રાજ્ય તરીકે કર્યો હતો અને નાગરિકતા સુધારણા ધારા (સીએએ) તથા નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ના કાનૂનથી ભારતના મુસ્લિમોની નાગરિકતા છીનવી લેવાશે એવો ભય પણ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, ભારત તથા અમેરિકા સહિતના દેશોની રાષ્ટ્રવાદી સરકારોને ઊથલાવી પાડવા બે અબજ ડૉલરનું બજેટ ફાળવવાની જાહેરાત પણ એણે કરી હતી.
હમણાં સંસદમાં ભાજપના નિશિકાંત દુબે તથા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ અને પછી પત્રકાર પરિષદમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ભારત સરકારને ગબડાવવાના જ્યોર્જ સોરોસ તથા ઓપન સોસાયટી ફાઉન્ડેશન તથા ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) જેવી એની સંસ્થાઓનાં કાવતરાંમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ત્રિકોણનો ત્રીજો ખૂણો હોવાનો આક્ષેપ કરીને સનસનાટી મચાવી. પુરાવા તરીકે એમણે પાછલાં વર્ષોનો ઘટનાક્રમ પણ દર્શાવ્યો, જેમાં સંસદીય સત્ર શરૂ થવાનું હોય એ પહેલાં જ પેગાસસથી લઈને હિન્ડનબર્ગ સુધીના રિપોર્ટ રજૂ કરીને સત્રને ખોરવી નાખવાનું કાવતરું થયું હોય.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 23, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 23, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.