CATEGORIES
فئات
અહીં રોજ થાય છે ગાંધી-સરદારની પૂજા!
ગામના રામજી મંદિરમાં બાપુ-વલ્લભભાઈને પ્રસાદ ચઢે અને આરતી પણ ઊતરે.
આવજો, આશિષ..
મોબાઈલ સ્ક્રીન પરનો એ મેસેજ વાંચી રઘુ સ્તબ્ધ છે: બે નવેમ્બરે જાણીતા એક્ટર-ડિરેક્ટર-વૉઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું કોલકાતામાં નિધન. ઉફ્ફ.. આશિષભાઈને તું-તાથી બોલાવી શકું એટલો કરીબ નહોતો રધુ, આમ છતાં બેટર હાફ (૨૦૧૦)થી બંધાયેલી મૈત્રી છેક સુધી અતૂટ રહેલી.
એમના ચહેરા પર ખુશી જોવી છે?
સમાજસેવાનાં અનેક રૂપ હોય છે. કેટલાક લોકો એવા પણ બહુ ગાઈ-વગાડીને કરે તો અમુક લોકો ઝાઝી ગાજવીજ વગર. દરેક સમાજ વચ્ચે આવા લોકો કે સંસ્થા કામ કરતાં જ રહે છે. સુરતમાં યુવાનોનું આવું એક ગ્રુપ છે. નામ: સર્વિગ સ્માઈલ ગ્રુપનું કામ શું? લોકોના, ખાસ તો ગરીબોના ચહેરા પર ખુશી લાવવી.
દિમાગના દરવાજા ખોલો...
ઉદારમતવાદના આ જમાનામાં માનસિક સંકુચિતતાની ચાદર ઓઢીને બેસેલા કેટલાક લોકો એટલા જક્કી અને ઝનૂની બની રહ્યા છે કે એમને પોતાના વિચારથી થોડી પણ ભિન્ન પ્રકારની વાત સાંભળવી નથી. પોતાનો કક્કો સાચો ઠેરવવા કોઈ પણ હદે જવા તૈયાર આવા લોકોને સાચી દિશા સૂચવવાવાળું કોઈ છે?
કોડિંગ કરોડો કમાવી શકે આ કરામત...
બાળકોને કોડિંગ-પ્રોગ્રામિંગ શીખવવાનો ખૂબ પ્રચાર થઈ રહ્યો છે ત્યારે એ વહેણમાં તણાતાં પહેલાં વાલીઓએ ટ્રેનિંગ કંપનીઓનાં સારાં-નરસાં પાસાં વિશે સજાગ થઈ જવું જરૂરી છે. કેટલીક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ બાળકોને લાખોની કમાણીનાં આંબા-આમલી દેખાડે છે. જો કે આવડત-લાયકાતના જોરે કોડિંગ શીખી જનારા વિદ્યાર્થી માટે ઉજ્જવળ કરિયરનાં દ્વાર ખૂલી જાય છે એ પણ હકીકત છે.
રાજસ્થાનનું વન્યજીવન નવી કથા, નવો રોમાંચ!
વન્યજીવનનો વિષય નીકળે ત્યારે રાજસ્થાનની તોલે ભાગ્યે જ બીજું કોઈ રાજ્ય આવે. ૩, ૪૩,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું રાજસ્થાન બે મહત્ત્વની ભૌગોલિક વિશેષતા ધરાવે છે. એક, ઈશાનથી વાયવ્ય સુધી ફેલાયેલી દુનિયાની સૌથી જૂની વળવળાંકવાળી પર્વતમાળા અરવલ્લી અને બીજી, રાજ્યની પશ્ચિમે આવેલું થરનું અફાટ રણ. આ બન્ને ભૌગોલિક પાસાંએ અહીંના લોકોનાં જીવન પર તો અસર કરી જ છે સાથે સાથે એવો ભૂભાગ સર્યો છે, જે અભુત જીવસૃષ્ટિ તથા પક્ષીસૃષ્ટિને પોષે છે. અહીં વન્યજીવન જોવા-માણવા આવતા સહેલાણીઓ પાસે અનેક વિકલ્પ છે, કેમ કે અહીંનાં ચાર નૅશનલ પાર્ક્સ અને પચ્ચીસ અભયારણ્ય જીવસૃષ્ટિ જોવાના અભુત અવસર પૂરા પાડે છે. અહીં દુર્લભ અને નિકંદનના આરે આવી ગયાં હોય એવાં પ્રાણી એમના કુદરતી આવાસમાં જોવા મળે છે. અહીંનાં આર્દ્ર ભૂમિવાળાં જંગલોની હરિયાળી, સૂકુંભટ રણ, ઝાડીઝાંખરાંથી ભરેલા વનવગડા અને ખડકાળ પહાડો વચ્ચે આવેલી ઊંડી ખીણો મનોહર દશ્યો ઊભાં કરે છે. એ ઉપરાંત, અહીંના રાજાએ સર્જેલાં વેટલેન્ડ્સ પણ અદ્ભુત છે, જે હવે રામસર સાઈટ તરીકે ઓળખાય છે અને યુનેસ્કોએ એને વર્લ્ડ નૅચરલ હેરિટેજ સાઈટ ઘોષિત કર્યા છે.
સ્થાપત્યને સજીવન કરવાનું સપનું...
સાંસ્કૃતિક વારસા સમા ઈતિહાસની આપણે ત્યાં કેમ સરખી જાળવણી થતી નથી એ સવાલ એને નાનપણથી થતો. એ જ વિષયનો અભ્યાસ કરી ભાવનગરના રાજપરિવારનાં બ્રિજેશ્વરીકુમારી ગોહિલે એમના શહેરની મહામૂલી વિરાસતને સાચવવાનું ભગીરથ કાર્ય હાથમાં લીધું છે.
ચાલો, બનાવીને પાણીદાર રંગોળી
ફુરસદના સમયે તાજો થયો નાનપણનો શોખ અને સુરતનાં આ સન્નારીએ લૅબ ટેક્નિશિયનનું કામ પડતું મૂકી હાથમાં લીધા રંગ. દિવાળીને આવકારવા આપણે પણ જઈએ રંગ અને રંગોળીની દુનિયામાં.
સાહેબની નગરચર્યા
ભાઈસાહબ, મેરા ફોન નહી મિલ રહા હૈ. કપ્લેન લિખવાને આયા હું..
દારૂ આ રીતે પણ નડે છે!
ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે સરકાર કડક પગલાં લે છે, પણ રાજ્યમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે, જ્યાં દારૂ મળતો ન હોય.
નાની ચૂક મોટો બગાડ કરે
નાનીસરખી ભૂલ પણ ક્યારેક મોટી આફત સજે. કમલાએ ચિતનને જન્મ આપ્યો ત્યારથી એ ખૂબ ખુશ હતી.
અન્નપૂર્ણા યોજનાની અવદશા
સરકાર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કામ કરતા, ખાસ તો બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પોષણયુક્ત ખોરાક વાજબી ભાવે મળી રહે એ માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ખાણી-પીણીની કૅબિનો મૂકવામાં આવી છે, પરંતુ આવી ઘણી કૅબિન અત્યારે બંધ છે. અમદાવાદની એક કૅબિન પાસેની જગ્યાને તો અત્યારે પંકચર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
બાદબાકીથી સરવાળા તરફ...
જિંદગીમાં ક્યાંકથી તાળો મળ્યો બાદબાકીમાં જ સરવાળો મળ્યો.
યુવાશક્તિથી સર્જાયેલી નોખા વિષયની ફિલ્મ...
લૉકડાઉન બાદ થિયેટરમાં રિલીઝ થનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' વિષયવસ્તુ તથા માવજતથી લઈને ઘણી રીતે અનોખી છે.
અમારી કામગીરી વધુ સઘન બની છે...કેશવકુમાર (‘એસીબી' ગુજરાતના ડિરેક્ટર)
ગુજરાત કેડરના સિનિયર આઈપીએસ અધિકારી કેશવકુમારે દિલ્હી સીબીઆઈમાં સાતેક વર્ષ જોઈન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી અનેક મહત્ત્વના કેસ ઉકેલ્યા. ચાર વર્ષથી ગુજરાતના એન્ટિ-કરપ્શન બ્યૂરોના ડિરેક્ટર છે. એમણે સીબીઆઈનો દીર્ઘ અનુભવ કામે લગાડીને લાંચ કેસની તપાસમાં ફોરેન્સિક સાયન્સનો ઉપયોગ વધાર્યો છે.
લાંચનો પણ વિકાસ થયો?
સરકારી કાર્યાલયોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ કેમ વધી રહ્યું છે?
ગિલગિટ-બાલ્ટિસ્તાનઃ હોદ્દો બદલાયો, પણ હાલત બદલાશે?
રાજકીય મોરચે ચારેકોરથી ઘેરાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ગણતરીપૂર્વકનું જોખમ લીધું છે. ઉત્તર કશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને એમણે હવે વિધિવત્ રીતે પાકિસ્તાનના પ્રાંત તરીકે ઘોષિત કરી દીધો છે.
લક્ષ્ય ટકશે કે લટકશે?
અર્થતંત્રને ઊંચે લઈ જવાનો પડકાર મોટો છે, પણ ધરખમ આર્થિક સુધારા દ્વારા ભારત એ દિશામાં આગળ વધી શકે ખરું.
ખેડૂતપુત્ર, પત્રકાર અને હવે... ડૉક્ટર!
વર્ષ ૨૦૧૪થી ચિત્રલેખા સાથે સંકળાયેલા રાજકોટસ્થિત પત્રકાર જિતેન્દ્ર રાદડિયા હવે ડોક્ટર જિતેન્દ્ર બની ગયા છે.
ચંદ્ર થયો પાણી પાણી...
કવિ કાન્ત લખી ગયા છે કે “જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે...” હવે દુનિયાભરના વિજ્ઞાનીઓ કહી રહ્યા છે કે ‘ચંદ્ર પર ઉદય જોઈને જલનો હૃદયમાં હર્ષ જામે.” જી હા, ચાંદા પર જ્યાં પાણી હોવાની ઓછી સંભાવના હતી એવા પ્રકાશમય વિસ્તારમાં બરફ રૂપી પ્રવાહીની ઉપસ્થિતિ જોવામાં આવી હોવાથી ભવિષ્યનાં ચંદ્રખેડાણોના વ્યાપ વધી ગયા છે. સાથે જ ચંદ્રની રિયલ એસ્ટેટમાં પણ લાલચોળ તેજી આવી છે!
એ હાલો, સી-પ્લેન જોવા...
પાણીમાં સરકીને ટેક ઑફ લેતાં અને પાણીમાં જ ઊતરતાં નાનાં વિમાનમાં સફરનો લહાવો દેશમાં સૌપ્રથમ ગુજરાતને મળી રહ્યો છે ત્યારે જાણીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ વિશે.
આવી નોબત આવે એ પહેલાં...
‘કશ્મીરિયત'ના નામે ફારુક અબદુલ્લા અને મેહબૂબા મુફ્તી સહિતના નેતા ભેગાં થયાં છે, પણ એમના એક થવાનું ખરું કારણ શું?
આ ખેલ પ્રતિભા વિશ્વમાં વગાડશે ગુજરાત-ભારતનો ડંકો
‘સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડયા’ (SA)ના મિશન ઑલિમ્પિક્સ સેલ દ્વારા ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓની એક યાદી જાહેર થઈ છે, જેમાં એવા ખેલાડી છે, જે વર્ષ ૨૦૨૪ (પેરિસ) અને ૨૦૨૮ (લોસ એન્જલિસ)ની ઑલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવવાની ક્ષમતા ધરાવે છે.
સ્વરકાર-અદાકાર તમારા સંભારણાં...
ત્રણ દિવસના અંતરાલમાં વિદાય લેનારા મહેશ-નરેશ કનોડિયા યાદ રહેશે ગીત-સંગીત-અદાકારી ઉપરાંત એમનાં સમાજોપયોગી કાર્યો માટે.
લાવો, તમારો હાથ...
જીવનની સમી સાંજે એકલતા અને શારીરિક સમસ્યા સતાવે એવા સંજોગમાં મદદનો હાથ લંબાવતું આ મેડિક્લ હોમ વૃદ્ધજનો માટે આશીર્વાદરૂપ છે.
રસીના નામે રાજકારણ બંધ કરો...
હજી હમણાં સુધી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને નીતિશ કુમાર માટે સહેલી લાગતી લડત અચાનક અટપટી થઈ ગઈ હોય એમ લાગે છે. બાજી પોતાની તરફેણમાં ફેરવવા ભાજપે તમામ બિહારી પ્રજાજનો માટે કોરોનાની નિઃશુલ્ક રસી ફાળવવાની ઘોષણા કરી, પણ રાજકીય શિષ્ટાચારની દૃષ્ટિએ આ અયોગ્ય પગલું છે.
૨૧ દિવસ, છસ્સોનો સ્ટાફ, દસ હજાર દુઆ...અજબ હૉસ્પિટલની ગજબ કહાણી!
ખાસ કોવિડ–૧૯ત્ના દરદીની સારવાર માટે તૈયાર થયેલી ભારતની પહેલવહેલી ફીલ્ડ હૉસ્પિટલમાં સાજા થયેલા પેશન્ટની સંખ્યા તાજેતરમાં દસ હજારનો આંક વટાવી ગઈ ત્યારે મળીએ એમને, જેમણે મુંબઈગરા માટે રાજ્ય સરકારના સહયોગથી વિરાટ ચિકિત્સા કેન્દ્ર ઉપરાંત અન્ય કોવિડ કેર સેન્ટર સ્થાપ્યાં.
વસ્ત્રોમાંથી નીકળતી વાર્તા
નગર છે કે છે વસ્ત્રભંડાર કોઈ ફરે છે બધે બસ લિબાસો-લિબાસો
સંભાળજો, ચીન અહીં પણ ઘૂસી શકે છે!
ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં વિદેશમાર્ગે રોકાણ મારફત વર્ચસ જમાવવાનો કારસો કરનારા ચાલાક ચીનાઓ સામે હવે ‘સેબી’ પણ મેદાનમાં...
સંઘબળથી મળી જમ્બો સફળતા
મુંબઈ જ નહીં, બલકે ભારતની પહેલી ફીલ્ડ હોસ્પિટલ બાંધવાનો અનુભવ ખાસ ‘ચિત્રલેખા’ સાથે શેર કરે છે મેટ્રોપોલિટન કમિશનર આર.એ. રાજીવ...