ગુડ ઇઝ ગુડ
ABHIYAAN|April 01, 2023
ખાંડ પ્રોસેસ કર્યા પછી બને છે. ગોળ બનાવવામાં એવી કોઈ પ્રોસેસ હોતી નથી એટલે ગોળમાં અમુક પોષકતત્ત્વ કામના હોય છે જે ખાંડમાં ના હોય. આયુર્વેદિક વ્યૂ અનુસાર ગોળ સારો
ગૌરાંગ અમીન
ગુડ ઇઝ ગુડ

અમુકને વિદેશીઓ યમી પેકિંગ સાથે મોંઘો વેચશે ત્યારે મીઠો લાગશે

આપણને કડક હોય કે ઢીલો, દેશી ગોળ હંમેશાં સારો ’ને સીધો લાગશે

ગુડ અર્થાત્ સારું એવું અંગ્રેજી ભાષા કહે છે. ગુડ અર્થાત્ ગોળ એવું આપણી ભાષા કહે છે. ગોળ ગુડ છે એવું આપણી જીભ કહે છે 'ને સરવાળે અથવા સરેરાશ જીવન કહે છે. કહેવાય છે કે આશરે ૩૫૦ આસપાસ ગુપ્ત કાળ દરમિયાન સ્ફટિકના રૂપમાં ખાંડનો આવિષ્કાર થયો હતો. જોકે અર્થશાસ્ત્ર જેવા પુસ્તકમાં ખ્રિસ્તથી પહેલાંની ત્રીજી ચોથી સદીમાં રિફાઇન્ડ શુગરનો ઉલ્લેખ છે. જ્યારે ગોળ ક્યારે શોધાયો એ શોધવું શક્ય છે એવું માનવું વધારે પડતું ડહાપણ છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓ પ્રત્યેક નવા ખોદકામ સાથે સિવિલાઇઝેશનની શરૂઆતનો અંતરાલ પાછળ ખસેડતા જાય છે. નિરક્ષર 'ને નાનો ભારતીય પણ સમજી શકે છે કે ખોરાક, શેરડી ’ને અગ્નિ આદિમ કે અતિપ્રાચીન શોધ છે. વિશ્વ ઓગણીસમી સદી સુધી લોફ અર્થાત્ રવાના સ્વરૂપમાં ખાંડ ખાતું હતું. ભારતીયો સાકર ખાતા થયાં એ પહેલાં સહર્ષ ગોળ ઝાપટતા હતા. ગોળ કામની ચીજ છે, ભલે ગોળ વિષે ગોળગોળ મતમતાંતર પ્રવર્તે.

શેરડીનો પાક બરાબર કેવી રીતે લેવો ’ને શેરડીના રસમાંથી સાકર કેવી રીતે બનાવવી એ ચીન હોય કે અરબ, ભારતે લોકોને શિખવાડ્યું છે. જેમના રાજ્યમાં સૂર્યનો અસ્ત થતો ન હતો એ બ્રિટિશરોના પોતાના દેશ બ્રિટનમાં ૧૭૯૨ના ગાળામાં સાકર એવમ્ ખાંડના ભાવ તપતા સૂર્યને અડવા આસમાને પહોંચી ગયેલા ત્યારે એમણે ભારતને નિચોવી પોતાની બ્લડશુગર જાળવી રાખેલી. ઓગણીસમી સદીના યુરોપમાં ધનિકોને પણ ખાંડ ખરીદવાની તકલીફ પડતી ત્યારે બીટ-શુગરનું ચલણ આવેલું. ૧૯૩૦માં ઇંગ્લેન્ડમાં બીટ-શુગરની સત્તર ફેક્ટરી હતી. એ પછી અમેરિકા 'ને જાપાનના બજારમાં હાઇફ્રુકટોઝ કૉર્ન એટલે કે મકાઈનો સિ૨૫ ચાલેલો. હજુ અમેરિકામાં ખવાતી કે પિવાતી શુગરમાં ઑલમૉસ્ટ અર્ધું બજાર હાઇફ્રુકટોઝ કૉર્ન જ ગ્રહણ કરે છે, ત્યાંનાં ઠંડાં પીણાંમાં સુક્રોઝ હોય તો આશ્ચર્ય પામવું. હવે વિજ્ઞાન બૂમો મારે છે કે એ કૉર્ન સિરપ તબિયત બગાડે છે. આવા ઘણા ખેલ ખાંડને લઈને માનવીની સ્વસ્થતા જોડે સાયન્સ ’ને ઇકોનોમિક્સની જુગલબંદીએ ખેલ્યા છે. કિન્તુ, એક આમ ઇન્ડિયન જાણે છે કે ગોળ ઇઝ ધ બેસ્ટ. ઇફ નોટ, ગુડ ગુડ તો છે જ.

هذه القصة مأخوذة من طبعة April 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 01, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024