સ્ટીવની સ્ટોરી...
એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ એક દિવસ જમવા માટે કાફેટેરિયામાં ગયા હતા. આ એ સમય હતો, જ્યારે એમને ઍપલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને એમણે નેક્સ્ટ કમ્પ્યુટર્સનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. એમના બે ઈજનેરો પણ ત્યાં ખાતા હતા.
સ્ટીવ એમની ડિશ બનાવતા હતા અને અચાનક બે ઈજનેરો તરફ વળ્યા અને એમને પૂછ્યું: ‘દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે?' એક ઈજનેરે દક્ષિણ આફ્રિકામાં ઘણો સમય પસાર કર્યો હતો એટલે એણે કહ્યુંઃ ‘સ્ટીવ, મને લાગે છે કે સૌથી શક્તિશાળી વ્યક્તિ નેલ્સન મંડેલા છે.’
સ્ટીવ જવાબથી પ્રભાવિત ન થયા. એમણે પોતાની સામાન્ય શૈલીમાં જવાબ આપ્યોઃ ‘ના, એવું નથી. દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ વાર્તાકાર છે. આનું કારણ એ છે કે વાર્તાઓ પ્રભાવિત કરી શકે છે, વાર્તાઓ પ્રેરણા આપી શકે છે, વાર્તાઓ દુનિયામાં પરિવર્તન લાવી શકે છે. ડિઝની વાર્તા કહેવાના વ્યવસાયમાં છે. હું આ ઍપલની માથાકૂટથી કંટાળી ગયો છું. હું ડિઝનીનો માલિક બનવા માગું છું.’
બધાને ખબર છે એમ, સ્ટીવ જોબ્સે પછી પિક્સાર એનિમેશન શરૂ કર્યું, જેણે ટૉય સ્ટોરી ફિલ્મ રજૂ કરી હતી. એ એટલી લોકપ્રિય બની હતી કે આખરે ડિઝનીએ પિક્સાર ખરીદી લીધી અને સ્ટીવ અંતતઃ વાર્તા કહેવાના વ્યવસાયમાં આવ્યા.
***
ફલાણું પુસ્તક વાંચવાથી મારું જીવન બદલાઈ ગયું... એવું તમે પોતે બોલ્યા હશો અથવા કોઈના મોઢે સાંભળ્યું હશે. એનો અર્થ વૈચારિક પ્રક્રિયા બદલવા સાથે છે. જેમ વ્યાયામ કરવાથી શરીરના સ્નાયુઓની ચુસ્તતા વધે અને લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય છે એવી રીતે નિયમિત વાંચતાં રહેવાથી મગજની ક્ષમતાનો વિકાસ થતો રહે છે. વાંચવાથી માત્ર આનંદ આવે કે નવી જાણકારી મળે છે એટલું જ નહીં, મગજની પૂરી પ્રક્રિયા બદલાઈ જાય છે, જેમ કે વાંચવાથી મગજના (ભાષા સાથે સંલગ્ન) ડાબા ટેમ્પોરલ કોર્ટેક્સમાં નર્વ કનેક્શન્સ વધુ ચુસ્ત થાય છે. વાંચવાથી પરાનુભૂતિ વધે છે. વાચક પુસ્તકનાં પાત્રો, વિચારો, લાગણીઓ, ઘટનાઓને જીવે એને પોતાનો અનુભવ બનાવે છે અને બીજાની દૃષ્ટિએ વિચારતો, મહેસૂસ કરતો થાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 30, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 30, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.