સિક્સર કિંગ સલીમદુરાની, ક્રિકેટપ્રેમીઓ જેમની પાછળ પાગલ હતા
ABHIYAAN|April 15, 2023
જેમની મેચ જીતાડી અપાવતી બૉલિંગ અને છગ્ગા ફટકારવાની કુશળતા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં દંતકથા સમાન હતી એ સલીમ દુરાનીએ ૨ એપ્રિલ રવિવારે તેમના જામનગર ખાતેના નિવાસસ્થાને ૮૮ વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. તેમના સોહામણા દેખાવે ૬૦-૭૦ના દાયકામાં રમતમાં સ્ટાઇલ અને રોમાન્સનો કેફ ઉમેર્યો હતો. ચાલો, ક્રિકેટના સુવર્ણકાળના આ સુપરસ્ટારને યાદ કરીએ.
સિક્સર કિંગ સલીમદુરાની, ક્રિકેટપ્રેમીઓ જેમની પાછળ પાગલ હતા

વર્તમાન સમયના યુવા ક્રિકેટપ્રેમીઓને કદાચ જાણીને નવાઈ પણ લાગે કે ઑલરાઉન્ડર સલીમ દુરાનીની ૧૩ વર્ષ (૧૯૬૦૭૩)ની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આ મુજબ હતીઃ ૨૯ ટેસ્ટ, ૧૨૦૪ રન (સરેરાશ : ૨૫) અને ૭૫ વિકેટ (સરેરાશ : ૩૫). આમ છતાં દુરાની ભારતના ક્રિકેટ ઇતિહાસમાં અમીટ છાપ છોડી ગયા છે.

૧૯૬૧-૬૨માં ડાબોડી સ્પિનર દુરાનીએ મદ્રાસમાં ૧૦ વિકેટ ઝડપી, ઇંગ્લેન્ડ સામે ભારતને ૨-૦થી વિજય અપાવ્યો હતો. એ જમાનામાં આખી શ્રેણી જીતવી એ લોઢાના ચણા ચાવવા જેવી કઠિન વાત હતી. ૧૯૬૧૬૨ અને ૧૯૭૦-૭૧માં તેમણે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ ખેડ્યો હતો. ૧૯૬૧-૬૨માં પૉર્ટ ઑફ સ્પેન ખાતે ચોથી ટેસ્ટમાં દુરાનીએ શાનદાર સદી ફટકારી, ૧૦૪ રન નોંધાવ્યા હતા અને શ્રેણીમાં ૧૭ વિકેટો ઝડપી હતી. એ સમયે સલીમ દુરાની મુગલ-એ-આઝમના રાજકુમાર સલીમની માફક લોકોના દિલોની ધડકન બની ગયા.

૧૯૭૧માં આ ડાબોડી સ્પિનરે કેપ્ટન અજિત વાડેકરને મેચની આગલી રાતે વચન આપ્યું હતું કે તે ગેરી સોબર્સ અને ક્લાઇવ લોઇડના દાંડિયા ઉડાવી દેશે. એ રીતે દુરાનીએ પોર્ટ ઓફ સ્પેનમાં વિન્ડીઝ સામે ભારતની પ્રથમ જીત મેળવી બતાવી હતી.

આજે આઈપીએલની એક જ મેચમાં ૧૫ સિક્સર ફટકારવી એ કોઈ નવાઈની વાત રહી નથી ત્યારે આખી ટેસ્ટ કારકિર્દીમાં માત્ર ૧૫ સિક્સર મારનાર વ્યક્તિની કુશળતાને પડકારવી સરળ છે. અલબત્ત એ જમાનો જુદા પ્રકારની બલ્લેબાજી અને માનસિકતાનો હતો. તે પેઢીના કોઈ પણ ભારતીય ક્રિકેટરની મેચ દીઠ સરેરાશ સારી નથી, બે ટેસ્ટ રમ્યા હોય ત્યારે માંડ એક છગ્ગો ફટકાર્યો હોય! ‘કહેવાય છે કે બૉલને હવામાં ફટકારવો ખતરનાક છે. હું કહું છું કે જીવન જ ખતરનાક છે.’ દુરાનીએ ૧૯૭૯માં ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’માં કટાક્ષ કર્યો હતો.

એ જમાનામાં ચાહકોનાં ટોળાં ‘વી વૉન્ટ સિક્સર..'ના સૂત્રોચ્ચાર કરતાં અને દુરાનીનું બેટ છગ્ગો ફટકારવા હવામાં વીંઝાતું. એ રીતે પ્રેમીઓની માંગ પર સિક્સર મારનાર તરીકે તેમને ઓળખ મળી હતી. ૧૯૭૯ના એક લેખમાં દુરાનીએ ધ્યાન દોર્યું કે આવું ન હતું. ‘લોકોની માંગ ઉપર મારા છગ્ગા ફટકારવા વિશેની આ માન્યતા અંગે મારે ચોખવટ કરવી જોઈએ. બન્યું એવું કે મેં ૧૯૭૨-૭૩ની સિરીઝમાં ફટકારેલા બે છગ્ગા લોકોની માંગને અનુરૂપ હતા.’

هذه القصة مأخوذة من طبعة April 15, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 15, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024