આઠ માર્ચે સમાચાર આવે છે કે, અમેરિકાની સિલ્વરગેટ બૅન્ક બંધ થવાની છે. એના બે દિવસ પછી સ્ટાર્ટ-અપ્સ સાથે કામ કરવા માટે જાણીતી ત્યાંની સિલિકોન વેલી બૅન્ક પણ અપૂરતા નાણાપ્રવાહને કારણે ધોવાઈ જાય છે. અન્ય એક સિગ્નેચર બૅન્કના પણ બૂરા હાલ થયાના સમાચાર પ્રગટ થાય છે. બીજી તરફ યુરોપમાં ડૂબી રહેલી સ્વિસ બૅન્ક ‘ક્રેડિટ સ્વિસ’ને પણ બચવા માટે ત્યાંની યુનિયન બૅન્ક ઑફ સ્વિત્ઝર્લેન્ડનું તરણું ઝાલવું પડે છે.
વિશ્વપ્રવાહો પર નજર રાખનારે એ જરૂર નોંધ્યું હશે કે કોરોના મહામારી ત્રાટક્યા પછી એકધારી સંસાર પર કોઈ ને કોઈ સમસ્યાઓ આવ્યા જ કરી છે અને ગ્લોબલ બૅન્કિંગ સિસ્ટમમાં આવી રહેલી સંભવિત કટોકટી આ જ શ્રેણીમાં એક નવો ઝટકો હોઈ શકે એવું લાગી રહ્યું છે. આપણે ભારતવાસીઓને તો છ-એક ટકા દરની મોંઘવારી કોઠે પડી ગઈ છે, પણ અમેરિકામાં આ આંકડો અસહ્ય કહેવાય.
અર્થશાસ્ત્ર સમજનારા એવું કહે છે કે અમેરિકા ડૉલર છાપ-છાપ કરીને પોતાની મોંઘવારીની વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરી રહ્યું છે! અમેરિકાની ઇકોનોમીમાં ગરબડ થતાં વિશ્વના બીજા દેશોનું અર્થતંત્ર પણ ડામાડોળ થવા લાગ્યું છે. આ બધી સમસ્યાઓના મૂળમાં જે પૈસા નામનો કદાવર જીવ છે, એને કોઈ રીતે નાથવાના પ્રયાસમાં વિશ્વની સરકારો અને સેન્ટ્રલ બૅન્કોના ભેજાબાજો કામે લાગ્યા છે, પણ સતત સામે આવી રહેલી નવી-નવી ઘટનાઓ જણાવે છે કે ગ્લોબલ બૅન્કિંગ સિસ્ટમમાં બધું બરાબર નથી અને ઇકોનોમીને ચુસ્તદુરસ્ત રાખવાના પ્રયાસો ગંભીર રીતે નિષ્ફળ કે ઓછા કારગર સાબિત થઈ રહ્યા છે.
પૈસો કે ધનને લક્ષ્મી સ્વરૂપ માનીને એને પૂજ્ય ગણવાની ભારતીય ઉપખંડમાં પરંપરા ચાલી આવી છે અને એ સાથે ધનસંચયની ભાવના માણસના મનમાં કેવી-કેવી બદીઓ જન્માવી શકે એ અનુભવ કરીને માનવોએ પૈસાને શેતાનનું સ્વરૂપ પણ ગણાવ્યું છે. ધનવાન અને દરિદ્ર કે આમ આદમી વચ્ચેનો આર્થિક ભેદ જેમ જેમ મોટો થતો ગયો છે, એમ એમ આજના યુગમાં પૈસો પણ બે સ્પષ્ટ ભાગમાં વિભાજિત થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. એક પૈસો જે સકારાત્મક શક્તિ આપે છે, જીવનની અનિવાર્ય ગતિવિધિઓને ટકાવવામાં મદદરૂપ થાય છે અને પૂજ્ય ગણી માણસ જેનો આદર કરે છે એ. જ્યારે બીજો પૈસો બેફામ કે આંધળો છે અને એ એના માલિકને પણ અંધ બનાવી શકે છે, એની મતિ ભ્રષ્ટ કરી શકે છે.
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ