માનવ-જીવનમાં ઘરનું ખૂબ મહત્ત્વ છે. જે ઘરમાં આપણે રહીએ છીએ એ જ ઘરમાંથી આપણું વ્યક્તિત્વ પ્રગટે છે. ઘર અને તેની આસપાસની સ્થિતિ તેમ જ ઘર જે વિસ્તારમાં આવેલું છે તે વિસ્તારની સ્થિતિ એ દરેક પર આપણું વ્યક્તિત્વ નિર્ભર રહે છે. આપણે જેમાં રહીએ છીએ એ ઘર એટલું જીવંત હોય છે કે આપણા પર તેનો પ્રભાવ પડે છે અને આ પ્રભાવ આપણા વ્યક્તિત્વનો વિકાસ કરે છે. કલાકાર નંદિતા દેસાઈ જે ઘરોમાં રહ્યાં અને જે ઘર જોયાં, એ ઘરોનું સૌંદર્ય અને એમની પોતાની એક આગવી વિશેષતા તેમણે ચિત્રો થકી પ્રગટ કરી. તાજેતરમાં મુંબઈની જહાંગીર આર્ટ ગૅલેરીમાં તેમનાં ચિત્રોનું સોલો એક્ઝિબિશન યોજાયું હતું. એ દરમિયાન તેમની સાથે વાત કરતાં ‘અભિયાને’ તેમનાં મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
નંદિતા મુંબઈના એક ઘરમાં રહેતાં, જ્યાં ફિલ્મનું શૂટિંગ થયું હતું. તે કોલ્હાપુરના એક મહેલમાં પણ રહેતાં હતાં, જેમાં લગભગ ૨૫ બેડરૂમ હતા. આવા રજવાડી આવાસનો આગવો મોભો હતો. તેઓ દેશ-વિદેશમાં અનેક ઘરોમાં રહ્યાં. સાથે તેઓ જુદી-જુદી જગ્યાએ પણ જતાં અને ઘણાં ઘરોને નીરખતાં, ત્યારે તેમને લાગતું કે ચોક્કસ આ ઘરની કોઈક વાર્તા છે. આજે આ ઘર ભલે જૂનું થયું હોય, પરંતુ તેમાં વસતી સ્મૃતિઓ આપણને કંઈક કહેવા માગે છે. જ્યારે તેમણે આ વિષય પર ચિત્રો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેમણે એ દરેક ઘરનું અસ્તિત્વ જાળવવાનું હતું. વળી, એ ઘરો સાથે જોડાયેલી સુંદરતા પણ સાચવવાની હતી. નંદિતા કહે છે કે, ‘જ્યારે આપણે જૂનું ઘ૨ જોઈએ છીએ ત્યારે તે ઘર આપણને ઉજ્જડ લાગે છે, પણ એ ઘરમાં એક અનોખી સુંદરતા હોય છે. રહેણાકોના આ સૌંદર્યને મેં મારાં ચિત્રોમાં વિવિધ આકાર આપીને સાકાર કર્યું છે.’
નંદિતાએ બાળપણમાં તેનાં માતા-પિતા સાથે લગભગ ૧૨ ઘર બદલ્યાં હતાં. તેમના પિતા કે.કે. ઉપ્પલને સરકારી નોકરી હતી. મુંબઈ, અમદાવાદ, કોલ્હાપુર અને દિલ્હીથી માંડીને જુદાં-જુદાં શહેરોમાં તેમને રહેવાનું બન્યું. આજે પણ તેમના હૃદયમાં દરેક ઘરની સ્મૃતિ સચવાયેલી છે, પરંતુ સરકારી મકાનોનાં ચિત્રો દોરીને એને વેચવાની પરવાનગી ન હોવાના કારણે તેમણે બાળપણ સમયનાં ઘરોને પોતાના મનમાં સાચવી રાખ્યાં છે, જે આજે પણ તેમનાં સ્મરણોને જીવંત રાખે છે.
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ