૧૭મી સદીના બેલ્જિયમના ચિત્રકાર જેકબ પીટર્સે દોરેલું ૧૬૯૦ના સુરત બંદરનું ચિત્ર
ભારતના પશ્ચિમ કિનારે આવેલી ભૌગોલિક પરિસ્થિતિને કારણે વિદેશી વેપારમાં ગુજરાતનું મહત્ત્વનું સ્થાન હતું. એમાંય સુરતનું બંદર દેશ અને દુનિયા સાથેના વેપારનું કેન્દ્ર બનેલું હતું. જોકે, ઇતિહાસકારો પાસે મુઘલ શાસનકાળની રાજકીય અને લશ્કરી ઘટનાઓ વિશે ઢગલાબંધ વિગતો છે, પણ તેમની પાસે તત્કાલીન લોકોની આર્થિક સ્થિતિ અને તેમની વ્યાપારી પ્રવૃત્તિઓ વિશે ચપટી જેટલી જ વિગતો છે. અલબત્ત, તે સમયગાળાના અંગ્રેજી અને ડચ દસ્તાવેજો રસપ્રદ માહિતી પૂરી પાડે છે.
૧૭મી સદીમાં સુરત અને દેશના અન્ય ભાગોની મુલાકાતે આવેલા યુરોપિયન પ્રવાસીઓએ લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ અને તેમની વ્યાપારી પ્રવૃત્તિઓનો આબેહૂબ ચિતાર આપ્યો હતો. ૧૫૧૪માં આવેલા પોર્ટુગીઝ પ્રવાસી બાર્બોસાએ સુરત વિશે આમ કહેલું, ‘તમામ પ્રકારના વ્યવસાયમાં ખૂબ જ મોટા વેપારનું શહેર, રાજાને મબલખ આવક રળી આપતું એક અત્યંત મહત્ત્વપૂર્ણ બંદર.’ ૧૭મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન આ શહેર આંતરદેશીય અને દરિયાઈ બંને રીતે વેપારના બજાર તરીકે ધમધમતું હતું અને મુઘલ સામ્રાજ્યનું મુખ્ય બંદર હતું.
સુરત શહેરમાં પ્રવેશવા માટે અનેક દરવાજાઓ હતા. ત્રણ મુખ્ય દરવાજા, એક ખંભાત અને અમદાવાદ તરફ, અન્ય બુરહાનપુર અને નવસારીના માર્ગે ખૂલતા હતા. દરેક નાકે આવતી-જતી તમામ વ્યક્તિઓ પર નજર રાખવા ચોકીદાર ખડે પગે રહેતા. શહેરમાં સામાન્ય અને ભવ્ય બંને પ્રકારની ઇમારતો હતી. શ્રીમંત લોકો પોતાની સમૃદ્ધિ જાહેર ન થઈ જાય એ માટે ભવ્ય આવાસમાં નહોતા રહેતા.
સુરતના વિશ્વપ્રસિદ્ધ વેપારી વીરજી વોરા
ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સેવા આપનાર ફિન્ચ નામનો એક વેપારી તેના પ્રવાસ વર્ણનમાં સુરતને આ રીતે યાદ કરે છેઃ ‘શહેરમાં સમૃદ્ધ વેપારીઓનાં અનેક રહેણાકો આવેલાં છે. ધસમસતી નદીની સમાંતરે ૨૦ માઈલ સુધી વિસ્તરેલો વહાણવટાનો ઉદ્યોગ, ઉતારવામાં આવતો માલસામાન, ચોમાસામાં ભરતી વેળા ભરાઈ જતા ૧૮ ફૂટના પાણી. શહેર તરફ વહેતા નદીના આ પ્રવાહમાં તરી શકતા ભારેખમ જહાજો.’ જૂના જમાનામાં પણ આ નગર ખૂબ જ વસતિ ધરાવતું અને વેપારીઓથી ભરેલું હતું. અહીં યુરોપિયનો ઉપરાંત, તુર્ક, યહૂદી, અરબી, ઈરાની અને આર્મેનિયન જેવા વિદેશી લોકો પણ નોંધપાત્ર સંખ્યામાં વસવાટ કરતા.
هذه القصة مأخوذة من طبعة March 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ