કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ છે. અહીં શિયાળા અને ઉનાળાની ઋતુમાં મહત્તમ સૂર્યપ્રકાશ મળી રહે છે. આ જિલ્લો સૂર્ય ઊર્જા મેળવવા માટે સૌથી વધુ યોગ્ય છે. આથી જ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીકના વિઘાકોટ પાસે અંદાજે એક લાખ હેક્ટર જમીનમાં વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. આ ઉપરાંત અન્ય અનેક જગ્યાએ કોમર્શિયલી પણ સૂર્ય ઊર્જામાંથી વિદ્યુત ઊર્જા મેળવવા પ્લાન્ટ નખાયેલા છે. તેવી જ રીતે ઘરોની છતો ઉપર નાના સોલાર પ્લાન્ટ લગાવીને વીજ ઉત્પાદન મેળવાઈ રહ્યું છે. જો કચ્છના બધા જ રહેણાક વિસ્તારમાં સોલાર રૂફ ટોપ લાગી જાય તો લિગ્નાઇટ કે હાઇડ્રો પાવર પ્લાન્ટ કરતાં પણ વધુ વીજ ઉત્પાદન તદ્દન નજીવા દરે કરી શકાય અને તે પણ પર્યાવરણને જરા પણ નુકસાન કર્યા વગર. કચ્છમાં સૂર્ય ઊર્જાના મહત્તમ ઉપયોગની સંભાવના હોવા છતાં આ જિલ્લો સોલાર રૂફ ટોપ લગાવવામાં રાજ્યમાં પહેલા પાંચમાં પણ નથી, તેનો નંબર દસમો છે. જેના સીધો અર્થ એવો કરી શકાય કે હજુ ઘણાં વધારે રૂફ ટોપ લગાવીને હજુ વધુ વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા કચ્છ ધરાવે છે. કચ્છમાં જાન્યુઆરી ૨૩ સુધીમાં ૧૦,૫૦૦થી વધુ ઘરોમાં સોલાર રૂફ ટોપ લગાવાયા છે, જેમાંથી ૪૨.૫ મેગાવૉટ વીજળી ઉત્પન્ન થાય છે. મહત્તમ વીજ ઉત્પાદન શહેરી વિસ્તારોમાં થાય છે. ગામડાંમાં હજુ પૂરતા પ્રમાણમાં રૂફ ટોપ લગાવાયા નથી.
લોકો સહેલાઈથી રૂફ ટોપ લગાવીને વીજ ઉત્પાદન કરી શકે તે હેતુથી સરકાર દ્વારા સબસડી આપવામાં આવે છે. ગુજરાતમાં સોલાર રૂફ ટોપ લગાવવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. રાજ્યમાં વડોદરા જિલ્લાએ સોલાર રૂફ ટોપથી સૌથી વધુ વીજ ઉત્પાદન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને આણંદ અનુક્રમે ૨થી ૫ નંબરે છે. કચ્છનો ક્રમાંક દસમો છે.
هذه القصة مأخوذة من طبعة February 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ