ભૂતાન જેવો સાવ ટચૂકડો દેશ હેપીનેસ ઇન્ડેક્સમાં માને છે, કેમ કે ત્યાં ડોમેસ્ટિક ઍન્વાયરન્મેન્ટ સેન્ટ પરસેન્ટ શુદ્ધ છે. આપણા પુરાતન અનુભવશાસ્ત્રીઓ આપણને એક કહેવતની ભેટ આપતા ગયા છે કેઃ ‘નારી સુખે સુખી નર, નારી દુઃખે દુઃખી નર.’ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહેતી હોય, એ ઘરમાં ઈશ્વરને સુખનો સ્વર સંભળાતો હોય છે. પુરુષ કોઈ પણ ધર્મનો, કોઈ પણ દેશનો કે કોઈ પણ પદવી-પ્રતિષ્ઠા ધરાવતો હોય એની પ્રસન્નતાના મૂળમાં સ્ત્રીની પ્રસન્નતા રહેલી છે.
પહેલાં જેવો સમય હવે રહ્યો નથી. સ્ટ્રેસ, ટૅન્શન અને કન્ફ્યુઝનના ત્રિવેણી સંગમે માણસને પ્રસન્નતાથી દૂર હડસેલી દીધો છે.
રાજકીય પક્ષોએ પણ પોતાના ચૂંટણી - મૅનિફેસ્ટોમાં એવો મુદ્દો અવશ્ય મૂકવો જોઈએ કે અમારી પાર્ટી સત્તા ૫૨ આવશે તો અમે પ્રત્યેક ઘરમાં પ્રસન્નતાનો પુરવઠો પૂરો પાડીશું. પ્રસન્નતાનો દુકાળ પર ક્યારેય નહીં પડવા દઈએ. કદાચ અમારા વિપક્ષી મિત્રો આવો દુકાળ સર્જવાનું ષડયંત્ર કરશે તો એ યંત્ર ખોટવાઈ જાય એ માટે અમે એ લોકોને જ પ્રસન્નતાના પર્યાવરણમાં ધકેલી દઈશું. અમારું તો એક જ સૂત્ર છેઃ ‘સંપન્ન રહો – પ્રસન્ન રહો’, ‘સબ કી સંપન્નતા – સબ કી પ્રસન્નતા’, ‘સંપન્નતા વિના પ્રસન્નતા નથી.’
કેટલાક શબ્દો અને કેટલાંક સૂત્રો બોલવામાં જેટલાં સુંદર લાગે છે, વ્યવહારમાં એટલાં જ ભયાનક લાગે છે, એની ખબર આવા સૂત્રોચ્ચાર કરતા સૂત્રવીરો કે સૂત્રધારોને નથી હોતી.
મારા ઘરને તો હું ભૂતાન સુધી લઈ જઈ શકું નહીં, પણ ભૂતાનનું પર્યાવરણ તો મારા ઘરમાં પેદા કરી શકું ને? મેં તાબડતોબ નિર્ણય કરી લીધો કે બસ આજથી જ – શુભસ્ય શીઘ્રમ્ સમજી – ઘરમાં પ્રસન્નતાનો પારાવાર છલકાવી દેવો. કહેવાય છે કે વસંત ઋતુના દિવસોમાં લીધેલો કોઈ પણ સંકલ્પ પરો થઈ જાય છે. આમાં સ્પષ્ટતા એટલી જ કરવાની કે કુંવારી વ્યક્તિએ સંકલ્પ લીધો હોય તો એ સંકલ્પ સ્વેચ્છાએ પૂરો કરી શકાય છે અને પરણેલી વ્યક્તિએ સંકલ્પ લીધો હોય તો એ સંકલ્પ માત્ર સ્વેચ્છાએ પૂરો કરી શકતો નથી. અહીં સ્વેચ્છા કરતાં પરેચ્છાને ધ્યાનમાં રાખવી પડે છે. જો આટલું ધ્યાન રાખવામાં ન આવે તો સામેનું પાત્ર જિંદગીભર આપણને ધ્યાનમાં રાખતું થઈ જાય. ધ્યાન વિશે હું ધ્યાનથી વિચારતો'તો, ને ત્યાં જ –
هذه القصة مأخوذة من طبعة February 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ