આમ તો એ મારા આદર્શ પતિ છે. સર્વગુણ સંપન્ન, પણ રાંધવાની બાબતમાં સાવ આળસુ. સારી રસોઈનાં વખાણ કરતાં એ સહેજ પણ થાકે નહીં, પણ દાળ-શાકમાં ક્યારેક નવાજૂની થઈ જાય અથવા તો દાળ ડબલડેકરની થઈ જાય (ડબલડેકર એટલે ઉપર પાણી અને તળિયે રગડો) તો એક પણ નોટિસ આપ્યા વિના જ ખાવામાંથી એટલે કે જમવાથી રાજીનામું આપી દેતાં વાર ન કરે. ગુસ્સો તો ઘણોય આવે, પણ શું કરું, પત્ની મૂઈ છું. પતિ હોત તો ખબર પાડી દીધી હોત! ગુસ્સે થઈને એમ પણ નથી કહી શકતી કે મારા હાથનું રાંધેલું ન ભાવતું હોય તો લઈ આવોને કોઈ બીજી..
એમનું તો ભલું પૂછવું, એ સાચે જ કોઈને લઈ આવે તો મારે તો ભૂખે મરવા.. સાવ મરવાનો વારો જ આવે ને? એમની ખાવાની આવી આદતોને કારણે સાચું કહું - હું ઘર છોડીને ક્યાંય જઈ પણ શકતી નથી.
જ એક દિવસ માટે કોઈ કામ માટે પિયર જવાનું થયું. ત્રણ-ચાર દિવસમાં તો હું પાછી આવી જવાની હતી. એમને મારા વિરહ કરતાંયે ખાવાની ચિંતા વધારે અને મને ચિંતા પડોશણોની..! એ તો હોય જ ને. . . કોને ન હોય? હું એમને ઓળખું નહીં?!
મેં એમને કહ્યું, ‘તમે એક કામ કરો, દાળ, ભાત, શાક, ભાખરી અને ખીચડી વગેરે કેવી રીતે બનાવવું એની વિધિ હું તમને એક કાગળમાં લખી આપતી જાઉં, વાંચીને જમવાનું બનાવી લેજો.’ એમણે ‘હા’ કહી એટલે મોડી રાત સુધી મેં ખાવાનું બનાવવાની રીતો કાગળમાં ઉતાર્યા કરી. વહેલી સવારે ટ્રેનમાં હું પિયર જવા રવાના થઈ.
પપ્પાને ત્યાં રોકાયે માંડ બીજો દિવસ થયો’તો. અમે બધાં ભેગા મળીને ગપ્પાં મારી રહ્યાં'તાં અને ત્યાં જ મારાં નાનાં ભાઈ-બહેન જોરશોરથી બોલી ઊઠ્યાં, ‘જીજાજી આયા.. જીજાજી આ... યા..!' મેં પાછળ ફરી જોયું.. તો, એ! હાથમાં સૂટકેસ પકડીને મારી સામે હસતા-હસતા ઊભા હતા! મારી નાની બહેને તો કહ્યું પણ ખરું કે, ‘વાહ જીજાજી! બહેન વગર એક દિવસ પણ ન ફાવ્યું ને?’ સાચું કહું, શરમથી હું લાલમલાલ થઈ ગઈ’તી.
એમણે સોફામાં બેસતાં કહ્યું, ‘ના, એવું નથી, પણ પેલા કાગળમાંથી વાંચી વાંચીને રસોઈ બનાવવાનું ભારે પડ્યું.’
એમના સમ બસ, એ જ સાંજે હું પણ એમની સાથે મારા પિયરથી પાછી આવી ગઈ. જોકે પિયર આવ્યા પછી મનેય એ યાદ તો આવતા’તા જ!
આ વાતને તો વરસો વીતી ગયાં. હવે તો અમારા બંને પુત્રો મોટા થઈ ગયા છે.
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ