સંસ્કૃત સ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર અર્થે કામ કરતી ‘સંસ્કૃત ભારતી’ સંસ્થા દ્વારા ૨૭જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ નાગપુરમાં આંતરરાષ્ટ્રીય સંસ્કૃત લઘુ ચલચિત્રોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી તેમ જ યુએસએ, યુએઈ જેવા દેશોમાંથી પણ કુલ ૧૦૮ જેટલી એન્ટ્રી આવી. એમાંથી કુલ આઠ શોર્ટ ફિલ્મોની પસંદગી થઈ. ‘ઉરી’ અને ‘દશ્યમ’ ૧-૨માં કામ કરનાર અભિનેતા તેમ જ હિન્દી અને મરાઠી ફિલ્મોના નિર્દેશક, લેખક યોગેશ સોમણ અને સંસ્કૃત ભારતી અખિલ ભારતીય અધ્યક્ષ ગોપબંધુ મિશ્ર જેવા વિશેષજ્ઞોની ટીમ દ્વારા શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મની પસંદગી કરવામાં આવી. જેમાં સુરતની શોર્ટ ફિલ્મ ‘સંધાનમ્’ પ્રથમ સ્થાને આવી. સુરતમાં બનેલ આ શોર્ટ ફિલ્મની વિશેષતા એ છે કે તે સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં બની છે. સંસ્કૃત સંવાદ મહદ્અંશે સમજી શકાય તેવી સરળ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. સામાન્ય દર્શક સમજી શકે માટે સાથે અંગ્રેજી સબટાઇટલ પણ આપવામાં આવ્યા છે. આ ફિલ્મ થકી દેવ ભાષા સંસ્કૃત ભાષાને લોક ભાષા તરીકે પ્રમાણિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ફિલ્મના નિર્દેશક મોનાક્ષ કાનીરકરને નાગપુરમાં પુરસ્કાર અપાયો હતો
આત્મહત્યા જેવા સંવેદનશીલ વિષય પર બનેલી આ શોર્ટ ફિલ્મમાં બે પેઢીની, એક યુવા અને એક વૃદ્ધ વ્યક્તિની વાત છે. બંને વ્યક્તિ એક જ સમયે, એક જ સ્થળ પર આત્મહત્યા કરવા માટે ભેગી થાય છે. પોતપોતાના જીવનની સમસ્યાઓથી નિરાશ થયેલા, હારી ગયેલા બંને અજાણ્યા મનુષ્યોને એકબીજા માટે અનુકંપા જન્મે છે. ધીરે-ધીરે પરસ્પર સંવાદ કરતાં કરતાં એકબીજાને તેમના દુઃખની વાતો કરે છે. સંવાદ દરમિયાન બંને વ્યક્તિમાં તેમની સમસ્યાઓનો સામનો કરવાની હિંમતનો સંચાર થાય છે. મૃત્યુના શરણે આવેલા અંતે એકબીજાના જીવનદાતા બની જાય છે. જીવનનો અંત આણવા તત્પર બનેલા આ અજાણ્યા લોકો લાગણીસભર બની પિતા-પુત્રની જેમ ભેટી પડે છે. જીવનના અણગમાથી મનમાં વ્યાપેલા અંધકારને દૂર કરીને તેઓ ફરીથી નવા પ્રભાતની જેમ જીવનનું પુનઃસંધાન મેળવી લે છે. ‘સંધાનમ’ ફિલ્મ આધુનિક જીવનની સમસ્યાઓથી ઘેરાયેલા, હતાશ થઈ આત્મહત્યાનો પ્રયાસ કરનાર લોકોમાં આશાનો સંચાર કરી જીવનને એક નવી જ દૃષ્ટિથી જોવાનો સંદેશ આપે છે.
શૂટિંગ સમયનું એક દ્રશ્ય
هذه القصة مأخوذة من طبعة March 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ