CATEGORIES
فئات
જસ્ટ, એક મિનિટ...
જે વસ્તુનું આપણે મન વધારે મૂલય હોય છે એની આપણે ખૂબદરકાર કરીએ જ છીએ.
અનાજસંગ્રહ યોજનાઃ જો જો, ક્યાંય ગેરરીતિનો પાક ન ઊતરે!
કૃષિપેદાશોનાં ઉત્પાદનમાં આપણે ઘણે અંશે સ્વાવલંબી બન્યા, પરંતુ એ સાચવવાની વ્યવસ્થા ઊભી કરવાનું ભૂલી ગયા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે એ માટે મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી છે. એની સફળતાને ભ્રષ્ટાચારનાં જીવડાં ફોલી તો નહીં ખાય ને?
ઑક્સિજનની આ ફૅક્ટરીને કાપો નહીં...
ઝાડ છે તો આપણો જાન છે. બચ્ચુંબચ્ચું જાણે છે કે વૃક્ષ વાતાવરણમાંથી કાર્બન શોષે છે અને પ્રાણવાયુ છોડી હવાને આપણા માટે શ્વાસ લેવાલાયક બનાવે છે... અને હવે તો ઝાડ સામે કાર્બન ક્રેડિટ રળી નગદ નાણાં કમાવાનું ચલણ પણ વધી રહ્યું છે.
કશ્મીરની નવી ઓળખ બને છે ચિનાબ બ્રિજ...
સચીન તેન્ડુલકર જમ્મુ-કશ્મીરના રસ્તા પર સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમ્યો એ ન્યૂઝની સાથે એવા સમાચાર પણ આવ્યા કે દુનિયા પરના આ સ્વર્ગને દેશના અન્ય હિસ્સા સાથે જોડવા માટેના રેલમાર્ગ પર એક તોતિંગ સેતુ અને એક લાંબા બોગદાને ખુલ્લું મૂકવામાં આવ્યું. ઈજનેરી કૌશલ્યની અજાયબી ગણાતા આ પ્રોજેક્ટને નજીકથી જાણીએ.
તમને શેનું પ્રેશર છે?
પ્રેશર કૂકર જેવો છે જન્મારો નેએમાં પાછાં અરમાનોનાં આંધણ છે
જસ્ટ, એક મિનિટ.
ઈચ્છા વિરુદ્ધ કોઈ પાસે કામ કરાવવું કેટલું મુશ્કેલ હોય છે એનું આબેહૂબ વર્ણન જોવા મળે છે.
તેજીની સાથે સાથે છેતરપિંડીની પ્રવૃત્તિ વધતી રહેશે...
સોશિયલ મિડિયાના માધ્યમથી ફિનઈન્ફ્લુઅન્સર્સ શિક્ષણ અને તાલીમના નામે શૅરોના ભાવોમાં મૅનિપ્યુલેશનની કેવી રમત ચલાવે છે એની પોલ ખૂલ્યા બાદ હવે ગેસ્ટ એક્સ્પર્ટ તરીકે સ્ટૉક્સ ખરીદીની સલાહ-ભલામણ આપીને રોકાણકારોને મૂર્ખ બનાવી પોતાની કમાણીનો ધંધો ચલાવતા લેભાગુઓનો પર્દાફાશ થયો છે.
વેલ ડન મોદીભાઈ, વેલ ડન ટીમ ઈન્ડિયા...
ઈઝરાયલ વતી જાસૂસી કરવાના ગંભીર આરોપસર કતારમાં જેમને ફાંસી ઘોષિત થઈ હતી એવા ભારતીય નૌકાદળના આઠ નિવૃત્ત અધિકારીઓની સજા રદ કરાવી હેમખેમ પાછા લઈ આવવા પાછળ ભારતની મુત્સદ્દીગીરી કામ કરી ગઈ.
વાહનોની ભુલભુલામણીમાં તમારી કાર કે બાઈક ખોવાઈ જાય ત્યારે..
WhatsAppમાં ઉમેરાયેલું સ્ક્રીન શૅરિંગનું આ નવું ફીચર આજકાલ ખૂબ જ જાણીતું થયું છે.
તેજીની સાથે સાથે છેતરપિંડીની પ્રવૃત્તિ વધતી રહેશે...
સોશિયલ મિડિયાના માધ્યમથી ફિનઈન્ફ્લુઅન્સર્સ શિક્ષણ અને તાલીમના નામે શૅરોના ભાવોમાં મૅનિપ્યુલેશનની કેવી રમત ચલાવે છે એની પોલ ખૂલ્યા બાદ હવે ગેસ્ટ એક્સ્પર્ટ તરીકે સ્ટૉક્સ ખરીદીની સલાહ-ભલામણ આપીને રોકાણકારોને મૂર્ખ બનાવી પોતાની કમાણીનો ધંધો ચલાવતા લેભાગુઓનો પર્દાફાશ થયો છે.
નિઃસંતાન રહેવું એ કોઈ સમસ્યાનો ઈલાજ નથી!
સંસારનું ચક્ર ચાલતું રાખવા બાળક પેદા કરવાં જોઈએ, પણ સ્ત્રી એ માટે તૈયાર ન હોય તો?
મહિનાના માત્ર ચાર-પાંચ દિવસ જ કોરા થાય છે!
વધુ રક્તસ્રાવનો એકમાત્ર ઉપાય ગર્ભાશય કઢાવી નાખવાનો નથી જ નથી...
એ સમજે છે મૂક-બધિર બાળકોની મૌન વ્યથા
દિવ્યાંગોના શિક્ષક તરીકે માત્ર ક્લાસરૂમ જ નહીં, પરંતુ એ બાળકોના વાલીઓ અને એમના પરિવાર સુધી આ વિશિષ્ટ શિક્ષિકાની હૂંફ અને સંવેદના પહોંચી છે.
પરીક્ષા આવી રહી છે... બાળકની... વધુ તો મા-બાપની
હવે પછીના બે-અઢી મહિના ભારે ન બને એ માટે જરૂરી છે સંતાનો પર બિનજરૂરી ભાર ન મૂકવાનું.
રશિયા-યુક્રેન યુદ્ધના બે વર્ષ ઝઘડો બે રાષ્ટ્રનો, પરાજય બે પ્રજાનો...
કોઈ પણ વૉરમાં વિજેતાનો પણ છેવટે તો પરાજય જ થતો હોય છે, કારણ કે અમુક પ્રદેશ કબજે કરવાની કિંમત એણે હજારો સૈનિકોના જીવ તથા અબજોનાં આંધણથી ચૂકવવી પડે છે. બે વર્ષથી ચાલતા રશિયા-યુક્રેનના વર્તમાન યુદ્ધમાં એવી સ્ટેલમેટ અર્થાત્ મડાગાંઠ સર્જાઈ છે, જે લાંબા સમય સુધી ઉકેલાવાની શક્યતા નથી. બીજી વરસી પર જાણીએ કિસને ક્યા ખોયા?
કૅમેરા સામે થતા કાતિલ કાંડની ભીતરમાં..
પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, પછી ફ્રેન્ડશિપને ફેસબુક-લાઈવ કરી હત્યા કરીઃ મુંબઈમાં એક ‘સમાજસેવક’ મોરિસ નોરોન્હાએ ભૂતપૂર્વ નગરસેવક અભિષેક વિનોદ ઘોસાળકરની લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન હત્યા કરી ને પછી આત્મહત્યા કરી. શું ખરેખર આમ જ બન્યું હશે? સીસીટીવી કૅમેરા તો આમ જ કહે છે.
અંબાજી અને સોમનાથની જેમ...હવે બહુચરાજી મંદિરની પણ થશે કાયાપલટ
‘રિલિજિયસ ટૂરિઝમ’ને વિકસાવવાના ભાગ રૂપે શક્તિપીઠ-પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે ૫૫૦ કરોડના ખર્ચે એના નવનિર્માણની યોજના બનાવી છે.
ચૂંટણી લોકસભાનું કલેવર બદલી શકશે?
પ્રજાનો આદર્શ પ્રતિનિધિ કેવો હોવો જોઈએ એ વિશે મતદાર તરીકે આપણાં ધારાધોરણ જળવાયાં નથી ત્યારે સુધારાની અપેક્ષા રાખવી એ જ મોટી ભૂલ છે.
પાત્ર, પરિસ્થિતિ અને પ્રેમ
આ પ્રેમનો વિષય મને કંઠસ્થ છે, મગર બે–ચાર શબ્દ બોલતાં હાંફી જવાય છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી ઘટનામાંથી મળતું લાઈફ લેસન એ કે તમારી પાસેની કોઈ આવડતનો ઉપયોગ લાંબા સમય સુધી ન કરો તો એ આવડત ક્ષીણ થતી જાય
પેટીએમ કરો... કે ન કરો?
‘પેટીએમ’ની બૅન્ક પર રિઝર્વ બૅન્કે લાદેલાં આકરાં નિયંત્રણ બાદ સ્થાપક ચૅરમૅન-મૅનેજિંગ ડિરેક્ટર-સીઈઓ વિજય શેખર શર્મા આ કટોકટી નિવારવા અથાગ પ્રયાસ કરી રહ્યા છે. સવાલ એ છે એવું તે શું બન્યું કે એમની સામે આવાં કડક પગલાં લેવાં પડ્યાં? ગ્રાહકોને શું અને કેવીક અસર પડશે? અન્ય વિકલ્પ શું છે?
હસ્તલેખનઃ કૌશલ જ નહીં, કસરત પણ!
આજના ડિજિટલ યુગમાં અનેક જૂની બાબતની જેમ હાથથી લખવાનો મહાવરો ઘટવા લાગ્યો છે, પણ મનોવિજ્ઞાનીઓ સૂચવી રહ્યા છે કે ટાઈપિંગને બદલે હાથે લખાતા શબ્દો મગજને વધુ ઉપકારક છે.
શું બજેટમાં મધ્યમ વર્ગ માટે કંઈ જ નથી?
બજેટથી મિડલ ક્લાસમાં નારાજગી હોવાની ટિપ્પણી કરતાં પહેલાં મધ્યમ વર્ગના પ્રકાર અને એને પરોક્ષ રીતે મળતી તકને સમજવાનો પ્રયાસ થવો જોઈએ.
મુખવાસ
રામને લાવનારા કૃષ્ણ
ફોતરા
એ લોકોનું માનીએ તો રાઠોડસાહેબ એટલે મીઠું ઝેર. ક્યારેય ગુસ્સે ન થાય, ક્યારેય સામે ન બોલે, ક્યારેય કોઈ કામની ના ન પાડે તોય કામ એમનાં જ કરે, જેમાંથી એમને કંઈ મળતું હોય. કોઈ એમના મોઢે કશું ન કહે. આ તો પાછળ થતી વાત... સાંભળનારને ગમે એવી વાત.
તમને વિકૃતિનો ભાગ બનવું ન ગમતું હોય તો...
આવા વિડિયો ઉતારીને-સેલ્ફી લઈને ફૉરવર્ડ કરવાની લાલચ ટાળો અને માણસાઈ દેખાડો.
ઈનડોર પ્લાન્ટનો તો રુઆબ જ નોખો, હોં...
બાલ્કનીની ગેરહાજરી કે અપૂરતો તડકો જેવી મર્યાદા સાથે પણ ઘરમાં હરિયાળી જોઈતી હોય તો શો પ્લાન્ટનો બગીચો બનાવી દો.
પ્રેમનો જન્મ ક્યાં? દિલ કે દિમાગ?
મગજ અને હૃદય વચ્ચેના દ્વંદ્વયુદ્ધ પાછળનાં સમીકરણ સમજો અને તર્કબદ્ધ રીતે વિચારો
કૉલેજના પ્રોજેક્ટથી મળી કારકિર્દીની દિશા
લગ્નપ્રસંગની આમંત્રણપત્રિકા હવે મોટે ભાગે વ્હૉટ્સઍપ મેસેજના રૂપમાં જ મળતી હોય એવા દિવસોમાં પણ મર્યાદિત સંખ્યામાં કંકોતરી છપાવવાનું ચલણ જળવાઈ રહ્યું છે. આવી કુમકુમ પત્રિકામાં લાગણીની મીઠાશ ઉમેરવાનું કામ પણ હજી થઈ રહ્યું છે.
ખેલો, ખિલાઓ ઔર મોજ કરો...,
બુદ્ધિને પડકાર, મનને ઉત્તેજના તથા હૃદયને આનંદ આપતી નોખી-અનોખી પઝલ્સ નાનપણમાં બધા રમ્યા હશે. આજના ગેજેટ યુગમાં આવી પઝલ્સનું ચલણ ઓછું થઈ રહ્યું છે ત્યારે મળીએ એવા મનુષ્યને જેમણે દુનિયાભરની અલભ્ય પઝલ્સ એકઠી કરવામાં ચાર દાયકા ગાળ્યા છે.